“દાડમ લચ્છી” આ ગરમીમાં દરરોજ બપોરે પીવો, સ્વાદ એવો આવશે કે….

26

ગરમીના મોસમમાં મન કરે છે બસ એવી વસ્તુઓનું સેવન કરે છે જેણે ખાઈને અથવા પીને ઠંડો અનુભવ થાય. આજ સુધી તમે મેંગો, બનાના અને સ્ટ્રોબેરી લસ્સી પીધી હશે, પણ આજે અમે તમને જણાવવા ઈચ્છીએ છીએ દાડમ લચ્છીની રેસીપી વિશે જે  તમારે દરેક સીઝને ટ્રાય કરવી જોઈએ. તમને સંભાળીને આશ્ચર્ય થતું હશે, પણ દાડમના દાણા અને દહીના કોમ્બીનેસનથી બનવાવાળી લચ્છીનો સ્વાદ જ કઈક અલગ હોય છે. આવો જાણીએ તેને બનાવાવની રીત..

સામગ્રી

દહીં 1 કટોરી, દાડમ 2, ખાંડ સ્વાદાનુસાર, ઈલાયચી પાવડર ½ ટેબલ સ્પૂન, બરફના ટુકડા 5,

દાડમ લચ્છી બનાવવાની રીત

દાડમની લચ્છી બનાવવા માટે દાડમના દાણાને કાઢીને તેને મિક્સરમાં નાખીને તેનું જ્યુસ બનાવી લો. આપણને એક ગ્લાસ જ્યુસની જરૂર પડશે.

હવે મિક્સરમાં દાડમનું જ્યુસ, દહીં, ખાંડ, ઈલાયચી પાવડર અને બરફને નાખીને પીસી લો.

તમારી લચ્છી બનીને તૈયાર છે. તેને ગ્લાસમાં કાઢીને ઉપરથી એક બરફનો ટુકડો નાખો.

તેમાં તમે દાડમ કે ચેરીના દાણા પણ નાખી શકો છો. હવે તમે ઠંડી ઠંડી લચ્છીની મજા લો.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment