આ ઉતરાયણમાં તમે પણ ઘરે બનાવો ચણાના લોટના ચટાકેદાર સ્વાદિષ્ટ તીખા ગાઠીયા, જાણો સરળ રીત…

79

આપણા ગુજરાતીઓનો ચટાકેદાર નાસ્તો એટલે તીખા ગાઠીયા આનો સ્વાદ કુરકુરો હોય છે. અને સ્વાદમાં તે તીખા ગાંઠિયા હોય છે. જેને ચણાના લોટમાંથી બનાવામાં આવે છે.

આ નાસ્તો ગુજરાતમાં ઘરે ઘરે કરવામાં આવે છે. જેને બધા ગુજરાતીઓ લગભગ દરરોજ ખાય છે. આ તીખા ગાઠીયાને લીલા મરચા, ખમણેલા ગાજરનો સંભારો અથવા તો સલાડ કે કેરીના અથાણા સાથે ખાવામા આવે છે. આ તીખા ગાઠીયાની અમારી આ રેસીપી જોઈ આને તમે ઘરે બનાવો અને સાંજના નાસ્તામા ખાવ,અથવા તો બીજો નમકીન નાસ્તો જેમ કે ચેવડો, ચવાણુ જેવા નાસ્તામા આને ભેળવી ને તમે ખાય શકો છો. આનો સ્વાદ તમને થોડો તીખો, નમકીન અને કુરકરો લાગશે. એટલા માટે જ આ તીખા ગાંઠિયા નાના મોટા સૌને ભાવે છે. આ તીખા ગાઠીયાને દિવસમા તમે ગમે ત્યારે ચા ની સાથે ખાય શકો છો. આ તીખા ગાંઠિયાને બહાર ગામ જતી વખતે લઈ જવા માટે ઉત્તમ નાશ્તો છે. કારણ કે આ નાસ્તો ૧૫ થી ૨૦ દિવસ સુધી ખરાબ નથી થતો.

તીખા ગાઠીયા બનાવા માટે તમારે સમય ૧૦ મીનીટનો લાગશે, અને એને ચડવાનો સમય ૩૫ મીનીટ લાગશે.

સામગ્રી
૨ કપ ચણા નો લોટ (બેસન), ૧ નાની ચમચી અજમા, ૧ નાની ચમચી લાલ મરચુ દળેલુ, ૧ ચપટી હળદર, ૧ ચપટી તીખા (ભુકો કરેલા), અડધી ચપટી બેકીંગ સોડા (સોડા બાય કાર્બોનેટ), મીઠું સ્વાદ અનુસાર, ૧ નાની ચમચી તેલ લોટમા ચિકાસ લઈ આવા માટે, અને તેલ તળવા માટે, અડધો કપ પાણી

તીખા ગાઠીયા બનાવાની રીત

એક વાસણમા ચણાના લોટને ચાળી નાખો. હવે આ ચાળેલા બેસનમા અજમા, લાલ મરચુ ભુકો કરેલુ, હળદર, તીખા ભુકો કરેલા, સોડા બાય કાર્બોનેટ અને એક ચમચી તેલ નાખો. તેમા સ્વાદ અનુસાર મીઠું નાખી સારી રીતે મીક્સ કરી લ્યો.

અડધો કપ પાણી નાખીને આ લોટને ગુથી લ્યો. આ બાંધેલો લોટ વધારે ઢીલો કે વધારે કડક ન થાય તેનું ધ્યાન રાખવું. લોટને મધ્યમ રાખો. હવે તેમા એક ચમચી તેલ નાખીને લોટને ચીકણો કરો. અને ફરીથી લોટને ગુથી લ્યો.

હવે હાથથી ચલાવવા વાળું સેવનું મશીન લ્યો. તેમાં ગાઠીયા પાડવા ની જાળી લગાવી સંચાનેત્યાર કરો આ મશીનમા અલગ અલગ પ્રકારની જાળી હશે. ગાઠીયા બનાવવા માટે જાડી સેવ બનાવવાની જાળી લ્યો.

હવે આ જાળીને મશીનની નીચેની સાઈડ રાખો અને આ લોટને મશીનમા નાખો. સંચામાં લોટ બરાબર ભરાય તેટલો ભરો. અને પછી મશીન બંધ કરી લ્યો.

હવે એક ગેસ ઉપર મધ્યમ કડાઈમા તેલને ગરમ કરવા મુકો. તેલને ગરમ થવા દો. જ્યારે તેલ ગરમ થઈ જાય ત્યારે આ સંચાથી તેલની ઉપર પકડો અને લોટને સંચા ની બહાર કાઢવા માટે મશીનના હેંન્ડલને ફેરવો. સંચાને તેલની કડાઈ ઉપર ગોળાકાર ફેરવતા હેંન્ડલને સતત ફેરવતા રહો.

હવે આ બેસનના ગુચ્છાને હલ્કા ભુરા કલરના થાય ત્યાં સુધી તેલમા તળો. એમાં ૨ થી ૩ મીનીટ જેટલો સમય લાગશે.

જ્યારે ગાઠીયાનો કલર ફરી જાય ત્યારે તેને બીજી બાજુ ફેરવો. અને થોડા કડક થાય ત્યા સુધી તળો. ઓછા તળવાથી આ ગાઠીયા પોચા થાશે. માટે આને મધ્યમ કડક સુધી તળો.

કુરકરા તીખા ગાઠીયા તૈયાર છે. આને તેલ માથી કાઢી લ્યો. અને થોડા ઠંડા થવા દો. ઠંડા થયા પછી આને એક હવાબંધ ડબ્બામા ભરીને રાખો. તમે ધારો ત્યારે આને ખાઈ શકો છો. આ તીખા ગાઠીયા ૧૫ થી ૨૦ દિવસ સુધી બગડશે નહિ.

ચૂસન

જો તમને તીખા અને અજમાનો સ્વાદ પંસદ નથી તો એને ન નાખો. આના વગર પણ આ સ્વાદીષ્ટ લાગશે. તમને સેવ મશીન કોઈ પણ ભારતીય દુકાનમા મળી જાશે. અને તેમા બધી જાળી હશે. જેમા જાડા ગાથીયા કે પાતળા ગાઠીયાની પણ જાળી હશે. તમે તમારી પસંદ પ્રમાણેની જારીથી બનાવી શકો છો.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment