આ ઘોડી પાછલા 14 વર્ષોથી રોજ એકલી ફરવા નીકળે છે, અને કહે છે હું ભાગી નથી ફરવા નીકળી છું….

18

સવારે સવારે ટહેલવા નીકળવું માણસોની સામાન્ય વાત છે, આ રોજની વાત છે. તેમાં નવું કઈ પણ નથી. લોકો પોતાની દિનચર્યા અનુસાર બાર મહિના મોર્નીગ વોક પણ નીકળે છે. પણ, જો કોઈ જાનવર વગર કોઈ તેના માલિકે એકલા રોજ મોર્નિંગ વોક પર નીકળે તો તેને શું કહેશો?

જર્મનીના કેચનહેમ જીલ્લામાં જેની નામની એક અરબી ઘોડી પાછલા 14 વર્ષથી એકલી ફરવા નીકળે છે. તે દરરોજ સવારે ગલીઓ ફ્રેંકફટના રસ્તાઓમાં ટહલવા માટે નીકળે છે. વિસ્તારમાં લોકો પણ આ આઉટડોર પાલતું પશુને જોવા માટે દીવાના થઇ ગયા છે.

જેની પરિચિત લોકો માટે એક કાર્ડ પહેરે છે, જેમાં લખેલું હોય છે મારું નામ જેની છે અને હું ભાગી નથી, ફક્ત ટહલવા માટે નીકળી છું, ધન્યવાદ. તે શહેરમાં કોઈ સેલીબ્રીટીની જેમ છે અને દરેક કોઈ તેની રાહ જોવે છે.

જણાવી દઈએ એ કે, જેની પાછલા 14 વર્ષથી એકલી જ શેર કરી રહી છે કારણ કે તેના માલિક વર્નર વિશેડેલ 79 વર્ષના થઇ ચુક્યા છે. પરિણામે, હવે તે જેનીની સવારી નથી કરી શકતા. હા પણ, દરેક સવારે વિશેડેલ પોતાના દરવાજાને ખોલે છે અને જેની જાણ્યા અજણ્યા રસ્તાઓ પર ચાલવા નીકળી પડે છે. જેની પોતાની દિનચર્યા અનુસાર બપોરે ભોજન પહેલા ઓછામાં ઓછા 8 વાર રસ્તા પર ફરે છે.

જેની પોતાની દિનચર્યા અનુસાર બપોરના ભોજન માટે ઘરે પાછા ફરતા પહેલા દિવસમાં ઓછામાં ઓછા પોતાના રસ્તા પર ફરે છે. તેના માલિકના જણાવ્યા અનુસાર, જ હોઈ શકે છે કે તેના પેટમાં ઘડીયાર લાગેલી હોય અને તેને ખબર હોય કે ક્યાં સમય પર ખાવાનું મળશે. સ્થાનીય લોકો પણ રોજ જેનીને જોવાની ઉમ્મીદ કરે છે અને ચાલતા જતા જોઇને આનંદ માણે છે.

હા પણ, કેટલાક પગપાળુઓ તેને રસ્તા પર ફરતા જોઇને ચિંતા પણ કરે છે અને પોલીસને ફોન પણ કરે છે. પણ, પોલીસ પ્રવક્તા ઈસાબેલ ન્યુમને જણાવ્યું કે જેની પાછલા 14 વર્ષમાં કોઈ માટે પણ ખતરો પેદા કર્યો નથી. વેઈશેડેલ પોલીસની સાથે કામ કરે છે તેથી એ સુનિશ્ચિત કરી શકાય કે જેની અને અન્ય નાગરિક સુરક્ષિત છે.

ટ્રામ સ્ટેસન સહિત દરેક જગ્યાએ જેનીના દોસ્ત અને અભિભાવક છે. ડ્રાઈવર પણ ઘોડીથી પરિચિત થઇ ગયો અને તેની યાત્રાઓનું સ્વાગત કરે છે. સોશ્યલ મીડિયા પર ઘણા લોકો જેનીની સ્વતંત્રતાની આલોચના પણ કરે છે, પણ જેનીને તેનાથી કોઈ ફર્ક નથી પડતો. તે ખુબ જ આરામથી ફરે છે.

ઘણા લોકોએ કહ્યું કે તેનાથી જેનીની સુરક્ષા અને રસ્તાઓ પર લોકોની સુરક્ષા માટે મોટી લાપરવાહી કહી શકાય છે. પણ, તેની પશુ ચિકિત્સક મરેન હિલીંગે જણાવ્યું કે જેની ખુબ જ આરામ અને સંતુષ્ટ લાગે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment