આ દેશમાં સોમવારે છોકરાઓને મળે છે ખાસ છૂટ, મનપસંદ છોકરી સાથે કરી શકે છે આ કામ

38

સોમવારનો દિવસ ઘણો દુખદાયક હોય છે. રવિવારના આળસ ભરેલા દિવસ પછી સ્કુલે જનારા બાળકોથી માંડીને ઓફીસ અને દુકાને જવાવાળા લોકો સુધી કદાચ જ કોઈ આ દિવસને પસંદ કરતા હશે. ખાસ તો સોમવારની સવાર ઘણી પીડાદાયક હોય છે, ખબર જ નથી પડતી કે રવિવારની રાત કેમ પસાર થઈ ગઈ. પરંતુ દુનિયામાં ઘણી જગ્યા એવી પણ છે જ્યાં સોમવાર કોઈ ઉત્સવથી ઓછો નથી હોતો. ત્યાં સોમવારે છોકરાઓને ખાસ છૂટ આપવામાં આવે છે.

વાત થઈ રહી છે મધ્ય યુરોપિયન દેશોની. પોલેન્ડ, ચેક ગણરાજ્ય અને પૂર્વીય યુરોપના દેશ યુક્રેનમાં એક ખાસ સોમવારે છૂટ આપવામાં આવે છે.  આ દિવસે છોકરાઓ પોતાની પસંદગીની છોકરીને માથાથી લઈને પગ સુધી પલાળી શકે છે. તેની પાછળનું કારણ ઘણું દિલચસ્પ છે.

આ દેશમાં ઈસાઈ ધર્મ અપનાવ્યા પછી વેટ મંડે(ગીલા સોમવાર પર્વ) મનાવવાનું શરૂ થઈ ગયું છે. ઈસ્ટરના સોમવારના દિવસે ત્યાં લોકો એકબીજા પર પાણી ઉડાડે છે. એવું કહેવામાં આવે છે કે આવી રીતે એકબીજા પર પાણી ઉડાડવાથી પાપ ધોવાઇ જાય છે. પરંતુ એક ખાસ કારણ છે જેના કારણે છોકરાઓને આ છૂટ આપવામાં આવે છે.

હકીકતમાં મૂળ પરંપરા એ છે કે જો ગામ અથવા એરિયાની સૌથી સુંદર છોકરીને કોઈ છોકરો પાણીથી પલાળે અને તે છોકરી તેનો વિરોધ કરતી નથી તો તમારા પાપ નાશ પામે છે. પરંતુ સમયની સાથે પરંપરામાં પણ બદલાવ આવી ગયો છે. હવે છોકરાઓ કોઈ પણ છોકરીને પાણીથી પલાળી દે છે. ઘણીવાર તો હાથપાઈમાં ડોલ પણ પડી જાય છે અને કારના કાચ પણ તૂટી જાય છે. એવું નથી કે માત્ર છોકરાઓને જ આ તક મળે છે, છોકરીઓને પણ પાપ ધોવાનો અવસર આપવામાં આવે છે. પરંતુ તેના માટે અલગ દિવસ નક્કી કરેલ છે.

ઈસ્ટરમાં મંગળવારનો દિવસ છોકરીઓ માટે નક્કી કરેલ છે. તે ઈચ્છે તો છોકરાઓને પલાળીને પાપોથી મુક્તિ મેળવી શકે છે. પરંતુ સામાન્ય રીતે આવું થતું નથી. સોમવારના દિવસે જ છોકરા અને છોકરીઓ એકબીજાને પાણી ઉડાડીને આ તહેવાર ઉજવે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment