આ છોકરીએ તેના આખા શરીરના અંગો પર બનાવ્યા છે ટેટુ, 21 વર્ષની ઉંમરમાં બનાવ્યો આ રેકોર્ડ…

26

અત્યારે શરીરના અંગો પર ટેટુ બનાવાનો શોખ બધાને હોઈ છે. પછી એ છોકરો હોઈ કે છોકરી. આવી જ એક ૨૧ વર્ષની છોકરી જેનું નામ તેજસ્વી પ્રભુલકર છે. જેને શોખ છે તેના આખા શરીર પર ટેટુ બનાવવાનો. અને એના આ અનોખા શોખને કારણે તેનું નામ લિમ્બા બૂક ઓફ વર્લ્ડમાં રેકોર્ડ થઈ ગયું છે.

તેજસ્વી પ્રભુલકર મુબઈમાં રહેવાવાળી છે. તેમણે તેના શરીરમાં કુલ ૧૦૩ ટેટુ બનાવ્યા છે. એના આ શાહસના કારણે તેનું નામ લિમ્બા બૂક ઓફ વર્લ્ડમાં રેકોર્ડમાં સૌથી વધારે ટેટુ બનાવનાર ભારતીય મહિલાના રૂપમાં સામેલ થયું છે.

તેજસ્વી જયારે 17 વર્ષની હતી ત્યારથી તેને ટેટુ બનાવવાનો શોખ હતો. આના કારણે તેમણે તેનું ઘર પણ છોડી દીધું. પરંતુ તેમણે તેનો આ શોખ ના છોડ્યો. તેજસ્વી પોતેજ એક ટેટુ આર્ટીસ્ટ છે અને સાથે મોડેલ પણ છે.

તેજસ્વી જણાવે છે કે તેને બાળપણમાં ચિત્ર બનાવાનો શોખ હતો. અને તેની માં પણ એ જ ઈચ્છતી હતી કે તે આ કરિયરમાં આગળ જાય. પરંતુ તેજ્સ્વીએ તેની વાતને નજરઅંદાજ કરીને પોતે જ પોતાના શરીર પર ટેટુ બનાવવા લાગી.

હેરાન કરવાવાળી વાત તો એ છે કે તેજસ્વીએ ટેટુ આર્ટીસ્ટ બનવા માટે કોલેઝ છોડી દીધી. તે જણાવે છે કે જયારે તેમણે કોલેઝ છોડી ત્યારે બધા કોલેઝના વિદ્યાર્થીઓએ એમની બહુ મજાક ઉડાવી. પરંતુ હું એ બધાને મારી ખોટી મજાક ઉડાવે છે એ સાબિત કરવા માંગતી હતી. તેજસ્વી જણાવે છે કે તેના શરીર પર બનેલા એક એક ટેટુનો કઈક ને કઈક મતલબ છે. જેને તે પોતાની જિંદગી સાથે ની એક કડી મને છે.

તેજસ્વી જણાવે છે કે તેમણે પહેલું ટેટુ તેના નામનું બનાવ્યું હતું. વાત એમ છે કે ઘણા લોકો તેજસ્વીના નામને કઈક બીજી રીતે બોલાવતા હતા. ઘણા લોકો એમ કહેતા કે તેજસ્વીની અને ઘણા લોકો એમ પણ કહેતા તેજશ્રી.  જેનાથી તેજસ્વીને બહુ ચીઢ ચડતી હતી. એટલા માટે જ તેણે તેના શરીર પર પોતાનું નામનું ટેટુ બનાવી લીધું અને આજ આ ટેટુ બનાવાનો તેનો એક અલગ જ શોખ થઇ ગયો છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment