આ છોકરીને પેટ નથી, છતાં પણ હટીને જમે છે, જાણો શું છે હકીકત ???

23

એક છોકરી જેને પોતાનું પેટ નથી, તે મન લગાડીને ખાવાનું બનાવે છે. પોતાના માટે નહી, બીજા માટે. તેમનો ઈંસ્ટાગ્રામ ફીડ જોશો તો ખાવા શિવાય બીજું કઈ પણ દેખાશે નહી. ખાવાનું પણ એવું કે જોઇને મન લલચાઈ જાય. ખાવાની આટલી શોખીન છોકરી પોતે જે ઈચ્છે તે ખાય શકતી નથી. તેના એક એક કોળિયા પર ડોક્ટરની નજર રહે છે. આ બધું હોવા છતાં તે રાત દિવસ ખાય છે અને પ્રેમથી બધાને ખવડાવે છે. તે કોઈ પ્રખ્યાત રેસ્ટોરેન્ટમાં સલાહકારનું કામ કરે છે અને ખાવાની સ્મેલ વચ્ચે પોતાની જિંદગી પસાર કરે  છે.

આ છોકરી છે નતાશા દીદ્દી જે પુણેમાં રહે છે. નતાશા પોતાને ‘દ ગટલેસ ફૂડી’ કહે છે. એટલે કે ખાવાપીવાના શોખીન એવી વ્યક્તિ જેનું પેટ નથી.

પેટ કાઢી નાખવાની સ્ટોરી

વાત વર્ષ ૨૦૧૦ નું છે જયારે નતાશાએ પોતાના જમણા ખંભામાં એક વાગતું હોય એવું અનુભવ્યું. જેમ તે કઈક ખાય, પીડા વધતી જતી. કેમ કે દુખાવો ખંભામાં હતો, તે ઓર્થોપેડીશિયન પાસે ગઈ. એક્સ રે અને બીજા ઘણા ટેસ્ટ પછી તેમના ખંભાની બે વાર સર્જરી થઇ અને તેમને છ મહિના ખુબ જ વર્કઆઉટ કરવાનું કહેવામાં આવ્યું. તેમ છતાં, નતાશાની સ્થિતિમાં થોડો પણ સુધારો ન થયો.

તે દુખાવાથી પીડાતી અને પેનકીલર ખાતી રહી. તેની સ્થિતિ સુધરવાને બદલે વધુ બગડતી ગઈ. ૮૮ કિલોની નતાશાનો વજન ઘટીને ૩૮ કિલો થઇ ગયો છે. ન કોઈ દવા કામ આવી રહી હતી કે ન કોઈ ફીજીયોથેરાપી અને ન તો કોઈ અલ્ટ્રાસાઉન્ડ અને સોનોગ્રાફી જેવા મેડીકલ ટેસ્ટ.

આખરે યોગ્ય ડોક્ટરની મુલાકાત

બધી જ મુશ્કેલીઓ અને નિરાશા પછી આખરે નતાશા સાચી જગ્યા અને યોગ્ય વ્યક્તિ પાસે પહોચી. તે જગ્યા હતી પુણેની કેઈએમ હોસ્પિટલ અને તે વ્યક્તિ ડોક્ટર એસએસ ભાલેરાવ. ડોક્ટર ભાલેરાવની અને નતાશાની મુલાકાતની સ્ટોરી ખુબ જ દિલચસ્પ છે. તેમણે જણાવ્યું, “હું હોસ્પિટલના બેડ પર પોતાના પગ વાળીને બેઠી હતી., કેમ કે આ રીતે બેસવાથી દુખાવો થોડો ઓછો થતો હતો. તે જ સમયે મારા રૂમમાં એક અજાણ્યો વ્યક્તિ આવ્યો અને મને જોવા લાગ્યો. ત્યારેજ મારા પપ્પાએ મને જણાવ્યું કે તે મારા ડોક્ટર છે.”

નતાશા આગળ જણાવે છે, “ડોક્ટર ભાલેરાવે મને જોયા પછી થોડીવારમાં જ જણાવી દીધું કે મારા પેટમાં અલ્સર છે જેનાથી લોહી નીકળી રહ્યું છે અને આજ મારા દુખાવાનું કારણ છે.” તેના પછી લૈપ્રોસ્કોપી ટેસ્ટ થયો અને અલ્સરવાળી વાત સાબિત થઇ ગઈ. લૈપ્રોસ્કોપી એ ટેસ્ટ છે કે જેમાં ફાઈબર અને ઓપ્ટિકની એક નળીથી પેટની અંદર થઇ રહેલી ગડબડને જોય શકાય છે.

દુખાવો ખંભામાં, તકલીફ પેટમાં!

ડોકટર ભાલેરાવે મીડિયાને જણાવ્યું, “નતાશાના પેટમાં બે અલ્સર હતા અને તેનાથી બ્લીડીંગ શરુ થઇ ચુક્યું હતું. તે એટલી પેનકીલર લઇ ચુકી હતી કે તેના પેટે કામ કરવાનું બંધ કરી દીધું. પેનકીલર્સ આપના શરીરને નુકસાન પહોચાડે છે, ખાસ કરીને ઈંટેસ્ટાઈંને.” પરંતુ જો અલ્સર પેટમાં હતું તો દુખાવો ખંભામાં શા માટે થતો હતો?

તેના જવાબમાં ડોક્ટર ભાલેરાવ જણાવે છે, “અલ્સર નતાશાના પેટના એ ભાગમાં હતું જે ડાયફ્રામથી જોડાયેલું હતું. ડાયફ્રામ અને ખંભાની એક નસ જોડાયેલી હોય છે એટલા માટે પેટનો આ દુખાવો ખંભા સુધી પહોચતો હતો. મેડીકલ સાયન્સની ભાષામાં તેને ‘રેફર્ડ પેન’ કહે છે.

નવ કલાક સુધી ચાલ્યું ઓપરેશન

કેમ કે પેનકીલર્સ અને અલ્સરે મળીને નતાશાના પેટને ખરાબ કરી નાખ્યું હતું, એટલા માટે સર્જરી કરીને તેને કાઢી નાખવું એજ જ વિકલ્પ વધ્યો હતો. આ ઓપરેશનને’ટોટલ ગૈસ્ટ્રેક્ટોમી કહે છે.નતાશાએ જણાવ્યું, “આ નિર્ણય ઝડપી લેવામાં આવ્યો હતો. હું ઓપરેશન થીયેટરમાં બેભાનની સ્થિતિમાં હતી જયારે ડોક્ટર ભાલેરાવે લૈપ્રોસ્કોપી દ્વારા મારા પેટની સ્થિતિ જોય. તેમણે મારા મમ્મી પપ્પા અને મારા પતિને આ જણાવ્યું.”

નતાશાના પરિવારને કહેવામાં આવ્યું હતું કે ઘણું મોટું ઓપરેશન છે અને તે દરમિયાન તેમનું મૃત્યુ પણ થઇ શકે છે. પરિવાર પાસે ચાન્સ લેવા સિવાય બીજો કોઈ રસ્તો ન હતો. આખરે નવ કલાક પછી નતાશાનું પેટ નાખી દેવામાં આવ્યું.

પેટ કાઢી નાખવાની વાત સાંભળતા નતાશાનું શું રીએક્શન હતું?

તેના જવાબમાં તે કહે છે, “મને આ ઓપેરશનના લગભગ એક અઠવાડિયા પછી તેના વિશે જણાવામાં આવ્યું. મારા પરિવારને સમજાતું ન હતું કે તે લોકો મને કઈ રીતે આ વાત જણાવે. જેનું જીવન જ ખાવાની આજુબાજુ પસાર થતું હોય તેને કોઈ કઈ રીતે આ જણાવી શકે તેનું પેટ જ નથી?” પરંતુ ખબર તો પડવાની જ હતી અને ખબર પડી.

ખબર એ રીતે પડી કે નતાશા હોસ્પિટલમાં બેડ પર બેઠી હતી અને કઈક ખાવા જઈ રહી તો તેની માં એ તેની રોકી દીધી. તેમણે કહ્યું, “તુ આવી રીતે નથી ખાય શકતી. ડોકટરને બતાવવું પડશે. હવે તારું પેટ નથી..”

પેટ નથી!!!

નતાશાએ તરત જ નીચે જોયું પરંતુ તેને ન સમજાયું કે તેની માં શું કહી રહી છે. હકીકતમાં જે આપડે અડીને અનુભવી છીએ, તે પેટનો બહારનો ભાગ હોય છે. નતાશાના શરીરનો એ ભાગ કાઢી નાખવામાં આવ્યો છે જ્યાં ખાવાનું પાચન થાય છે. પેટ કાઢી નાખ્યા પછી નતાશાનું જીવન બદલાઈ ગયું. એવું નથી કે તે ખાવાનું નથી ખાતી પરંતુ તે સામાન્ય લોકોની જેમ નથી ખાતી.

હવે દિવસમાં તે સાતથી આઠ વાર ખાવાનું ખાય છે. તેના માટે ફૂલ બ્રેકફાસ્ટ, લંચ કે ડીનર જેવું કઈ નથી. તેનું ખાવાનું ડાયાબીટીસના કોઈ દર્દી જેવું હોય છે અને તેની સતત દેખરેખ કરવામાં આવે છે. ખાવામાં મોટાભાગે પીવાની વસ્તુ હોય છે.

તેનું પાચનતંત્ર કઈ રીતે કામ કરે છે?

કેમ કે તેમનું કાઢી નાખવામાં આવ્યું છે એટલા માટે તેમનું શરીર ખાવાનું સ્ટોર નથી કરી શકતું. તેનું ખાવાનું સીધું નાના આતારડામાં જાય છે.

તેના કારણે તેમણે ઘણી તકલીફ થાય છે. જેથી તે એકસાથે જાજો ખોરાક નથી ખાય શકતી.

કેમ કે વિટામીન બી માણસના પેટમાં બને છે અને નતાશાનું પેટ નથી એટલા માટે તેમણે દરરોજ તેના ઇન્જેક્શન લેવા પડે છે.

તે વધુ આઈસ્ક્રીમ ક રસ મલાઈ નથી ખાય શકતી કેમ કે તેનાથી તે બેભાન થઇ શકે છે. તેને ડમ્પિંગ સિન્ડ્રોમ’ કહે છે.

હકીકતનો માર

નતાશા કહે છે, “પહેલા તો હું હકીકતને સ્વીકારી જ ન શકી પરંતુ હકીકતથી દુર ક્યાં સુધી ભાગતી? હકીકતનો માર વાગતા ઘણું વિચાર્યું અને જાણ્યું કે મારી પાસે બે જ રસ્તા છે. કા તો જીવવાની આશા મૂકી દવ અથવા તો નવેસરથી જીવવાની શરૂઆત કરું. મેં બીજો રસ્તો પસંદ કર્યો.

હાલમાં તે પોતાની ફૂડ વેબ સાઈટ અને ઈંસ્ટાગ્રામ ચલાવી રહી છે, અમુક હોટલોમાં સલાહકારનું કામ કરે છે. હાલમાં જ તેમને ‘Foursome’ નામની એક બુક પણ લખી છે અને સારું જીવન જીવી રહી છે.

નતાશાને લાગે છે કે ભારતીય વ્યંજન આખી દુનિયામાં સૌથી સારું છે કેમ કે ઘણી વિવિધતા છે. તેની સાથે જ તે ‘હેલ્દી ઇટીંગ’ સાથે જોડાયેલી બધી જ ખોટી માન્યતા દુર કરવા માંગે છે. તે કહે છે, “આપણને લાગે કે હેલ્દી એટલે કે તેલ ઘી વગર બનાવેલું ખાવાનું, પરંતુ સાચું તો એ છે કે આપણને તેલ ઘી કરતા વધુ નુકસાન શુગર અને કાર્બોહાઈડ્રેટથી થાય છે.”

નતાશા કહે છે કે ભલે છોકરો હોય કે છોકરી, ખાવાનું બનાવતા તો આવડવું જોઈએ અને હવે પિજ્જા, બર્ગરને મુકીને પાછું રોટલી અને શાકની પસંદગી કરવી જોઈએ.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment