આ દેશમાં 4 કે તેથી વધુ બાળકોને જન્મ આપવા પર આજીવન ટેક્સ ભરવા માંથી મુક્તિ મળે છે, જાણો વધુ માહિતી…

17

દરેક દેશ તેમની પ્રજાનીસુખાકારી માટે કે દેશના હિતકે સુરક્ષા માટે અવનવા સૂચનો જાહેર કરતી રહે છે. તેમાં હંગેરીના પ્રધાનમંત્રીએ એક સૂચન જાહેર કર્યું છે કે 4 કે તેથી વધુ બાળકોને જન્મ આપવા પર તેમને આજીવન ટેક્સ ભરવામાંથી મુક્તિ આપવામાં આવશે. હંગેરી દેશમાં વસ્તીની આબાદી બાબતે મોટું સંકટ રહેલું છે. ના, વસ્તી વધારા બાબતે નહિ પણ અતિશય ઓછી જન સંખ્યાની બાબતે મોટું સંકટ ઉભું થયુ છે. આવા સમયે તે દેશના પ્રધાનમંત્રીશ્રી વિક્ટર ઓર્બને પોતાના દેશની વસ્તી વધારવા માટે એક અનોખું સાત સુત્રીય ફેમીલી પ્રોટેક્શન એક્શન પ્લાનની ઘોષણા કરી છે. આ યોજના અંતર્ગત 4 કે તેથી વધુ બાળકોને જન્મ આપનાર હંગેરીની મહિલાઓને આજીવન ટેક્સ ભરવામાંથી મુક્તિ આપવામાં આવશે. આ સાથે દેશના લોકોને લગ્ન કરવા માટે અને પરિવાર વધારવા માટે ખાસ પ્રકારના કાર્યક્રમો દ્વારા પ્રોત્સાહિત કરવાની સાથે પ્રલોભનો પણ આપવામાં આવે છે.

વસ્તીની ઘટતી આબાદી બાબતે હંગેરી દેશના પ્રધાનમંત્રીશ્રી વિક્ટર ઓર્બનનું માનવું છે કે જો દેશને પ્રવાસીઓ પર નિર્ભર રહેવાના ખતરાથી બચાવવો હોય અને દેશની ભવિષ્ય સુરક્ષિત રાખવું હોય અને દેશની અસુરક્ષાનો ભય દુર કરવો હોય તો તેનો એક માત્ર ઉપાય દેશની વસ્તી વધારવાનો છે. પ્રધાનમંત્રીશ્રી વિક્ટર ઓર્બનને દક્ષીણપંથી રાષ્ટ્રવાદી અને દેશમાં મુસ્લિમ પ્રવાસીઓના વિરોધી માનવામાં આવે છે. વોશિંગટન પોસ્ટના જણાવ્યા મુજબ હંગેરી દેશની આબાદી એટલે કે માનવ વસ્તી દર વર્ષે 32,000 ના દરથી ઘટી રહી છે. એમ કહેવામાં આવે છે કે યુરોપિયન યુનિયન દેશોની સરખામણીએ હંગેરીમાં મહિલાઓને ખુબજ ઓછા બાળકો છે. આ કારણથી આવી યોજનાઓ થકી એમ કહેવામાં આવે છે કે આવા દંપતીઓને 36,000 ડોલર સુધીની લોન કોઇપણ પ્રકારના વ્યાજ વગર આપવામાં આવશે. આ ઉપરાંત આવ પરિવાર માટે સેવન સિટર કાર ખરીદવા માટે ખાસ પ્રકારની અલગથી સબસીડી પણ આપવામાં આવશે.

હંગેરી દેશના પ્રધાનમંત્રીશ્રી વિક્ટર ઓર્બને જાહેર કરેલ તમામ પ્રકારના લાભ મળવાનો આ કાર્યક્રમ પહેલેથી જ શરૂ થઇ જશે જ્યાં એક્શન પ્લાનમાં બે બાળકોના પરિવારને પણ ઘર ખરીદવા માટે લોન અને 40 વર્ષથી ઓછી ઉમરની મહિલાઓને લગ્ન પછી લોનની સવલતો આપવામાં આવશે.ઘરની બહાર અન્ય ક્ષેત્રમાં કામ કરતી મહિલાઓ માટે બાળકોની જવાબદારીની ચિંતામાંથી મુક્તિ મળે તે માટે બાળકોને સાચવવા 21,000 ક્રૈચખોલવાની જાહેરાત કરવામાં આવી છે. હંગેરીના પ્રધાનમંત્રીશ્રી ઈચ્છે છે કે તે દેશની વસ્તી વધારવા માટે વિદેશી પ્રવાસીઓ પર નહિ પણ હંગેરિયન દેશ બાળકોની આબાદી અને સુરક્ષામાં વધારે ધ્યાન આપે. ખુદવડાપ્રધાનશ્રીને પાંચ બાળકો છે.

હંગેરીના વડાપ્રધાનશ્રીની ચિંતા વ્યાજબી છે. કારણ કે દેશમાં મહિલાઓનો સરેરાસ પ્રજનન દર ફક્ત 1.45 છે. જે સરેરાસ 1.58 કરતા પણ ઓછો છે. જો કે આ સમસ્યા સામે જઝુમી રહેલ દેશોમાં ફક્ત હંગેરી એકલો દેશ નથી. પણ તેનો પાડોશી દેશ સર્બિયા પણ ખુબજ જડપથી ઘટતી માનવ વસ્તીનો આબાદ શિકાર બન્યો છે. સર્બિયા દેશની વસ્તી 7 લાખ અને સરેરાસ ઉમર 43 વર્ષની છે. આ દેશે પણ માર્ચ મહિનામાં પ્રથમ બાળકને જન્મ આપનાર માતાને 956 ડોલરની રોકડ આપવાની, બીજા બાળકના જન્મ સમયે 96 ડોલરની, ત્રીજા બાળકના કે તે પછીના બાળકોના જન્મ પર પણ અમુક ડોલર આપવાની જાહેરાત કરવામાં આવી છે. આમ જુઓ તો યુરોપમાં સૌથી ઓછો પ્રજનન દર ઇટાલીનો છે. આ દેશમાં પણ વસ્તી વધારવાના પ્રયત્નો માટે મહિલાઓને દરેક બાળકના જન્મ પર 90 ડોલર આપવામાં આવે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment