આ કારણોના કારણે મહિલાઓ નથી તોડવા ઈચ્છતી પોતાના પતિ સાથે સબંધ…

60

કહેવામાં આવે છે કે સબંધ ભગવાન પાસેથી બનીને આવે છે. ધરતી પર તો બસ આપડે એકબીજા સાથે મળીએ છીએ. ઓછામાં ઓછુ તો આપણા ભારતીય સમાજમાં એવું જ કહેવામાં આવે છે. પણ ઘણી વખત સમાજ જ આ ઘોંઘાટીયા વિચારધારાના વાવાઝોડામાં ફંસાયેલી ઘણી મહિલાઓ પોતાના પતિ સ્તાહે ખરાબ પરિસ્થિતિઓમાં પણ સમાધાન બેસાડવાનો પ્રયત્ન રાખે છે. આવો જાણીએ કે તે ક્યાં કારણ છે કે જેના કારણે મહિલાઓ એક અપમાનજનક સ્થિતિમાં બની રહે છે.

સમાજનો ભય

આ મામલાઓમાં સૌથી મોટું કારણ તો સમાજ જ હોય છે જેના કારણે સારામાં સારી વાંચેલી લખેલી મહિલાઓ પણ એકવાર આ પ્રકારના સબંધ તોડતા પહેલા ઘણી વાર વિચારે છે કારણ કે ભારતીય સમાજમાં કોઈ પણ સબંધની અસફળતા પાછળ મહિલાઓને જવાબદાર માનવામાં આવે છે.

બાળકોનું ભવિષ્ય

ઘણી બધી મહિલાઓ પોતાના બાળકોના ભવિષ્યને લઈને ચિંતિત રહે છે. તેને લાગે છે કે પોતાના પતિને છોડીને ચાલ્યા જવાથી બાળકો પર તેનું ખોટી અસર ઉભી થાય છે.

આર્થિક કમજોરી

આપણા સમાજમાં ઘણા બધા એવા ઘર છે જ્યાં મહિલાઓ કઈ પણ રોજગાર કરતી નથી. એવામાં પોતાના પતિને છોડીને ગયા બાદ તેની સામે પોતાના જીવન નિર્વાહનો પ્રશ્ન ઉભો થઈ જાય છે. આ કારણથી પણ મહિલાઓ વધારે કઠીન અને અપમાનજનક સબંધ હોવા છતાં પોતાના પતિ સથે રહેવાનું સ્વીકારી લે છે.

પ્રેમ અને અપનાપણું

કોઈ પણ સબંધમાં રહેવા પાછળ જે સૌથી મોટું કારણ કામ કરે છે તે છે પ્રેમ. જયારે એક પત્ની પોતાના પતિ સાથે પ્રેમ કરે છે તો તેના બધા ત્રાસ સહન કરવા તૈયાર થઇ જાય છે. હા પરંતુ આ ખોટું છે પણ મહિલાઓને લાગે છે કે તે ઘર છોડીને ચાલી જશે તો તેના પતિનું શું થશે. પછી ભલે તેનો પતિ તેની સાથે પ્રેમ કરે કે ન કરે.

સુધરી જવાની ઉમ્મીદ

ઘણી બધી મહિલાઓ તે સબંધમાં એટલા માટે રોકાયેલી રહે છે કે તેનો પતિ સુધરી જાય. તે ઉમ્મીદમાં તે આખી જિંદગી પૂરી કરી દે છે અને પતિનો ગુસ્સો અને અપમાન સહતી રહે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment