આ ગામમાં ઘર ખરીદવા માટે કીમત નથી આપવી પડતી, પણ સામેથી દોઢ લાખ રૂપિયા મળે છે, જાણો રસપ્રદ માહિતી…

26

ઇટાલીના કૈન્ડેલા ગામના મેયરને એવો ડર છે કે ક્યાંક તેમનું ગામ ભૂતોનું ગામ ન બની જાય. આ કારણથી તેમણે એક અનોખી ઓફર જાહેર કરી છે જે પોતાના દેશ ઇટાલી પૂરતી જ નથી પણ વિશ્વના કોઇપણ દેશના લોકોને લાગુ પડે છે. આ અનોખી ઓફરની ઘોષણા કરતા તેમણે જાહેર કર્યું છે કે જો કોઇપણ દેશની વ્યક્તિ અહિયાં રહેવા માટે ઘર ખરીદવાની ઈચ્છા પ્રગટ કરશે તો તેમને મફતમાં ઘર આપવામાં આવશે તેમ જ સામેથી અમારા દેશ તરફથી તેને આશરે 2,000/- યુરો એટલે કે લગભગ 1,63,749.73 લાખ રૂપિયા પણ આપવામાં આવશે. જો કે આ ઓફર ખાસ કરીને યુવા વર્ગના પરિવાર માટે છે. આમ કરવા પાછળનું મેયરનું એક સચોટ કારણ એ છે કે આ ગામની આબાદી એટલે કે માનવ વસ્તી આ ગામને છોડીને ચાલ્યા જવાનું છે. કારણ કે આ ગામના યુવાન લોકો કામ ધંધાની તપાસ અર્થે તેમાં જ બીજા કારણોથી આજુ બાજુના ગામમાં કેશહેરોમાં ચાલ્યા ગયા છે. જેથી ગામમાં ફક્ત પ્રોઢ – વૃધ્ધ લોકો જ બાકી રહ્યા છે. જેમના અમુક લોકો તો મૃત્યુની નજીક પહોંચી ગયા છે અથવા તો ઈશ્વરને પ્યારા થઇ ગયા છે. જેથીઇટાલીના કૈન્ડેલા ગામના મેયરને એવો ડર છે કે ક્યાંક તેમનું ગામ અમુક દિવસ પછી બિલકુલ સુનકાર થઈને ભૂતોનું ગામ ન બની જાય. આ કારણથીજ કૈન્ડેલા ગામના મેયરે ઉપર જણાવેલી ઓફર જાહેર કરી છે.

સીએનએનના એક રીપોર્ટ મુજબઇટાલીનું આ કૈન્ડેલા ગામ ખુબજ સુંદર અને રળીયામણું ગામછે.જ્યાં વર્ષો પહેલા ખુબસુરત અને પારંપારિક કે પરંપરાગત શૈલીના મકાનો બનેલા છે. આ સાથે ગામમાં ખુબજ હરિયાળીપણ છે અને મોટા મોટા ખેતરો પણ છે.1990 ના વર્ષ સુધી આ ગામની વસ્તી લગભગ 8,000 જેટલી હતી.જે અત્યારે ઘટીને લગભગ 2,700 જેટલી થઇ ગઈ છે. આ વસ્તીના ઘટાડાને ધ્યાનમાં રાખીને મેયર નિકોલા ગટ્ટા ઇચ્છેછે કે આ ગામમાં યુવા પરિવાર આવીને રહે. શરૂઆતમાં આ સુવિધા ફક્ત ઇટાલીના રહેવાસીઓ માટે જ જાહેર કરવાનો વિચાર હતો પણ હાલતને જોઇને આખા વિશ્વ માટે લાગુ કરવામાં આવી.

મફતમાં ઘર અને જાહેર કરેલી રકમ મેળવવા માટે અહિયાં મકાન લેનાર વ્યક્તિઓએ કેટલીક શરતોનું પાલન કરવું ફરજીયાત છે. જેમાં સૌથી અગત્યની શરત એ છે કે ઘર ખરીદનારે અહિયાં આવીને રહેવું ફરજીયાત છે. ફક્ત હોલીડે હોમ બનાવવાથી બાકીના તમામ લાભ જતા રહે.બીજી, મકાન ખરીદનારે અહિયાં રહીને કામ કરવું પડશે. તેઓ ઈચ્છે તો અહિયાં અહિયાં રહીને બિજનેશ કરી શકે છે. બાર ખોલી શકે છે, દુકાન કે રેસ્ટોરન પણ ખોલી શકે છે. હાલમાંઆમાટેતેમને તમામ પ્રકારની મદદ આપવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે. ત્રીજી શરત એ છે કે પરિવારની આવક ઓછામાં ઓછી 7,500 યુરો પ્રતિવર્ષ હોવી જરૂરી છે.

જાણવા મળ્યા મુજબ આ બધી શરતોને માન્ય રાખીને અમુક લોકોએ આ ગામમાં ઘર લીધા છે.જ્યારે અમુક લોકોએ આ ગામમાં મકાન ખરીદવાની ઈચ્છા દર્શાવી છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment