આ ગરમીમાં મહેમાનોને સર્વ કરો “મસાલા કોલ્ડ ડ્રીંક”, બનાવવાની વિધિ છે ખુબ જ સહેલી, જુઓ અમારી આ રેસીપી…

13

ગરમીની ઋતુમાં બસ ઈચ્છા થાય થતી રહે છે કે કઈક ને કઈક ઠંડુ પીવાનું મળતું રહે. એવામાં મહેમાન આવી જાય તો એ વાતનું ટેન્શન કે શું સર્વ કરવામાં આવે. આજે અમે તમને એક એવી રેસિપી વિશે જણાવવા જઈ રહય છીએ જેણે પીધા બાદ તમારા મહેમાન પણ તમને પૂછશે કે કેવી રીતે આ કોલ્ડ ડ્રીંકને તૈયાર કર્યું. ગરમીમાં કોલ્ડ ડ્રીંક તો દરેક ઘરમાં હોય છે. દરેક વખતે કોલ્ડ ડ્રીંક સર્વ કરીને બોર થઇ ગયા છો તો કેમ કોલ્ડ ડ્રીંકની સાથે થોડું ટ્વીસ્ટ કરવામાં આવે.

મસાલા કોલ્ડ ડ્રીંક બનાવવાની સામગ્રી

કોક  2 ગ્લાસ, ચાની ભૂકી 1 ચમચી, ચાટ મસાલા  1 ચમચી, ફુદીનો  ½ કટોરી, લીંબુના સ્લાઈસ  2 , દળેલું જીરું  ¼ ચમચી, લીંબુ નો રસ ½ બરફના ટુકડાઓ 1 કટોરી, સેંધાલુ મીઠું  સ્વાદાનુસાર

માંસલ કોલ્ડ ડ્રીંક બનાવવાની વિધિ

મસાલા કોલ્ડ ડ્રીંક બનવવા માટે સૌથી પહેલ ફુદીનાની પાંદડીઓને બારીક પીસી લો. લીંબુના સ્લાઈસને નાના નાના આકારમાં કાપી લો.

હવે ગેસ પર વાસણમાં એક ગ્લાસ પાણી ગરમ કરો. જયારે પાણી ગરમ થઇ જાય ત્યારે ગૈસ બંધ કરીને તેમાં ચાની ભૂકી નાખો, પંદર મિનીટ રાખ્યા બાદ ચાની ભૂકીને ગાળી લો.

હવે તેમાં લીંબુ નો રસ, ચાટ મસાલા, જીરા પાવડર, થોડો એવો ફોદીનો, બરફના ટુકડા અને સ્વાદાનુસાર સેંધાલુ મીઠું નાખો અને તેને મિક્સરમાં મેળવીને થોડું એવું ઘુમાવી લો.

હવે બે ગ્લાસ લો અને તેમાં 1-2 લીંબુના ટુકડા, થોડીક ફુદીનાની પાંદડીઓ અને ચા વાળું પાણી નાખો.

તેમાં સ્વાદાનુસાર કોક ભેળવો. તેમાં લીંબુના ટુકડા, ફુદીનો અને બરફના ટુકડાઓ નાખીને સજાવો અને ઠંડુ ઠંડુ સર્વ કરો.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment