આ કાળજાળ ગરમીમાં તમને રાહત આપશે “કીવી ઓરેન્જ સરબત”, જોઇ લો અમારી આ સરળ રેસીપી…

6

ગરમીની ઋતુમાં ખાવા પીવાની ખુબ જ ઓછી વસ્તુઓ ભાવે છે. એવામાં તો બસ ઘરે આવતા જ ઠંડી ઠંડી ડ્રીંક મળી જાય તો મજા જ કઈક અલગ છે. આ મોસમમાં વધારે લોકોનું ફેવરીટ હોય છે લીંબુ પાણી. આ ગરમીની ઋતુમાં અમે તમને જણાવી દઈએ કે એક હેલ્ધી ડ્રીંક વિશે, જેણે તમે ખુબ જ ઓછા સમયમાં ઘરે તૈયાર કરી શકો છો. આવો જાણીએ કીવી અને ઓરેન્જનું સરબત બનાવવાની સહેલી રીત.

કીવી ઓરેન્જ સરબત બનાવવાની સામગ્રી

કીવી 1 કપ, ઓરેન્જ જ્યુસ 2 કપ, બરફ ½ ટ્રે, સોડા વોટર 250 મિલી, લીંબુ 2, મીઠું ચપટી જેટલું

કીવી ઓરેન્જ સરબત બનાવવાની રીત

સૌથી પહેલા ઓરેન્જ જ્યુસ કાઢીને તેને ફ્રીઝમાં ઠંડુ થવા માટે રાખી દો.

હવે બે કાંચના ગ્લાસ લો. તેમાં ક્રશ કરેલી કીવી નાખો.

બરફને હવે સાવ નાના નાના ટુકડાઓમાં ક્રશ કરી લો, ધય્ન રહે કે ખુબ મોટા પણ ક્રશ કરવાના નથી, ટુકડાઓ થોડા જ મોટા રાખો .

હવે તૂટેલા બરફને ક્રશ કીવી ઉપર નાખો. હવે તેની ઉપર થોડું સોડા વોટર નાખો  અને૩ સાથે જ કાપેલા લીંબુની સ્લાઈસો પણ નાખો.

તેની ઉપર ઠંડુ ઓરેન્જ જ્યુસ નાખો. હવે કાપેલા લીંબુની સ્લાઈસોને ગ્લાસના કિનારાઓ પર લગાવીને સજાવી લો. તમારું ઠંડુ ઠંડુ કીવી ઓરેન્જ સરબત તૈયાર છે. તેને તમે તરત જ સર્વ કરો.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment