આ ધાબા રેસ્ટોરન્ટનો અનોખો ચેલેન્જ, 50 મિનિટમાં ખાઓ 3 પરોઠા અને જીતો 1 લાખ

46

એક લાખ રૂપિયા અને આખી જિંદગી મફત જમવા માંગો છો તો હરિયાણાના રોહતક પહોંચી જાવ. અહિયાં એક ધાબા રેસ્ટોરન્ટે અનોખો ચેલેન્જ રાખ્યો છે.

આશ્ચર્યચકિત ન થાઓ, આ ચેલેન્જને બે લોકો પુરા કરી ચૂક્યા છે અને ઇનામ જીતી ચૂક્યા છે. રોહતકના દિલ્હી બાયપાસ પર આવેલ તપસ્યા પરાઠા હાઉસે એલાન કર્યું છે કે જો એમની ચેલેન્જને કોઈ પૂરી કરે તો એને એક લાખનું ઈન્સ્યોરન્સ, એક લાખ કેશ અને આખી જિંદગી ફ્રી જમવાનું આપવામાં આવે છે.

વાત એવી છે કે, ચેલેન્જને પૂરી કરવાનો પ્રયત્ન તો ઘણા લોકોએ કર્યો, પરંતુ અત્યાર સુધીમાં રોહતકના અશ્વિની અને મધ્યપ્રદેશથી મહારાજએ આ ચેલેન્જ પૂરી કરી આ ઇનામ હાંસલ કર્યું છે. રવિ કુમારે જણાવ્યું કે એ પણ ઘણી વખત પ્રયત્ન કરી ચૂક્યા છે, પરંતુ આ ચેલેન્જને પૂરી નથી કરી શક્યા.

તેમજ અમુક ગ્રાહકોનું કહેવું છે કે એમને ચેલેન્જની ખબર તો છે પરંતુ એ લોકો આ ચેલેન્જને પુરા કરવા સક્ષમ નથી. તપસ્યા પરોઠા હાઉસના માલિક મુકેશ ગહલાવતએ જણાવ્યું કે ધાબાનું નામ એમની દીકરીના નામથી એમણે તપસ્યા રાખ્યું છે. પરોઠું લગભગ ૨ ફૂટનું છે અને એનો વજન ૧૨૦૦ ગ્રામ છે.

મુકેશના જણાવ્યા મુજબ મધ્યપ્રદેશના મહારાજએ ૫૦ મિનિટમાં ૪ પરોઠા ખાધા છે અને રોહતકના અશ્વિનીએ ૪૦ મિનિટમાં ૩ પરોઠા ખાઈને ઇનામ જીત્યું છે. હવે એ એક વર્ષથી અશ્વિનીને ફ્રી જમવાનું ખવડાવી રહ્યા છે. હાલમાં એમના પછી કોઈએ આ ચેલેન્જને પૂરી નથી કરી.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment