આ ગુફામાં છે ગણેશજીનું કપાયેલું મસ્તક, સાથે છુપાયેલું છે દુનિયાના સર્વનાશનું કારણ….

69

આપણી દુનિયા ઘણી મોટી છે જ્યાં અલગ અલગ પ્રકારના રહસ્ય ભરેલા છે. કેટલાકનું નિરાકરણ આવી ગયું છે પણ ઘણા બધા રહસ્યનું આજે પણ નિરાકરણ આવ્યું નથી. જેનું નિરાકરણ જાણવાના ઘણા બધા પ્રયત્ન કરવામાં આવ્યા પણ આજ સુધી તેનું સમાધાન નીકળી શક્યું નથી.

ઋષિ મુનીઓ અને અવતારોની ભૂમિ ભારત એક રહસ્યમય દેશ છે. ભારતમાં એવા કેટલા સ્થાન છે જે આજે પણ રહસ્યથી ટકેલું છે. એમ તો દુનિયાભરમાં એવી કેટલી ગુફાઓ છે, જો પોતામાં અદભૂત રહસ્ય અને અનોખી ખાસિયતને લીધે પ્રખ્યાત છે. તમે પણ કેટલીક રહસ્યમય ગુફાઓ વિશે સાંભળ્યું હશે પણ આજે અમે તમને એક આવી ગુફા વિશે બતાવવા જઈ રહ્યા છીએ.

વાત એમ કે, ઉતરાખંડના પિથોરાગઢમાં રહેલો પાતાળ ભુનેશ્વર ગુફા ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. આ ગુફા વિશાળકાય પહાડીના નજીક ૯૦ ફૂટ અંદર છે. આ ગુફા ઉતરાખંડના કુમાઉ મંડલના પ્રખ્યાત નગર અલ્મોડાથી શેરાઘાટ થઇને ૧૬૦ કિલોમીટરની દુરી પાર કરીને પહાડોની વચ્ચે વસેલું સીમાંત નામનું ગામ ગંગોલીહાટમાં સ્થિત છે. પાતાળ ભુનેશ્વર ગુફા કઈ આશ્ચર્યથી ઓછી નથી. બતાવવામાં આવે છે કે આ ગુફામાં હયાત પથ્થરોથી ખબર પડી શકે છે કે દુનિયાનો અંત ક્યારે થશે. આ ગુફાની શોધ ભગવાન શિવના સૌથી મોટા ભક્ત અયોધ્યાના રાજા ઋતુપર્ણએ કરી હતી.

બતાવવામાં આવી રહ્યું છે કે ગુફાની અંદર ભગવાન ગણેશનું કાપેલું માથું રાખવામાં આવ્યું છે અને સાથે દુનિયાના અંતનું રહસ્ય પણ છુપાયું છે. આ ગુફામાં જતી વખતે ઘણી કઠણાઈ આવે છે આ ગુફાની અંદર ગયા બાદ કેટલીક બીજી ગુફાઓ પણ મળે છે. આ ગુફાની અંદર ઘણું બધું અંધારું છે પણ હવે લાઈટની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ ગુફાની અંદર ૧૮૦ સીડીઓ પર કરીને એક અલગ જ નજરો જોવા મળે છે. ગુફાની અંદર જતા જ એક રૂમ મળે છે, જેમાં લગભગ ૩૩ કરોડ દેવી દેવતાઓની મૂર્તિઓ છે, આહિયા વહેતું પાણી પણ મળે છે. બતાવવામાં આવે છે કે આ ગુફામાં સૌથી પહેલા ભગવાન ગણેશની પુજા કરવામાં આવે છે.

આ ગુફામાં બનેલા ચાર દ્વારોને પાપ દ્વાર, રણ દ્વાર, ધર્મ દ્વાર, અને મોક્ષના રૂપમાં બનાવવામાં આવ્યા છે. આ ગુફાનો પાપ દ્વાર રાવણના મૃત્યુ પછી, રણ દ્વાર મહાભારત પછી બંધ થઇ ગયા હતા જયારે ધર્મ દ્વાર હજી પણ ખુલ્લો છે.

ગુફાની અંદર જવાનો રસ્તો સાંકડો છે કે ક્યારેક ક્યારેક લોકોનું નીકળવું પણ મુશ્કેલ થઇ જાય છે. અંદર જતી વખતે તમને એની દીવાલો પર એક હંસની આકૃતિ પણ દેખાશે. લોકોનું એવું માનવું છે કે આ બ્રહ્માજીનો હંસ છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment