આ ડોક્ટર 49 બાળકોના પિતા બન્યો, હકીકત જાણીને થઇ જશો આશ્ચર્યચકિત…

10

નેધરલેન્ડમાં એક ડોક્ટર વિશે ખુબ જ આશ્ચર્ય થાય તેવી બાબત સામે આવી છે. જ્યારથી આઈવીએફ ટેકનીકની શોધ થઇ છે નિ:સંતાન દંપતીઓને પણ સંતાન સુખ પ્રાપ્ત થવા લાગ્યું છે. પરંતુ અહી કે ડોક્ટર દાન કરેલા સ્પર્મને પોતાના સ્પર્મ સાથે બદલી દેતો હતો. એનાથી પણ વધુ તે આઈવીએફ ટેકનીકથી લગભગ ૪૯ બાળકોનો પિતા બની ચુક્યો છે.

હકીકતમાં, આ આખી બાબતનો ખુલાસો ગયા શુક્રવારે કરવામાં આવેલા ડીએનએ તપાસ પરથી થયો. આ તપાસ ડચ કોર્ટના હુકમથી એક સામાજિક સંગઠન દ્વારા નિજમેગન શહેરમાં કરવામાં આવી. આ સંગઠન આ કલીનીકમાં જન્મતા બાળકો અને તેમના માતાપિતાનું નેતૃત્વ કરે છે.

પરંતુ, ડોક્ટર જન કરબાતનું ૨૦૧૭ માં મૃત્યુ થઇ ચુક્યું છે અને મૃત્યુ પહેલા ડોકટરે સ્વીકાર્યું હતું કે તે ૬૦ બાળકોનો પિતા બની ચુક્યો છે. તેનું કલીનીક પણ અનિયમિતતા અને અન્ય ગેરકાનૂની કામ કરવાના કારણે ૨૦૦૯ માં બંધ કરવામાં આવ્યું હતું. આ આખી બાબત આ વર્ષે ડચ કોર્ટ દ્વારા ધ્યાનમાં લીધા પછી સામે આવી. કોર્ટે માતાપિતાને બાળકોના ડીએનએ કરબાતના ડીએનએ ટેસ્ટ સાથે મેચ કરવાની મંજુરી આપી હતી.

પોતાના મૃત્યુ પહેલા ડોક્ટર કરબાત (૮૯) એ એક વિવાદિત નિવેદન પણ આપ્યું હતું. ડોકટરે કહ્યું હતું કે તે ૬૦ થી વધુ બાળકોનો પિતા બની ચુક્યો છે. ડચ મીડિયાની રીપોર્ટ મુજબ, કરબાતે પછીથી એ પણ સ્વીકાર્યું હતું કે તેણે ઘણા સ્પર્મ ડોનરના સ્પર્મને મિક્સ કરી દીધા હતા.

ડોક્ટરના પરિવાર પર કેસ કરવામાં આવ્યો હતો, ત્યારે તેમણે ડોક્ટરના ડીએનએ રીપોર્ટને શેયર કર્યા. કરબાતના બાળકોમાંથી એક એરિક લેવરે કહ્યું કે તે કરબાતની આ હરકતથી રૂઠેલો ન હતો. ડોકટરે તેમની માં સાથે દગાબાજી કરી હતી, એટલા માટે તેણે આ કેસ દાખલ કરાવ્યો. મારી માં એક બાળક ઇચ્છતી હતી અને તેમાં મારા પિતા સક્ષમ ન હતા.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment