આ જાનવર માણસનો ચહેરો વાંચી શકે છે, તમે નહી જાણતા હોય આ રહસ્યમય વાત…

16

તમને કદાચ ખબર પણ નહી હોય આ વાત કે આ જાનવર માણસના ચહેરાના હાવભાવ વાંચવામાં કુશળ હોય છે. માત્ર આટલું જ નહિ પોતાની આ આવડતના કારણે તે એવા લોકોને યાદ પણ રાખી શકે છે જે તેના માટે જોખમ બની શકે છે.

આ જાનવર ઘોડો છે. જી હા, એક અભ્યાસમાં ઘોડા સાથે જોડાયેલી અનોખી વાત જાણવા મળી છે. માણસના ચહેરાના હાવભાવ જ નહિ પરંતુ તે એવા લોકોને યાદ પણ રાખી શકે છે જે તેના માટે જોખમ બની શકે છે. બ્રિટનમાં સસેક્સ યુનીવર્સીટીના શોધકર્તાઓએ એક પાળતું ઘોડાને ગુસ્સાવાળા અને ખુશ લોકોના ફોટા બતાવ્યા અને થોડીવાર પછી તે જ લોકોને તેની રજુ કર્યા.

થોડીવાર પછી તે ફોટામાં બતાવામાં આવેલા લોકોના ચહેરાના હાવભાવને વર્તવામાં સક્ષમ હતો. ‘દ જર્નલ કરંટ બયોલીજી’ નામની એક પત્રિકામાં પ્રકાશીત અભ્યાસમાં જોવા મળ્યું કે લોકો સાથેની પહેલી મુલાકાત દરમિયાન ઘોડો તેમના ચહેરાના હાવભાવ પરથી તેને ઓળખી લે છે.

પરંતુ ઘોડાની આ પ્રક્રિયા માત્ર તે લોકોને જ ઓળખી શકી જેને તેણે ફોટાઓમાં જોયા પછી પોતાની સામે હકીકતમાં જોયા હતા. સસેક્સ યુનીવર્સીટીની કરેન મૈકકોમ્બની મુજબ, ઘોડો દરેક માણસના ચહેરાના હાવભાવ નથી વાચી શકતો, પરંતુ જો તે વ્યક્તિને પછી મળે છે તો તેની છેલ્લી ભાવાત્મક સ્થિતિને યાદ રાખી શકે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment