આ મહિલાને નથી સંભળાતો મર્દોનો અવાજ, કારણ જાણીને તમે પણ ચક્કર ખાય જશો

57

આજ સુધીમાં તમે ઘણા પ્રકારની બીમારીઓ વિશે સાંભળ્યું હશે પરંતુ આજે અમે એક મહિલાને થયેલી વિચિત્ર બીમારી વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને જાણીને તમે કદાચ વિશ્વાસ પણ નઈ કરો. પરંતુ આ જાણકારી આખી સાચી છે. પોતાની વિચિત્ર બીમારીના કારણે આ મહિલા સોસીયલ મીડિયા પર ઘણી વાઈરલ થઈ રહી છે.

શું ક્યારે તમે સાંભળ્યું છે કે કોઈ મહિલાને માત્ર મહિલાઓનો જ અવાજ સંભળાય છે, પુરુષોનો નહી. કદાચ તમને પહેલી વારમાં વિશ્વાસ કરવો મુશ્કેલ થાય, પરંતુ ચીનમાં એક આવી મહિલા છે, જેને પુરોર્ષોની અવાજ સંભળાતી જ નથી. આ કોઈ અફવા નથી, પરંતુ હકીકત છે.

ચીનની આ મહિલા Rare Hearing-Loss Condition ની સ્થિતિમાંથી નીકળી રહી છે, જે તેને પુરુષોનો અવાજ સાંભળવાથી રોકે છે. ચીનની આ મહિલાનું નામ ચેન છે, જે જીયામેનની રહેવાસી છે. એશિયા વાયરની રીપોર્ટ મુજબ, એક સવારે ચેન સુઈને ઉઠી, તો તેને એના બોયફ્રેન્ડનો અવાજ સંભળાયો જ નહિ. તે બોલી રહ્યા હતા, પરંતુ ચેનને કઈ પણ સંભળાતું જ નહતું. તેની પહેલાની રાતે તેને પોતાના કાનમાં કોઈ બેલ વાગતી સંભળાઈ હતી, ઉલ્ટી પણ થઈ હતી.

જેના પછી ચેનને હોસ્પીટલમાં લઈ જવામાં આવી. જ્યાં ખબર પડી છે તેમના કાનની સીસ્ટમ લોફ્રિક્વન્સીનો અવાજ કેચ નથી કરી શકતા. આ કંડીશનને ‘રીવર્સ સ્લોપ હીયરીંગ લોસ’ કહેવામાં છે.  તેના કારણે તે મહિલાઓને તો સાંભળી શકે છે, પરંતુ પુરુષોની અવાજ તેમને સંભળાય નથી રહ્યો.

કાન, નાક અને ગળાના સ્પેશલીસ્ટએ ચેનનું ચેકઅપ કર્યું અને જાણવા મળ્યું કે તેને reverse slop hearing loss(RSHL) છે તેને LOW Frequency hearing loss પણ કહેવામાં આવે છે, એટલે કે ઓછી આવર્તનની અવાજ સાંભળવામાં મુશ્કેલી. મોટાભાગે લોકો, જેમને સાંભળવામાં મુશ્કેલી પડે છે તે ઉંચા આવર્તનના અવાજની મુશ્કેલીથી પીડાતા હોય છે. જેનો અર્થ છે કે તેમને ઉંચો અવાજ સાંભળવામાં મુશ્કેલી પડે છે. રીવર્સ સ્લોપ હિયરીંગ લોસ(RSHL) ને લોફ્રિક્વન્સી હિયરીંગ લોસના રૂપથી પણ ઓળખવામાં આવે છે. જે પરિસ્થિતિમાં નીચા પીચની અવાજને સાંભળવામાં મુશ્કેલી પડે છે, જેમ કે પુરુષોનો ભારે અવાજ. ચેન એનાથી જ પીડિત છે. છતાં પણ આવી બાબત બહુજ ઓછી જોવા મળે છે.

ટેનેસીના થીગપેન હિયરીંગ સેન્ટરના મત મુજબ, ‘સાંભળવાની મુશ્કેલી (hearing loss) ના દરેક ૧૨,૦૦૦ બાબતોમાંથી માત્ર એક RSHL ની બાબત હોય છે. યુએસ અને કેનેડામાં વિશેષ રૂપથી એવી પરીસ્થિતિ લગભગ ૩,૦૦૦ લોકોને પ્રભાવિત કરે છે. હિયરીંગ લોસનો મતલબ થાય છે કે બહેરાપણું. થોડાક પુરી રીતે બહેરા થઈ જાય છે, કોઈક થોડાક અંશે, જેવી રીતે ચેનને લોફ્રીક્વન્સી વાળો અવાજ નથી સંભળાય રહ્યો, એવી જ રીતે ઘણાને હાઈફ્રીક્વન્સી વાળો અવાજ સાંભળવામાં મુશ્કેલી થઇ જાય છે. આ હાઈફ્રિક્વન્સી હિયરીંગ લોસ મોટાભાગે મહિલાઓ અને બાળકોમાં થાય છે. ચેનને અજી પણ ઘણી અવાજ સાંભળવામાં મુશ્કેલી આવશે. જેમ કે મોબાઈલનો અવાજ, વીજળીનું કડકવું, ગાડીઓનો હોર્ન ન સંભળાવો.

ડેલી મેલના મત મુજબ, ચેનનું નિદાન કરનારા ડોક્ટર લીન જીઆઓકીંગએ કહ્યું કે જયારે હું તેની સાથે વાત કરતો હતો, ત્યારે તે મને સાંભળી શકતી હતી, પરંતુ જયારે એક યુવા પુરુષ દર્દી અંદર આવતો હતો, ત્યારે તે એને બિલકુલ પણ સાંભળી શકતી ન હતી. હિયરીંગ સેન્ટરનું કહેવું છે કે આ સ્થિતિમાં સામાન્ય રીતે જેનેટિક(આનુંવાંશિક) હોય છે. છતાં પણ ઘણા અન્ય પરિબળો પણ RSHL નું કારણ હોય શકે છે.

ચેનએ જણાવ્યું હતું કે તે તાજેતરમાં ઘણી તણાવમાં છે અને તેને પૂરતા પ્રમાણમાં ઊંઘ પણ નથી મળી રહી. એવી સ્થિતિમાં જેવું ડોક્ટર  જીઆઓકીંગએ કહ્યું કે ઘણાબીજા પરિબળો પણ જવાબદાર હોય શકે છે. આજ કારણ છે કે માત્ર એક રાત્રી પહેલાથી જ પોતાના બોયફ્રેન્ડનો અવાજ સંભળાયો નહિ. ચેનએ પણ જણાવ્યું કે તેને કાનમાં બેલ વાગવાનો અવાજ આવે છે. પરંતુ આ બધુજ જાણ્યા પછી પણ ચેન પોતાને જડપથી સારું થવાની આશા કરી રહે છે

સાંભળવાની આ મુશ્કેલી જેનેટિક કારણોથી પણ થઈ શકે છે. કોઈક બીમારીના કારણે પણ થઈ શકે છે. પરંતુ ડોકટરોનું કહેવું છે કે આ વધુ ટેન્શન લેવાના કારણે થયું છે, એ પણ શક્ય છે. ચેનની લાઈફસ્ટાઈલ બહુજ તનાવવાળી છે. મોડી રાત સુધી કામ કરવું, સારી રીતે ઊંઘ ન લેવી. કદાચ આ કારણોથી જ તેમની સાંભળવાની સીસ્ટમ બગડી ગઈ. ડોકટરોને ચેનની જડપથી સારી થઈ જવાની આશા છે. આરામ કરવાથી, મગજ અને શરીરને થોડીક શાંતિ આપવાથી થઈ શકે છે તે જડપથી બધીજ રીતે સારી થઈ જાય.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment