આ છોકરી બિસ્કિટમાં પોતાના દાદાની અસ્થિઓ મેળવીને લોકોને ખવડાવી રહી હતી, આ રીતે સામે આવી હકીકત…

25

એક છોકરી બિસ્કિટમાં પોતાના દાદાની અસ્થિઓ મેળવીને લોકોને ખવડાવતી હતી. જ્યારે આનો ખુલ્લાસો થયો તો આ ખબર આગની જેમ ફેલાઈ ગઈ. મામલો પોલીસ સુધી પહોંચી ગયો અને પછી જે થયું એના વિશે જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો. આ ઘટના અમેરિકાના કૈલિફોર્નિયા સિટીની છે.

અહિયાં સેક્રામેંટોમાં બિસ્કિટમાં પોતાના દાદાની અસ્થિઓ ભેળવીને મિત્રોને ખવડાવનાર છોકરી વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી લીધો છે. આ સંબંધમાં પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. તમે જણાવા માંગશું કે કૈલિફોર્નિયામાં એક છોકરીએ પોતાના ઘરે બિસ્કિટ બનાવ્યા અને એમાં પોતાના દાદાની અસ્થિઓની રાખ ભેળવી દીધી. તમે પણ આ છોકરીની અજીબોગરીબ હરકત વિશે વિચારી રહ્યા હશો.

અમેરિકી મીડિયાની રિપોર્ટસ મુજબ આ છોકરીએ પોતાના દાદાની અસ્થિઓનો ભૂકો બનાવીને બિસ્કિટમાં ભેળવી દીધો અને એના પછી પોતાની ૯ સાથીઓને આ બિસ્કિટ ખવડાવી દીધા. મામલો સામે આવ્યા બાદ ઘણા લોકોએ કહ્યું કે બની શકે છે કે છોકરી કોઈ ટોટકા કરી રહી હોય. પરંતુ હકીકતમાં એવું નથી. છોકરીના સાથીઓએ અજાણતા આ બિસ્કિટ ખાય લીધા હતા. બિસ્કિટનો ટેસ્ટ અજીબ લાગતા એને શંકા થઇ. એમણે પૂછ્યું તો છોકરીએ બધી હકીકત કહી દીધી.

તેમજ આરોપી છોકરીનું કહેવું છે કે એણે પહેલા જ પોતાના મિત્રોને જણાવી દીધું હતું કે એણે બિસ્કિટમાં દાદાજીની અસ્થિઓ ભેળવી છે. પરંતુ પોલીસ સામે જ્યારે આ મામલો પહોંચ્યો તો ગુંચવાયેલ દેખાતો હતો. હવે પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. પોલીસએ છોકરીના માનસિક સ્વાસ્થ્યની તપાસ કરાવાની વાત કહી છે. એમ તો બધા વિદ્યાર્થી સ્વસ્થ છે.

તેમજ છોકરીની સાથે ભણતી એક વિદ્યાર્થીનીનું કહેવું છે કે ‘તે પોતાના ક્લાસમાં જઈ રહી હતી પરંતુ ત્યારે જ એ છોકરીએ એને ખાવા માટે બિસ્કિટ ઓફર કર્યા અને કહ્યું કે આને ખા, આમાં એક ખાસ ચીજ મેળવેલ છે. એ વાત પર એણે ડરીને પૂછ્યું કે ક્યાંક બિસ્કિટમાં ડ્રગ્સ જેવી તો કઈ નથી ને ? પરંતુ પછી એણે કહ્યું કે આમાં મારા દાદાજીની અસ્થિઓ છે. એવું કહીને તે હંસવા લાગી. એ વાત પર એને લાગ્યું કે તે મસ્તી કરી રહી છે. એટલા માટે એને બિસ્કિટ ખાઈ લીધું.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment