આ દેશમાં પહેલી વખત કોઈ મહિલાએ એક સાથે આપ્યો 6 બાળકોને જન્મ, અભિનંદન પાઠવવા આવ્યા રાષ્ટ્રપતિ….

13

જુડવા બાળકોના જન્મ વિશે તો તમે બહુ સાંભળ્યું હશે અને જોયું પણ હશે, પરંતુ જરાક વિચારો કે એક સાથે જો છ સાત બાળકો જન્મ લઇ લે તો. આ સાંભળવામાં કોઈ ચમત્કારથી ઓછું લાગતું નથી. એવું જ એક ચમત્કાર પોલેન્ડમાં થયો છે.

હકીકતમાં, પોલેન્ડની એક મહિલાએ એક સાથે છ જુડવા બાળકોને જન્મ આપ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે આ દેશમાં એવું પહેલી વખત થયું છે. આ  બાળકોનો જન્મ ઉત્તરી પોલેન્ડના એક હોસ્પિટલમાં થયો છે. આ છ બાળકોમાં ચાર છોકરીઓ અને બે છોકરા છે.

ક્રાકોવમાં આવેલ યૂનિવર્સિટી હોસ્પિટલની પ્રવક્તા મારિયા વ્લોદકોવ્સકાએ જણાવ્યું કે આ બાળકોનો જન્મ ગર્ભના ૨૯મા અઠવાડિયામાં થયો છે. સાથે જ એમણે આ પણ જણાવ્યું કે બધા બાળકોનો વજન ૮૯૦ ગ્રામથી ૧.૩ કિલો વચ્ચે છે.

હોસ્પિટલના પ્રવક્તા અનુસાર, બાળકો બિલકુલ સ્વસ્થ છે, પરંતુ આગળના વિકાસ માટે એમણે ઈક્યૂબેટરમાં રાખવામાં આવ્યા છે. મારિયા વ્લોદકોવ્સકાએ જણાવ્યું કે પહેલા આશા કરવામાં આવી રહી હતી કે પાંચ બાળકોનો જન્મ થવાનો છે, જો કે છ બાળકો જન્મ્યા.

હોસ્પિટલના નિયોનૈટોલોજી વિભાગના પ્રમુખ પ્રોફેસર રિસજાર્ડ લૌટરબાખએ જણાવ્યું કે પોલેન્ડમાં એવું પહેલી વખત થયું છે કે એક સાથે છ જુડવા બાળકોનો જન્મ થયો છે. પોલેન્ડના રાષ્ટ્રપતિ આંદ્રજેજ દૂદાએ પોતાના અધિકારિક ટ્વીટર એકાઉન્ટ પર બાળકોના માતા પિતા અને ડોકટરોને અભિનંદન આપ્યા છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment