આ મહિલાની એવી છેલ્લી ઈચ્છા હતી કે, તમે પણ વિચારવા થઇ જશો મજબૂર…

72

આપણે  બધાએ જૂની ફિલ્મોમાં જોયું છે કે ફાંસી આપતા પહેલા અપરાધીને એની અંતિમ ઈચ્છા પૂછવામાં આવતી હતી અને જયારે અપરાધી ઈચ્છા જણાવતો તો એની છેલ્લી ઈચ્છા પૂરી કરવામાં આવતી હતી. એ જ રીતે પહેલાના સમયમાં જયારે લોકો મરતા હતા તો એમની ઈચ્છાનુસાર જરૂરિયાતનો સામાન એમની સાથે જ દફનાવી દેવામાં આવતો હતો. જેથી એ ઉપર જઈને એનો ઉપયોગ કરી શકે. હવે તમે વિચારી રહ્યા હશો કે અમે તમને આ બધું શું કામ કહી રહ્યા છીએ.

હકીકતમાં, એક એવો જ મામલો સામે આવ્યો છે જેને સાંભળીને તમે પણ આશ્ચર્યમાં પડી જશો અને દુખી પણ થઇ શકો છો. યૂનાઈટેડ સ્ટેટ્સના વર્જીનિયામાં એક એવો મામલો સામે આવ્યો છે જ્યાં તમને મૃત્યુ, જિંદગી, જિદ્દ અને ઈચ્છાઓનું કોકટેલ જોવા મળશે. એક મહિલાએ એવી અંતિમ ઈચ્છા જતાવી કે એની ઈચ્છા પૂરી કરવા માટે બીજાની જિંદગી પૂર્ણ કરવી પડે.

વર્જીનીયામાં એક મહિલાની પાસે ઈમા નામનો કુતરો હતો. અને બંને સારી રીતે રહેતા હતા. પરંતુ જયારે મહિલાનું મૃત્યુ થયું તો એણે પોતાની છેલ્લી ઈચ્છા જતાવી હતી કે એની સાથે એના કુતરાને પણ દફનાવી દેવામાં આવે. જો કે કુતરો એકદમ સ્વસ્થ રીતે જીવી રહ્યો હતો.

એના પછી પશુ પ્રેમી સંસ્થાઓએ કુતરાના અધિકારની લડાઈ શરુ કરી. એમનું કહેવું હતું કે જયારે કુતરો સ્વસ્થ રીતે જીવી રહ્યો છે તો આ મહિલા સાથે દફનાવા માટે શુકામ મારવો જોઈએ. પરંતુ વર્જીનીયાનો કાયદો બિલકુલ અલગ છે. યુરોપના ઘણા દેશોમાં કુતરાને પ્રાઈવેટ પ્રોપર્ટી માનવામાં આવે છે. એના કારણે મલિક જે ઈચ્છે એ કુતરા સાથે કરી શકે છે. અને એ કારણે કાયદા અનુસાર માલિકને એ અધિકાર છે કે એ એના મર્યા પછી કુતરાને પણ દફનાવી શકે છે.

એવું પણ નથી કે માલિક જયારે ઈચ્છે ત્યારે કુતરાને મારી શકે છે. એના માટે સંપૂર્ણ પ્રક્રિયા છે. કુતરાનો માલિક કોઈ પ્રાણીના ડોક્ટર પાસેથી સર્ટીફીકેટ લેશે. જેમાં કુતરાને મારવા પાછળના ઘણા કારણ હોય શકે છે. હવે તમે વિચારી રહ્યા હશો કે એ કુતરાનું શું થયું. હકીકતમાં, એ કૂતરાને પહેલા મારી નાખવામાં આવ્યો પછી એને એની માલકિન સાથે દફનાવી દેવામાં આવ્યો.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment