આ દેશમાં “ડબલ મિનીંગ” વાતોનું ભણાવવામાં આવે છે, મરચાનો અર્થ જાણીને તમે થઇ જશો “લાલ”…

23

દરેક દેશ અને સમાજમાં બે અર્થ થાય તેવી વાતોનું ચલણ હોય છે. ઘણી એવી વાતો આપના દેશમાં પણ ચાલે છે., જેના બે અર્થ થતા હોય છે. સામાન્ય રીતે એવી વાતો, જે બધા સામે ન કરી શકાય. જેમ કે સેક્સ માટે આપણા વિચારો, મોટાભાગે લોકો સેક્સ વિશે ઈશારામાં વાતો કરે છે.

સ્લેંગ એટલે કે અશ્લીલ શબ્દોનો ઉપયોગ કરવાથી બચે છે. એવા મોકા માટે દ્વ્રીઅર્થી શબ્દો કામમાં લેવામાં આવે છે. પણ, તમે આ જાણીને આશ્ચર્યચકિત થઇ જશો કે એવા દ્વ્રીઅર્થી સંવાદને એક દેશ પોતાની સાંસ્કૃતિક ધરોહરાની રીતે જોવે છે. આ દેશનું નામ છે મેક્સિકો. લેટીન અમેરિકા દેશ મેક્સિકોમા સ્પેનીશ ભાષા બોલવામાં આવે છે. આ દેશ સેકડો વર્ષ સુધી સ્પેનનો ગુલામ રહ્યો હતો.

મેક્સિકોની ઘણી વિશેષતા છે. પરંતુ બે અર્થવાળી વાતો માટે આ દેશ ઘણો પ્રખ્યાત છે. એમ તો મેક્સિકો ચીલી એટલે મરચા માટે પણ પ્રખ્યાત છે. એકથી એક તીખા મરચા અહિયાં ઉગાડવામાં આવે છે, મરચા બાબતમાં અહી ઘણી ભેળસેળ ચાલે છે.

આ લેખ લખનારી સુઝાના રીગ બ્રિટેનની રહેનારી છે. તે મેક્સિકોમાં રહેતા રહેતા સ્પેનીશ ભાષા સારી રીતે શીખી ગઈ છે. પરંતુ તેમને દ્વ્રીઅર્થી ભાષાની ભેળસેળ નથી આવડતી. એકવાર જયારે તે રેસ્ટોરેન્ટમાં ગઈ, તો વેટરે સુઝાનાને પૂછ્યું શું તમે મસાલેદાર ખાવાનુ પસંદ કરો છો? પરંતુ આ વાત પૂછવા માટે વેટરે સુઝાનાને ફેરવી ફેરવીને ઘણા પ્રશ્નો પૂછી નાખ્યા.

તે ક્યાં દેશની રહેવાસી છે. કઈ ભાષા બોલે છે. ઇંગ્લેન્ડમાં તે કયાની રહેવાસી છે. પછી છેલ્લે વેટરે પૂછ્યું કે શું તમે મસાલેદાર જમવાનું ખાવ છો?

તેનો જવાબ હા મળવા પર વેટર હસતા હસતા તેની પાસેથી જતો રહ્યો. સુઝાનાને ન સમજાયું કે ખરેખર શું વાત છે?

તેના પછી એક બીજી પણ વાત થઇ. સુઝાના પોતાના મિત્રો સાથે પાર્ટી કરવા ગઈ. વાત મેક્સિકોના ઓક્સાકાની છે. મિત્રોએ સુઝાનાને હસતા હસતા પૂછ્યું શું તેને મરચા પસંદ છે?

સુજાનાનો ભય

વેટર સાથે થયેલી વાતના અનુભવ પછી સુઝાના તરત બોલી ઉઠી. કહ્યું કે ‘હા મને મરચા પસંદ છે’ તેના પછી તેમણે મરચાના વખાણમાં ઘણું બીજું પણ કહ્યું અને જયારે તે મરચા પ્રત્યે પોતાના લગાવ વિશે વાત કરી રહી હતી, તો સુઝાનાના મિત્રો હસીને હસીને લોટ પોટ થઇ રહ્યા હતા.

સુઝાનાને ન સમજાયું કે તેમાં આટલી હસવાની શું વાત છે પરંતુ તેના મિત્રો તો હસી હસીને રડવાની સ્થિતિમાં પહોચી ગયા હતા. સુઝાનાએ હસતા હસતા પોતાની વાત પર ધ્યાન આપ્યું. વિચારવા લાગી કે ભૂલથી તેણે સ્પેનીશમાં કઈ આડુંઅવળું તો નથી કહી દીધું ને. તેમને પોતાની વાતમાં એવું કઈ પણ ન લાગ્યું.

તે દરમિયાન, તેમના એક મેક્સિકન મિત્રએ હસવાનું બંધ કરતા પૂછ્યું કે, ‘ શું તને ખરેખર મેક્સિકો ખુબ જ પસંદ છે? તેના પછી ફરીથી લોકો જોર જોરથી હસવા લાગ્યા. અચાનક સુઝાનાને વિચાર આવ્યો કે તેમણે મરચા શબ્દનો ઉપયોગ કર્યો હતો અને તેનો બીજો અર્થ પણ થઇ શકે છે. તે શરમાય ગઈ. જયારે મિત્રો હસી રહ્યા હતા.

શબ્દોની ચપળતા

હકીકતમાં સુઝાના મેક્સિકોની સંસ્કૃતિના એક ખાસ ચલણ ‘એલ્બર’ ની શિકાર થઇ ગઈ હતી. એલ્બર મેક્સિકોમાં વાત કરવાની એ રીત છે, જેમાં કોઈ પણ વાક્યના દ્વ્રીઅર્થ થતા હોય છે. શબ્દોની આ ચપળતા મેક્સિકોમાં ખુબ ચાલે છે.

ભારતની જેમ મેક્સિકોમાં પણ સેક્સ બાબતે લોકો ખુલીને વાત કરતા અચકાય છે. એવામાં તે એલ્બર એટલે કે દ્વ્રીઅર્થી વાક્યોનો સહારો લે છે. આ વાત સુઝાનાને સમજાવી મોરેલોસ યુનીવર્સીટીની ભાષાની પ્રોફેસર ડોક્ટર લુસિલ હેરાસ્તીએ. ડોક્ટર હેરાસ્તીએ કહ્યું કે સેક્સ સાથે જોડાયેલી વાત માટે દ્વ્રીઅર્થી વાળા શબ્દો મેક્સિકોમાં ખુબ જ વપરાય છે. તેમણે સમજાવ્યું કે મરચાનો અર્થ લિંગ પણ થાય છે.

ત્યારે સુઝાનાને પોતાના મિત્રો સાથે થયેલી વાતચીત અને તેમના હસવાનું કારણ સમજાયું. હવે જે પણ મેક્સિકોમાં એલ્બરના ચલણથી પરિચિત ન હોય તે મરચાના વખાણ કરવામાં કોઈ કસર નહી છોડે અને પોતાનો મરચા સાથે લગાવની પણ વાત કર્યા કરશે. ત્યારેજ બે અર્થ કાઢનારા મરચા સાથે કોઈના પણ લગાવને બીજો જ અર્થ કાઢીને હસશે.

મેક્સિકન કળા

એમ તો દરેક દેશમાં દ્વ્રીઅર્થી શબ્દો ખુબ ચાલે છે. કોઈં વસ્તુનો બે અર્થ કાઢવામાં આવે છે. સેક્સની વાતો આવા જ શબ્દોનો પ્રયોગ કરીને કહેવામાં આવે છે. પરંતુ મેક્સિકોએ ખરેખર આને પોતાની સંસ્કૃતિની ઓળખાળ અને અતુટ ભાગ બનાવી લીધો છે. લોકો તેની મદદથી ઈશારામાં ગાળો પણ આપી દે છે અને મજાથી વાતો પણ કરી લે છે.

ઓક્સાકા મેક્સિકોની ગાળોવાળી ભાષાની ટ્રેનીગ દેવાવાળા ગ્રેગોરીયા ડેસ્ગારેનેસ કહે છે કે કોઈ પણ પોતાની માતૃભાષા સીવાય બીજી ભાષાના સ્લેંગ શીખવામાં તકલીફ થાય છે. એવામાં મેક્સિકન એલ્બ્રર્સને સમજવું વધુ અઘરું થઇ જાય છે. ઘણીવાર તો એ એટલી ઊંડા વિચારોવાડી વાતો કરે છે કે પોતે મેક્સિકન લોકો પણ તેનો અર્થ સમજી શકતા નથી.

કેવી રીતે શરુ થયું આ દ્વ્રીઅર્થી શબ્દોનું ચલણ

એલ્બરની શરૂઆત ક્યારે થઇ. આ ચલણ મેક્સિકોમાં ક્યાથી આવ્યું, કહેવું મુશ્કેલ છે. ડોક્ટર હેરાસ્તી કહે છે કે આ દ્વ્રીઅર્થી શબ્દો મધ્ય મેક્સિકોના ખાણમાં કામ કરનાર લોકોએ સૌથી પહેલા બોલવાનું શરુ કર્યું હતું. કલાકો સુધી ખાણમાં કામ કરતા લોકો કંટાળીને પોતાના મનોરંજન માટે આ બોલી ચાલુ કરી દેતા હતા.

ત્યારેજ, મેક્સિકોના અમુક ભાષાવિદોનું માનવું છે કે તેની શરૂઆત મેક્સિકોના મૂળ નિવાસીઓએ સ્પેનના કબજામાં હતા ત્યારે કરી હતી. આ રીતે દ્વ્રીઅર્થી શબ્દોથી તે સ્પેનીશ સામ્રાજ્યના નિજામને છેતરતા હતા. કેમ કે મેક્સિકોના મૂળ નિવાસીઓ પર પણ સ્પેનીશ ભાષા લાદવામાં આવી હતી. તેથી તેઓએ શાહી મકાનમાં એકબીજા સાથે વાત કરવા માટે આ પદ્ધતિ અપનાવી હતી.

ગ્રેગોરીયો ડેસ્ગારેનેસ કહે છે કે હકીકતમાં એલ્બર, સમાજના નીચલા વર્ગના લોકોને ઉચા વર્ગના લોકોનો પડકાર છે.  તે જણાવે છે કે અમે સમાજના નીચલા વર્ગથી છીએ. પરંતુ અમારો પણ એટલો જ હક બને છે. ત્યારેજ, જો બે એલ્બર બોલનારા લોકો મળે છે, તો બહુજ ઝડપથી તેમનામાં અંગત ભાવના ફેલાઈ જાય છે. કેમ કે તે સમાજના એક જ વર્ગ સાથે સબંધ ધરાવનારા હોય છે.

દ્વ્રીઅર્થી શબ્દોની લડાઈ

આજે મેક્સિકોમાં દ્વ્રીઅર્થી શબ્દોનું એટલું ચલણ વધી ગયું છે કે તેની ખરેખર લડાઈ થાય છે. તેમાં દરેક વર્ષે ‘એલ્બ્યુંરેરોસ’ એટલે દ્વ્રીઅર્થી શબ્દોના માસ્ટર પસંદ કરવામાં આવે છે.વર્ષો સુધી એના પર પુરુષોનું રાજ રહ્યું હતું. પરંતુ ૨૦ વર્ષ પહેલા લોર્ડ્સ રુઈજ નામની મહિલાએ પહેલીવાર આ પુરસ્કારને જીત્યું. તેના પછીથી આજ સુધી તેમની પાસેથી આ તાજ કોઈં છીનવી શક્યું નથી.

આજ તો લોર્ડ્સ રુઈજ મેક્સિકોની રાજધાની મેક્સિકો સિટીમાં એલ્બર શીખવા માટેની કોચિંગ આપે છે. તેમને ક્વીન ઓફ એલ્બરનું પુરસ્કાર મળી ચુક્યું છે. મેક્સિકોમાં એલ્બર બોલવાવાળાને ડીપ્લોમાં પણ આપવામાં આવે છે. આંજે રુઈજની સાથે બીજી પણ છોકરીઓ, બીજાને એલ્બર બોલતા શીખવાડી રહી છે. તેમની નજરમાં આ એક મગજનો ખેલ છે. જાણકાર કહે છે કે મેક્સિકોના કામ કાજના તબક્કા માટે આજે એલ્બર સશક્તિકરણનું  સાધન બની ગયું છે.

દેશની ઓળખાળ

મેક્સિકોના અમુક લોકો એલ્બરને કાવ્યની રીતે જોવે છે. ત્યારેજ ઘણા માટે અશ્લીલ અને ખરાબ છે. ૨૦૧૪ થી ૨૦૧૬ ની વચ્ચે આ અફવા ફેલાઈ ગઈ કે યુનેસ્કોએ તેને સાંસ્કૃતિક વિરાસતનો દરજ્જો આપ્યો છે. તેમ છતાં આ અફવા ખોટી સાબિત થઇ. પરંતુ એનાથી મેક્સિકોમાં એલ્બરને લઈને નવો વિવાદ શરુ થઇ ગયો.

એક સર્વે મુજબ માત્ર ૨૧ ટકા મેક્સિકન આ માને છે કે એલ્બર તેમના દેશની ઓળખાળ છે. હવે મેક્સિકોના લોકો એના પર વિવાદ કરી રહ્યા છે કે આખરે એલ્બરને તે કયો દરજ્જો આપવા માંગે છે. પરંતુ સામાન્ય વિદેશી નાગરિક માટે મેક્સિકોનું આ ચલણ ચોકાવી દે તેવું પણ છે. અને જો તમે એલ્બર બોલતા શીખી ગયા તો આ રમુજ કરાવે તેવું પણ છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment