આ છે ઇતિહાસનો સૌથી અમીર માણસ, સંપતિ એટલી છે કે તેનો અંદાજો લગાવવો પણ મુશ્કેલ બની જાય છે…

34

દુનિયાના સૌથી વધારે અમીર લોકોની વાત હોય તો તે જેફ બેઝોસ, બીલ ગેસ્ટ, કાર્લોસ સ્લિમ જેવા આ વ્યક્તીઓનું નામ યાદ આવે છે. દરેક વર્ષે ફોર્બ્સ જેવી મોટી સંસ્થાઓ એક મોટું લિસ્ટ કાઢે છે, જેમાં આનું નામ સૌથી ઉપર હોય છે. પણ શું તમે જાણો છે કે દુનિયામાં એક એવો પણ વ્યક્તિ હતો જે ઇતિહાસનો સૌથી અમીર વ્યક્તિ માનવામાં આવી રહ્યો છે.

વર્ષ 1280-1337, દેશ માલી અને તેનાથી પણ વધારે પૈસાવાળો જેટલા કોઈ અનુમાન લગાવી શકે છે. ‘ઇતિહાસના સૌથી વધારે અમીર આદમી’ નો પરિચય ‘મની’ મેગઝીનમાં કઈક આવા અંદાજમાં શરુ થયો હતો. મનસા મુસા પ્રથમના વિશે એક પરિચય એ પણ છે કે તે ટિમ્બકટુના રજા હતા. મુસાએ માલીના રાજમાં તે સમયે હકુમત કરી હતી જયારે તે ખનીજ પદાર્થો ખાસ કરીને સોનાના ખુબ જ મોટા ભંડારનો માલિક હતો.

તે એ જમાનો હતો કે જયારે આખી દુનિયામાં સોનાની માંગ પોતાના ચરમ સીમા પર હતી. તેનું સાચું નામ મુસા કીટા પ્રથમ હતું પણ ગાદી પર બેઠા બાદ તે મનસા કહેવામાં આવ્યા જેનો મતલબ બાદશાહ હોય છે. પશ્ચિમી આફ્રિકાની રીપોર્ટના જણાવ્યા અનુસાર મુસાનું સામ્રાજ્ય એટલું બધું મોટું હતું કે તેના અંતિમ છેડા વિશે પણ અંદાજો નહિ લગાવી શકાતો હતો. આજ ના મોરીટાનિયા, સેનેગલ, ગાંબીયા, ગિનીયા, બુર્કીના ફાસો, માલી, નાઇઝર, ચાડ અને નાઇઝીરીયા ત્યારે મુસાના સામ્રાજ્યનો એક ભાગ હતા. મનસા મુસાએ ઘણી મસ્જિદોનું નિર્માણ કરાવ્યું જેમાં ઘણી આજે પણ હયાત છે.

મનસા મુસાની દોલતનો હિસાબ કિતાબ આજના સમયના અનુસાર અંદાજો લગાવવો ખુબ જ મુશ્કેલ કામ છે તો પણ એક અંદાજો છે કે મનસા મુસાની પાસે 400000 મિલિયન અમેરિકી ડોલરના બરાબર સંપતિ હતી. ભારતીય મુદ્રામાં આ રકમ અંદાજે અઢી લાખ કરોડ રૂપિયા બને છે. મનસા મુસાની પાસે જેફ બેઝોસ કરતા પણ વધારે સંપતિ હતી.

જો મુદ્રાસ્ફીતિનો હિસાબ જોડવામાં ન આવે તો જેફ બેઝોસ પાસે ઇતિહાસના જીવિત વ્યક્તિઓમાં સૌથી વધારે પૈસા છે. મની મૈગઝીનમાં યુનીવર્સીટી ઓફ મીશીગનના ઇતિહાસના પ્રોફેસર રુડોલ્ફ વેયર જણાવે છે કે, “તે ઇતિહાસના સૌથી અમીર આદમીની વાત છે. જયારે તમારી પાસે એટલી દોલત હોય કે તેનો અંદાજો લગાવવો મુશ્કેલ થઇ જાય છે તો સમજી લો કે આપ ખુબ જ અમીર આદમી છો.”

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment