આ ગરમીમાં “લુ” થી બચવા માટે રોજ પીવો આ ઠંડા 5 જ્યુસ, જાણી આ માહિતી…

15

ગર્મીઓ માથે છે અને તમારે તમારી સંભાળ શરુ કરવી જોઈએ. આ ઋતુમાં સૌથી ખરાબ વસ્તુ છે ‘લુ’ જેના લપેટમાં જો કોઈ આવી જાય તો તેને ઠીક થવામાં ઘણો સમય લાગે છે. લુ લાગવાનું મુખ્ય કારણ ડીહાઈડ્રેશન છે. એટલા માટે અમે તમને કેટલાક એવા જ્યુસ જણાવવા જઈ રહ્યા છીએ જે તમારી આ ગરમી ઋતુમાં સુરક્ષા કરશે.

લુ થી પોતાને બચાવવા માટે સૌથી પહેલો સહારો ડુંગળીનું જ્યુસ હોય છે. આયુર્વેદમાં પણ જણાવવામાં આવ્યું છે કે લુ લાગવાથી બચાવવામાં ડુંગળી ખુબ જ મદદગાર સાબિત થાય છે. બસ તેને કાન, છાતી અને પગ પર સારી રીતે લગાવી લો. તમે ઈચ્છો તો રોજ એક ચમચી ડુંગળીના રસ થોડુ મધ લઈને તેમાં ભેળવીને પણ પી શકો છો.

પારંપરિક ચાઇનીઝ મેડીસીન અનુસાર, મગ દાળને લુ માટે ખુબ જ અસરકારક માનવામાં આવે છે. તમે તેને 1 અથવા 2 કપ પાણીમાં ઉબાળી લો અને જયારે પાણી અડધું રહી જાય તો ગૈસ બંધ કરી દો. ગરમીના દિવસોમાં રોજે આ દ્રીન્કને પીઓ.

લુ થી બચવા માટે આંબલી ખુબ જ ફાયદામંદ હોય છે. આંબલીનું જ્યુસ બનાવવા માટે આંબલીના થોડાક ટુકડા એક બે ગ્લાસ પાણીમાં ઉબાળી લો. તેમાં થોડી ખાંડ અથવા મધ નાખો અને થોડું એવું લીંબુ. હવે તેને પી લો. આંબલી ડીહાઈડ્રેશનના કારણે શરીરમાં થયેલી જરૂરી પોષક તત્વોની ઉણપને પૂરી કરે છે.

લસ્સી અથવા છાછ કેટલા ગુણકારી છે તે તો તમે જાણતા જ હશો. ગરમીઓમાં રોજ તેના સેવનથી પોતાને સ્ટ્રોક અથવા લુ લાગવાથી બચાવી શકશો.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment