આ મહિલા 129 વર્ષની જીંદગીમાં 1 જ દિવસ ખુશ રહી, જાણો એવું શું થયું હતું એ દિવસે ?

46

દુનિયાની સૌથી વધુ ઉંમરની મહિલા, જેમની ઉંમર ૧૨૯ વર્ષની ઉંમરમાં મૃત્યુ થયું. મરતા પહેલા એમણે પોતાની જિંદગીના અમુક રહસ્ય ખોલ્યા, જેમાંથી સૌથી વધુ ચોકાવનારી વાત એ હતી કે એ પોતાની આખી જિંદગીમાં ખાલી એક દિવસ ખુશ રહી. એટલે કે લગભગ ૪૭૦૮૫ દિવસોમાં આ મહિલા માત્ર ૧ જ દિવસ ખુશ રહી. તમને જણાવી દઈએ કે, ૧૨૯ વર્ષમાં ૪૭૦૮૫ દિવસ હોય છે. મારતા પહેલા તેણીએ આ વાતનો જીક્ર કર્યો કે મૃત્યુના ડરના બદલે એમને ઈચ્છા હતી કે તેણી વહેલી મરી જાય.

એક સમાચાર પત્ર અનુસાર આ મામલો રૂસના ચેચન્યા શહેરના કોકુ ઈસ્તમ્બુલોવાનો છે. એમણે મરતા પહેલા જણાવ્યું કે તેણી પોતાની આખી જિંદગીમાં માત્ર એક જ દિવસ ખુશ રહી અને એ દિવસ હતો જ્યારે તેણી પોતાના ઘરમાં આવી. આ ઘર તેણીએ પોતાના હાથોથી બનાવ્યું. એમની આખી જિંદગીનો આ જ માત્ર એક દિવસ હતો જે દિવસે તેણી ખુશ થઇ.

આટલું જ નહિ એમની સૌથી મોટી ફરિયાદ એ હતી કે તેણી ૧૨૯ વર્ષો સુધી જીવતી શુંકામ રહી, તેણી જલ્દી શુંકામ ન મરી ગઈ. એમનું કહેવું હતું કે લાંબી જિંદગી જીવવી ખુબજ મુશ્કેલ છે, ખાસ કરીને ત્યારે જ્યારે તમારી આંખો સામે તમારા પોતાના કોઈ મરે.

તમને જણાવી દઈએ કે, રૂસ સરકારએ આ વાતની ખાતરી કરી છે કોકુ સોવિયત સંઘની કમ્યુનિસ્ટ પાર્ટીના જનરલ સેક્રેટરી રહ્યા જોસેફ સ્ટાલિનના સમયની છેલ્લી મહિલા છે. આ વાત એમના પેંશન ડોક્યુમેન્ટસ પરથી ખબર પડી. જોસેફ સ્ટાલિન વર્ષ ૧૯૨૯થી ૧૯૫૩ વચ્ચે સોવિયત સોશ્યાલીસ્ટ રીપબ્લિક્સના તાનાશાહ રહ્યા.

એ દૌરમાં કોકુ ઈસ્તમ્બુલોવાએ રૂસમાં ખુબજ લોહી લોહાણ જોયું. લાશોના ઢગલા, પોતાના બે દીકરાઓની આંખો સામે મૃત્યુ અને માણસોના શરીર પ્રાણીઓને ખાતા જોયા છે, જેવા ભયંકર સ્થિતિ ૧૨૯ વર્ષની જિંદગીમાં જોયા. આ જ કારણથી તેણી જીવવા કરતા મરવા માટે ઈચ્છુક રહી. યુદ્ધમાં પોતાના ઘર અને પોતાના લોકોને ખોયા બાદ માત્ર એ જ દિવસ એમના માટે ખુશીનો હતો, જે દિવસે એમણે ખુદ પોતાના માટે ઘર બનાવ્યું અને એમાં શાંતિથી રહેવા આવી.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment