આ મહિલા “માં” બની શક્તિ ન હતી, પણ તેને ગર્ભવતી ગાયોને જોઇને એક આઈડિયા અપનાવ્યો, અને તેની પરેશાનીનો હલ થઇ ગયો, જાણો શું આઈડિયા અપનાવ્યો મહિલાએ ?

40

માં બનવું તે દરેક મહિલાની જિંદગીનું એક સુંદર સપનું હોય છે. સુખદ અહેસાસ હોય છે. પરંતુ જો કોઈ કારણોસર કોઈ મહિલા પ્રેગ્નન્ટ થઇ શક્તિ ના હોય અથવા તો તેને મિસ કેરેજ થઇ જતું હોય એટલે કે ગર્ભપાત થઇ જતો હોય ત્યારે સૌથી વધાર દુઃખ તેને થતું હોય છે. વેલ્સમાં રહેતી આવી જ એક મહિલા છે જેને તેની પ્રેગ્નન્સીની બાબતમાં એક મોટો ખુલાસો કર્યો છે. તેની કહેવું એમ થાય છે કે લગાતાર એકધારા ચાર વખત મિસ કેરેજ થયા પછી તેને એમ થવા લાગ્યું કે તે હવે પછી ક્યારેય માં બની શકશે નહિ. પણ એક ગર્ભવતી ગાયો પર આધારિત એક પ્રોગ્રામ થકી તેની જીંદગી જ બદલાઈ ગઈ.

કોન્વી ટાઉનમાં રહેતી લોરી જોન્સે જણાવ્યું કે પહેલી વાર તેણે વર્ષ 2011 માં એક બાળકને જન્મ આપ્યો હતો. પણ ત્યાર પછી ફરીથી પ્રેગ્નન્સી રાખવામાં તેને તકલીફ થવા લાગી. જયારે પણ તે પ્રેગ્નન્ટ થતી ત્યારે તેને ખુબજ કમજોરી વર્તાવા લાગતી, અથવા તોતે બીમાર પડી જાતી. આ કારણે તેને મિસ કેરેજ થઇ જતું હતું.આ બાબતે તેણે ડોક્ટરની સલાહ મુજબ તમામ પ્રકારના ટેસ્ટ પણ કરાવ્યા અને તમામ પ્રકારની સારવાર પણ કરાવી. પણ તેનાથી આ પ્રેગ્નન્સી બાબતમાં કોઇપણ પ્રકારનો ફાયદો કે લાભ થયો નહિ.

એક પછી એક એમ ચાર ચાર વાર આ લોરી જોન્સે મિસ કેરેજનું દર્દ ભોગવ્યું. આ વિશે તેમણે વધુમાં જણાવ્યું કે પછીથી તેને એમ થવા લાગ્યું કે હવે ફરીથી તે ક્યારેય માતૃત્વ ધારણ કરી શકશે નહિ. કે ફરીથી બીજા બાળકની માતા બની શકાશે નહિ.એક દિવસ તે ઘરે બેઠા બેઠા ટીવી જોઈ રહી હતી ત્યારે ટીવીમાં ગર્ભવતી ગાયો પર એક ફાર્મિંગ પ્રોગ્રામ આવી રહ્યો હતો. આ ફાર્મિંગ પ્રોગ્રામમાં ગાયોની પ્રેગ્નન્સીથી લઈને તેની ડીલીવરી સુધીની ચર્ચા ચાલી રહી હતી.

ટીવીમાં ચાલી રહેલા આ ફાર્મિંગ પ્રોગ્રામ દરમ્યાનએવી ચર્ચા ચાલી રહી હતી કે, ગાયના સ્વસ્થ બચ્ચા માટે આયોડીન અને થાયોરોક્સિન કેટલું જરૂરી છે. અને તેની ઉણપ કે ખામીથી કેવા પ્રકારની સમસ્યાઓ કે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.ટીવીમાં ચાલી રહેલા આ ફાર્મિંગ પ્રોગ્રામમાંથી અનાયાસે તેના મગજમાં એક વિચાર આવ્યો. તેને ખ્યાલ આવી ગયો કે તેની પ્રેગ્નન્સીની સમસ્યા આખરે શું છે. અને શા માટે તેને મિસ કેરેજ થઇ જાય છે.

ટીવીના ફાર્મિંગ પ્રોગ્રામ બાદ આ મહિલાએ ગર્ભ ધારણ કરતા પહેલા ઈન્ટરનેટ પર રીસર્ચ કર્યુંઅને ત્યાર પછી તેણે આયોડીનવાળા નમક એટલે કે મીઠાથી રસોઈ બનાવીને ખાવાની શરૂઆત કરી. તે સાથે તેમણે થોયરાઈડનાનિષ્ણાંતની પણ મુલાકાત લીધી.ત્યારપછી ગર્ભધારણકર્યા પછી દર બે અઠવાડિયે અલગથી થાયોરોક્સિન પણ આપવામાં આવ્યું. આબધા જ પ્રયત્નો તે મહિલા માટે બેહતર અને લાભ કારક સાબિત થયાઅનેવર્ષ2015 માંલોરી જોન્સે ફરીથી એક સ્વાસ્થ બાળકને જન્મ આપ્યો.

લોરી જોન્સે જણાવ્યું કે આ વખતે તેના માટે ગર્ભ ધારણ કરવો એટલો મુશ્કેલ નહોતો કે જેટલો બાળકને ગર્ભમાં9 મહિના સુધી કોઇપણ જાતની મુશ્કેલી વિના ગર્ભમાં સાચવવો, રાખવો. જો કે, હકીકતમાં તો લોરી જોન્સને ગર્ભવતી ગાયોમાંથી પ્રેરણા મળી હતી.અનેટીવીમાં ચાલી રહેલા આ ફાર્મિંગ પ્રોગ્રામના કારણે જ તે મિસ કેરેજના દર્દમાંથી છુટકારો મેળવી શકી.

લોરી જોન્સ ઈચ્છે છે કે તેની માફક મિસ કેરેજની સમસ્યા સામે જજુમી રહેલ અને તેનાથી પીડિત મહિલાઓની સરકાર મદદ કરે. જેથી આવી મહિલાઓ પણ માતૃત્વ ધારણ કરીને માતા બનીને તેમના સપના અરમાન પૂરા કરી શકે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment