આ દેશના લોકો છે એટલા શોખીન, કે જમવામાં પણ નાખે છે સોનું

28

પૂર્વના આપણા પડોસી દેશ મ્યાંમાર ક્યારેક બર્મા કહેવામાં આવતું હતું. પણ, પૂર્વ એશિયાના દેશોની વચ્ચે સ્વર્ણભૂમિ દ્વારા પ્રખ્યાત છે. તમે બર્મા અથવા મ્યાંમાર શહેરોની ઉપર નીકળતી આખા જમીનની ઉપર સોનેરી ચાદર પણ ઝીણી નજર આવે છે. સોનેરી સ્તુપો, મંદિર અને પગોડા જ નજર આવે છે. પછી તે ગામની વ્યસ્ત રસ્તાઓ હોય કે ગામના શાંત વિસ્તારો.

તમે આકાશમાંથી જમીન પર ઉતરો તો તમને ડગલે ને પગલે સોનાના બૌદ્ધ મંદિર નજર આવશે. સૌથી મોટા મંદિર ટો પહાડો પર સ્થિત છે. ત્યારે, નાના નાના મંદિર જુના ઝાડવા નીચે અથવા લોકોના ઘરની સામે બનાવેલા દેખાય છે. એમ કહીએ તો બધી બાજુ સોનું ને સોનું જ નજર આવે છે. હરાવદી નદી આ સ્વર્ણભૂમિના દિલથી ગુજરાતી છે. આના કિનારે જ અસલી બર્મા અને મ્યાંમાર છે.

પહાડો પર બનેલું વિશાળ બૌદ્ધ મંદિર, પાણી ભરેલા વાદળો, દુર દુર સુધી ફેલાયેલા જંગલ અને કિનારા પર સ્થિત નાના મોટા મકાન એવા લાગે છે માનો કોઈ કલાકારે કુચીથી એક કૃતિ રચી દીધી હોય. માંડલે બીઝનેસ ફોરમના જણાવ્યા અનુશાર માંડલેની આજુ બાજુની પહાડીઓ પર સાતસોથી વધારે સુવર્ણ મંદિર છે. તેને ઈરાવાદી નદીની લહેરો પર તરતા હોય તેમ જોય શકાય છે. બગાન નામના શહેરમાં આજુ બાજુ તો 2200થી વધારે મંદિરો અને પગોડાના ખંઢેર વિખરાયેલા છે.

11મી 13મી સદીની વચ્ચે પગાન સામ્રાજ્યના સમયમાં અહિયાં દસ હજારથી પણ વધારે મંદિરો હતા. આ દરમિયાન બૌદ્ધ ધર્મનો વિસ્તાર આ મ્યામાંરમાં થઇ રહ્યો હતો. હા પણ બોદ્ધ ધર્મએ બર્માની ધરતી પર બે હજાર વર્ષ પહેલા જ આવી ગયા હતા.

માંડલે ના પેશેવર ગાઈડ સીથુ હતુન કહે છે કે  બર્માની સંસ્કૃતિ માં સોનાની ખુબ જ અમુલ્ય છે. અહિયાં અત્યારે પણ પરંપરાગત રીતે સોનાને અલગ અલગ રૂપ રંગ રૂપથી ઢાળવામાં આવે છે.આ વાતનું ખાસ દયાન રાખવામાં આવે છે કે સોનું સંપૂર્ણ શુદ્ધ છે. 24 કેરેટ ગોલ્ડ છે.

વાંસની પાંદડાની વચ્ચે સોનાને રાખીને શો થી બસો પાંદડાઓ તૈયાર કરવામાં આવે છે. પછી તેને અઢી કિલોના હથોડાથી અંદાજે 6 કલાક સુધી પીટવામાં આવે છે. તેથી તે સાચો આકાર લઇ શકે. પછી તેને પાતળા નાના એક એક ઈંચના ટુકડાઓમાં કાપવામાં આવે છે. સોનાના આ પતાઓ મંદિરોમાં ચડાવવામાં આવે છે. સોનાનો ઉપયોગ પરંપરાગત દવાઓમાં પણ થાય છે.

એટલ્ય જ નહિ, અહિયાં સ્થાનીય શરાબમાં પણ આ પતાઓ નાખવામાં આવે છે. સ્થાનીય શરાબને વહાઈટ વિસ્કીના નામે ઓળખવામાં આવે છે. તેની બોટલોમાં સોનાના પતાઓ નાખીને હલાવવામાં આવે છે. પછી આ સોનાથી મેળવેલી શરાબને ગ્લાસમાં નાખીને લોકો આનો આનંદ માણે છે.

મ્યાંમારમાં સોનાને ખુબ જ પવિત્ર માનવામાં આવે છે. અહીયાની 90 ટકા આબાદી બોદ્ધ છે. બોદ્ધ ધર્મમાં સોનાને ખુબ જ મહત્વ માનવામાં આવે છે, કારણકે સોનાને સૂરજનું પ્રતિક માનવામાં આવે છે અને સુરજ જ્ઞાન અને બુદ્ધિની રજૂઆત કરે છે.

બર્માના લોકો મંદિરોને સોનાથી સજાવટ કરીને બુદ્ધને પોતાની શ્રદ્ધા અર્પિત કરે છે. સિથુ હતુન કહે છે કે ખાસ સમય પર બનવાવાળા ચાવલ અને સબ્જીમાં પણ સોનાના ટુકડા નાખવામાં આવે છે. છોકરીઓ સોનાનો શૃંગાર કરવ ઉપરાંત કેળા અને સોનાથી બનેલી ફેસ માસ્કથી ચહેરાને ચમકાવે છે.

માનવામાં એવું આવી રહ્યું છે કે સોનુ ત્વચાની અંદર જાય છે તો તેનાથી મુસ્કાન સારી રહે છે.મ્યામાંરમાં સોનું પણ ખુબ જ મળે છે. માંડલે શહેરની પાસે સોનાની ઘણી ખાઈઓ છે. તે ઉપરાંત ઈરાવદીઅને ચિંદવિન નદીઓના કિનારે પણ સોનું મળે છે. બાલુથી સોનાને અલગ કરવા માટે પારો ઉપયોગ થાય છે. પણ, આ પારાના કારણે માછલીઓ મરી જાય છે.

બાલુના અવેધ ખનનથી ઈરાવદી નદીને મોટા પ્રમાણમાં નુકશાન પહોચી રહ્યું છે. હા પણ સ્થાનીય સ્તર પર નદી, બાલુ અને જંગલોમાં સંરક્ષણનું કામ પણ થઇ રહ્યું છે. માંડલે શહેરના જુના ભાગમાં સુથારોની વસ્તી છે. ત્યાં ઘણા લોકો આખો દિવસ સોનાને કોતરવાનું કામ કરે છે. ભયંકર ગરમી અને ચોમાસામાં પણ તેઓનું કામ ઉભું રહેતું નથી. મોટાભાગે લોકો કેટલીક પેઢીઓથી આજ કામ કરી રહ્યા છે.

સોનાને કોતરવાનું કામ પુરુષો કરે છે અને સ્ત્રીઓ, તૈયાર પતાના ટુકડાઓને કાપવાનું કામ કરે છે. સોનાના એ ટુકડાને વાંસના કાગળમાં લપેટીને વેચવામાં આવે છે. લાકડીના ટુકડાઓ પર નકશીકામ કરવા માટે પણ સોનાનો ઉપયોગ થાય છે.

મ્યાંમારે સિયાસી અસ્થિરતાનો લાંબો સમય જોયો હતો. એટલા માટે અહિયાં સોનાને ચલણના રૂપમાં ઉપયોગ કરવામાં આવે છે. હાલમાં રોહિંગ્યા સંકટના કારણે એક વાર ફરીથી સોનાનું મહત્વ વધી ગયું છે. બર્માના લોકો બેંકમાં બચત ખાતાઓની જગ્યાએ સોના ખરીદવા માટે સલાહ આપે છે. નાનાથી નાના નગરમાં પણ સોનાની દુકાન મળી જાય છે.

1948 માં અંગ્રેજોથી આઝાદ થયા બાદ દેશની અર્થવ્યવસ્થા અસ્થિરતા અને બીજી દુનિયાથી અલગથી પસાર થઇ રહી છે. એટલા માટે આજે સોનામાં રોકાણ કરવું લોકો વધારે સુરક્ષિત માને છે. સેન્ય શાસન દરમિયાન મ્યમાંરનો સબંધ બાકી દુનિયાથી ખુબ જ ઓછો છે. હાલમાંજ આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો હટયા છે.

અહિયાં બૌદ્ધ ધર્મનો બોલબાલા છે. સવારના સમયે બૌદ્ધ ભિક્ષુ અને પાદરી ગલીઓમાં ફરતા દાનમાં ખાવાનું મળવાની ઉમ્મીદ કરે છે. દાન કરવાનું, ભારતની જેમ બર્મામાં પણ એક અગત્યની પરંપરા છે. લોકો અજાણ્યા વ્યક્તિને પણ ખવાનું ખવડાવામાં વિશ્વાસ કરે છે. ચા પાણી તો કરાવે જ છે. ખાવાનું પણ ખાઈને જવાની જીદ કરે છે. બર્માના લોકો ફક્ત દેવાનું જાણે છે. કઈ લેવાનું નહિ.

માંડલે શહેરમાં બર્માનું સૌથી પવિત્ર મંદિર મહામુની ખાતે સ્થિત છે. અહિયાં સવારે ચાર વાગ્યાથી જ ખુબ ભીડ લાગી જાય છે. અહિયા સોનેરી બુદ્ધ બિરાજમાન છે. લોકો સ્થ્નીય બજારમાંથી સોનાના પતર ખરીદીને ભગવાન બુદ્ધને અર્પિત કરે છે. સિથુ કહે છે કે, ‘ અમે ભગવાન બુદ્ધને વધારે માં વધારે સોનું અર્પણ કરવા માંગીએ છીએ. તેના ઘણા મંદિર અને પગોડા બનાવવા માંગીએ છીએ’ પછી તે મંદિરોને અમારી પવિત્ર જમીનમાં મળવાવાળા સોનાથી સજાવવા માંગીએ છીએ

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment