આ મહિલા લાવારિસ લાશોનું કરે છે અંતિમ સંસ્કાર, પૂરી કરે છે દરેક અંતિમ સંસ્કારની વિધિ…

30

અલ્પા એ અનાથ અને ગરીબ લોકોના અંતિમ સંસ્કાર પોતાના હાથેથી કરે છે અને આની સાથે જ અસ્થિ વિસર્જન પણ સંપૂર્ણ વિધિ સાથે કરાવે છે.

ગુજરાતના આણંદ જિલ્લામાં અલ્પ પટેલ નામની એક મહિલા દ્વારા સમાજ  અને પરિવારથી વંચિત અનાથ લોકો માટે એક એવું કામ કરે છે, જેને જાણ્યા પછી લોકોને પોતાની સમાજસેવી થવાનો ભ્રમને સંપૂર્ણ રીતે દુર કરીને એમને વિચારવા પર મજબૂર કરી દે છે. અલ્પ પટેલ ખાલી ગરીબોને જમવાનું આપે છે પરંતુ એમના માટે ઘર બને છે.

અલ્પા એ અનાથ અને ગરીબ લોકોનો અંતિમ સંસ્કાર ખુદ પોતાના હાથેથી કરે છે અને આની સાથે જ અસ્થિ વિસર્જન પણ સંપૂર્ણ વિધિ સાથે કરાવે છે. સ્ત્રી શશક્તિકરણની વાતને તો પ્રચારના દ્વારા તો ઘણી કરવામાં આવે છે, પરંતુ પ્રચાર પ્રસારથી દુર અમુક મહિલાઓ એવી પણ છે જે પુરુષના કામ કરવાની તુલનામાં અથવા સમાજના અનાથ લોકો માટે કામ કરવા માટે ઘણું આગળ છે.

૭ હજારથી વધારે અંતિમ સંસ્કાર કરી ચુકી છે અલ્પા

આમાંથી જ એક છે અલ્પા પટેલ. ભારતીય સમાજમાં કોઈ સંબંધીના મૃત્યુ પર પણ મહિલાઓ શમશાન પર નથી જતી અને આજે પણ આપણા સમાજમાં આ પરંપરા ઘણી હદ સુધી શરૂ છે. જો કે, વાત ૨૧મી સદીમાં મહિલાઓ પુરુષોની ટક્કરમાં હોવાની વાત જોર શોરથી કહેવામાં આવે છે, પરંતુ આ સુબ ધરના જેવા શબ્દો સુધી જ સીમિત છે અને વાસ્તવિક જીવનમાં આજે પણ સ્ત્રીઓ પર ઘણા પ્રકારના પ્રતિબંધ હોય છે. જેમાંથી જ એક મહિલાઓને શ્મશાન જવા પર પણ છે, પરંતુ આ બધી વાતોથી ઉપર અલ્પા પટેલએ અત્યાર સુધીમાં ૨૭૩ લાવારિશ લાશોનો ન ખાલી એક પરિવારના સભ્યની જેમ અંતિમ સંસ્કાર કર્યો છે પરંતુ એમની અસ્થિઓનું વિધિ અનુસાર વિસર્જન પણ કર્યું છે.

ઘણી મુશ્કેલીઓ પછી મળી અંતિમ સંસ્કાર કરવાની અનુમતિ

શાસ્ત્રો પ્રમાણે મહિલાઓ શ્મશાન ઘાટ પર જતી નથી એવી હિંદુ ધર્મમાં માન્યતા છે. પરંતુ અલ્પા પટેલએ વૃદ્ધો સાથે ચર્ચા કરીને લાવારિશ લાશોને મુખાગ્નિ આપીને એમનો અંતિમ સંસ્કાર કરવાનું બીડુ ઉઠાવ્યું આ કામ માટે અલ્પાને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. સાથે જ શરૂઆતમાં એમને લાશોને અંતિમ સંસ્કાર કરવામાં ડર પણ લાગતો હતો.

પોલીસની મદદથી કરે છે કામ

અલ્પાનું મન ડરયું, પરંતુ એમણે પોતાની હિમ્મત સામે હાર ન માની. જે લાશોનું અલ્પા અંતિમ સંસ્કાર કરે છે તે મુખ્ય રૂપથી લાવારિશ અને બેસહારા જ હોય છે. આવા લોકો મોટા ભાગે બસ સ્ટેશન અથવા રેલ્વે સ્ટેશનની આજુ બાજુ જ પોતાના અંતિમ શ્વાસ લે છે. આ બાબતની પોલીસને જાણકારી આપીને એ મૃતક લાવારિશ લાશોને પોસ્ટમોર્ટમ માટે લઇ જવામાં આવે છે. એના પછી અલ્પા પટેલ અને એમની ટીમ દ્વારા આ લાવારિશ લાશો પર કબજો લઈને એમનું શ્મશાન ઘાટ પર સંપૂર્ણ રીતિરિવાજ અને અંતિમ સંસ્કારની વિધિ સાથે લઇ જવામાં આવે છે.

રોટી દરેક આપે છે મુખાગ્નિ નહિ

અલ્પા પટેલ જેવી મહિલા ભારતમાં તો શું આખી દુનિયામાં એક જ હશે જે પુરુષોને પાછળ છોડવા જેવું હિમ્મતનું કામ કરે છે. અલ્પાનું કહેવું છે કે લાવારિશ અને ગરીબ લોકોને જમવાનું તો કોઈપણ આપી દે છે અથવા જમવાનું તો ગમે ત્યાં મળી જાય છે. રાત્રે સુવા માટે પણ ક્યાંકને ક્યાંક આ અનાથ લોકો જગ્યા શોધી જ લે છે. પરંતુ જ્યારે આ અનાથ લોકોનું મૃત્યુ થઇ જાય છે ત્યારે એમનો અંતિમ સંસ્કાર કરનાર કોઈ નથી હોતું. અલ્પાએ કહ્યું કે અનાથોનો અંતિમ સંસ્કાર  કરવાનું પગલું એમણે એટલે ઉઠાવ્યું જેથી એને પણ મોક્ષની પ્રાપ્તિ થઇ શકે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment