આ ગામનો રીવાજ કઈક અલગ જ છે, અહિયાં પુરુષને કોઈ પણ 2 મહિલા સાથે લગ્ન કરવા જ પડે છે, જાણો આ પરંપરા વિષે…

44

આપણા દેશમાં પરંપરાઓનું બહુ જ મહત્વ હોઈ છે. બીજા રાજ્યો વાળા પોત પોતાની અલગ અલગ પરપરા રાખતા હોઈ છે. આજે અમે તમને રાજસ્થાનના “રામદૈયો” ગામની વાત કહીએ છીએ. આ ગામની એક એવી પરપરા છે અહિયાં પુરુષને 2 મહિલા સાથે લગ્ન કરવા પડે છે.

રાજસ્થાનના આ ગામ “રામદૈયો” માં બે બે પત્નીઓ સાથે લગ્ન કરવાનો રિવાજ છે. રિપોર્ટની જાણકારી મુજબ આ ગામની સંખ્યા માત્ર ૯૩૦ જેટલી છે. અહિયાં મોટાભાગના પુરુષોએ બે બે લગ્ન કર્યા છે અને બંને પત્નીઓ સાથે પણ રહે છે.

રાજસ્થાનના આ ગામના પુરુષોએ પોતાના આ બે બે લગ્ન વિશે જણાવ્યું કે તેઓ બીજા લગ્ન ત્યારે કરે છે જ્યારે તેની પહેલી પત્ની ગર્ભધારણ કરવામાં નાકામ રહે અથવા તો તે ખાલી દીકરીને જન્મ આપ્યો હોય એ સમયે. જો કે આ તેમની પરંપરા પહેલાથી જ ચાલતી આવી છે. હવે તેમની આ પરપરા નવી પેઢી મોંઘવારીના હિસાબે અપનાવી નથી રહી.

આટલું જ નહિ પરંતુ આ ગામમાં બીજા લગ્નની વાતને લઈને એક અંધવિશ્વાસ પણ બનેલો છે. એટલે બીજા લગ્ન કરવા પર બીજી પત્ની દીકરાને જન્મ આપે છે. આ ગામના વડીલોનું કહેવું છે કે આ ગામના જે પણ પુરુષોએ બે બે લગ્ન કર્યા છે તેમની પત્નીઓએ દીકરાઓને જન્મ આપ્યો છે. અને પછી લગ્ન પછી બંને પત્નીઓ એક જ ઘરમાં બંને સાથે જ રહે છે.

આ પરંપરા મુજબ બે બે લગ્ન કરવા પર શરત પણ રાખવામાં આવે છે. આટલું જ નહિ બંને પત્નીઓને એકસમાન અધિકાર પણ આપવામાં આવે છે. આ ગામની પરંપરા અનુસાર તેઓએ પોતાની બંને પત્નીઓને ખુશ રાખવાની હોય છે. આ ગામના વડીલોનો કહેવું છે કે ઘણા વર્ષોથી આ પરંપરા ચાલતી આવે છે અને આ બે બે લગ્ન કર્યા વાળા પુરુષોના ઘરમાં એકપણ વાર વિવાદ હજુ સુધી સામે નથી આવ્યો. આના સિવાય તેમના બાળકો પણ પોતાની બંને “માં” નું પૂરું ધ્યાન રાખે છે. અને બંને પત્નીઓ પણ એકબીજા સાથે ખુબ જ પ્રેમથી રહે છે.

રાજસ્થાનના આ રામ દૈયો ગામમા રહેતા એક ભાઈએ જણાવ્યું કે તેના બે ભાઈ છે અને તેના બંને ભાઈના બે બે લગ્ન થયા છે. તેમાંના એક ભાઈની પહેલી પત્ની એ માત્ર દીકરીને જ જન્મ આપ્યો જયારે બીજી વાર લગ્ન કર્યા તો તેની બીજી પત્નીએ એક દિકરાને જન્મ આપ્યો હતો.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment