આ એક છોકરા પર ફિદા થયો આખો દેશ, કર્યું એવું કામ કે રાષ્ટ્રપતિ પણ બોલાવવા થઇ ગયા મજબુર…

17

પેરિસમાં એક પ્રવાસીના રૂપમાં રહેવાવાળા પશ્ચિમી આફ્રીકી દેશ માલીના નાગરિક મમોઉદોઉ ગાસ્સામાની એક છોકરાની જિંદગી બચાવવાની આખા ફ્રાંસમાં વખાણ થઇ રહ્યા છે અને રાષ્ટ્રપતિ ઈમેનુએલ મેક્રોએ કહ્યું કે તેને ફ્રાન્સની નાગરિકતા આપવામાં આવશે.

હકીકતમાં, ગાસ્સામાએ પેરિસમાં એક છોકરાની જિંદગી બચાવવા માટે પોતાના જીવનની ચિંતા કર્યા વગર તે એક મિનિટથી પણ ઓછા સમયમાં ચાર માળની ઈમારત પર વગર કોઈ સુરક્ષા ચડતા ગયા અને છોકરાની જિંદગી બચાવી લીધી.

ત્યાર બાદ સોશ્યલ મીડિયા પર ગાસ્સામા નો વિડીયો વાયરલ થયો અને પેરિસમાં તેને એક હીરોના રૂપમાં જોવાય છે.ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેનુએલ મેક્રોએ રવિવારે 22 વર્ષના ગાસ્સામા ને તેના આ શાનદાર કામ માટે વ્યક્તિગત સ્તર પર આભાર માણવા માટે એલેસી પેલેસમાં બોલાવ્યા છે.

ત્યારે, પેરીસ શહેરની મેયર એન હિડાલ્ગોએ પણ ગાસ્સામાને ફોન કરીને તેના વખાણ કર્યા છે. એટલું જ નહિ, એન હિડાલ્ગોએ ગાસ્સામાને ‘સ્પાયડર મેન’ નું ઉપનામ આપ્યું છે. હિડાલ્ગોએ ટ્વીટ કરીને કહ્યું છે કે, “ગાસ્સામાએ મને બતાવ્યું કે થોડાક મહિના પહેલાજ પોતાની જિંદગીના સપના પુરા કરવા માટે માલીથી પેરીસ આવ્યા છે, અને મેં તેને કહ્યું કે તેને જે કામ કરીને દેખાડ્યું છે તે બધા નાગરિકો માટે એક મિશાલ છે અને પેરીસ સહેર તેના આ સપનોને પૂરું કરવામાં બધી રીતે મદદ કરશે.”

હું ચડતો ગયો કારણ કે…

પેરિસમાં શનિવારની સાંજે ગાસ્સામા એક રસ્તા પરથી થઈને ચાલી રહ્યા હતા કે ત્યારે તેને એક ઈમારતની સામે લોકોની ભીડ જોઈ. લે પારીસિયન અખબારે તેના હવાલે લખ્યું છે કે, “ મે આવું એટલા માટે કર્યું કારણ કે એક છોકરાની જિંદગી ખતરામાં હતી. હું ચડ્યો અને ભગવાનનો આભાર છે કે મેં તેને બચાવી લીધો.” પેરિસના દમકલકર્મીઓ એ કહ્યું કે જયારે તેની ટીમ ઘટના સ્થળ પર પહોચી ત્યા સુધીમાં છોકરાને બચાવવામાં આવી લીધી હતો. પેરિસના અખબારોએ સ્થાનીય અધિકારોના હવાલે લખ્યું છે કે ઘટના દરમિયાન છોકરાના માતા પિતા હાજર ન હતા અને પોલીસે છોકરાના પિતાને પુછપરછ કરી હતી.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર

Leave a comment