આ માણસ માટે બર્ગર ખાવું ઘણું ભારે પડી ગયું, હકીકત જાણીને મગજ ખચી જશે…

8

થોડા વર્ષોથી ફાસ્ટ ફૂડ ખાવાનું ક્રેઝ લોકોમાં ઘણો ઝડપથી વધ્યો છે. બર્ગર, પિઝા જેવી ચીઝો તો લોકોને એટલી પસંદ આવે છે કે એ દરરોજ ક્યાંકને ક્યાંક પહોચી જ જાય છે, પરંતુ પુણેના એક માણસ માટે બર્ગર ખાવું ઘણું ભારે પડી ગયું.

હકીકતમાં, સાજિત પઠાન નામના માણસ પોતાના મિત્રો સાથે ગયા અઠવાડિયે બુધવારે બર્ગર કિંગના એક આઉટલેટમાં ગયો હતો. એણે બર્ગર, ફ્રાઈઝ અને સોફ્ટ ડ્રિંક ઓર્ડર કર્યો હતો, પરંતુ જેમ એણે બર્ગર ખાધું, એના ગળામાં ઘણી પીડા થઇ અને લોહી નીકળવા લાગ્યા.

સાજિતના મિત્રોએ જયારે એ બર્ગરની તપાસ કરી તો મેળવ્યું કે એમાં કાચના ઘણા ટુકડા હતા. પછી માણસને તરત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો અને ઈમરજન્સી ઈલાજ માટે ૧૫ હજાર રૂપિયા જમા કરવા પડ્યા. એના પછી ડોકટરોએ એને બીજા દિવસે આવવા કહ્યું. હજુ સુધી માણસને લગભગ ૩૫ હજાર રૂપિયા ખર્ચ થઇ ચુક્યા છે.

સાજિત એક ઓટોરીક્ષા ડ્રાઈવર છે. એમણે આ કેસમાં ડેક્કન જિમખાના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. પોલીસએ બર્ગર કિંગ વિરુદ્ધ મામલો નોંધી લીધો છે. પોલીસનું કહેવું છે કે હોસ્પિટલમાંથી મેડીકલ રીપોર્ટ મળ્યા પછી જ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment