આ છે ફળોને ખાવાનો સાચો સમય, જાણો ક્યાં સમયે ફળો ખાવા જોઈએ….

62

કોઇપણ ફાળો ખાવાથી શરીરનું આરોગ્ય સારું તો રહે જ છે. સ્વસ્થ રહેવા માટે ફળો ખાવા જરૂરી છે. પણ શું તમે જાણો છો કે ફળોને ક્યાં સમયે ખાવા જોઈએ ? ફળોને ખાવાનો સાચો અને ચોક્કસ સમય કયો છે ? ફળને યોગ્ય કે ચોક્કસ સમયે ન ખાવાથી ક્યારેક લાભને બદલે નુકશાન પણ થઇ શકે છે.

જો સ્વસ્થ અને તંદુરસ્ત રહેવું હોય તો ફળોને તમારા ડાયેટમાં ચોક્કસ સામેલ કરો. ફળોને ખાવાથી તમારા શરીરને કેટલાય જરૂરી પોષક તત્વો મળી રહે છે. ફળોમાં કેટલાય પોષક તત્વો, ખનીજ અને એન્ટી ઓક્સીડેન્ટ હોય છે. પરંતુ ખાસ વાત એ છે કે આ પોષક તત્વોનો સૌથી વધુ માત્રામાં ઉપયોગ કેવી લેવો ? ક્યાં સમયે ફળને ખાવાથી સૌથી વધુ ફાયદો જણાય ? તો ચાલો આજે અમે તમને ફળોને ખાવાનો યોગ્ય સમય કયો તેના વિશે જણાવીએ.

૧.) જમ્યા પહેલા કે જમ્યા પછી તરતજ ક્યારેય ફળ ખાવા જોઈએ નહિ. સવારે બ્રેકફાસ્ટમાં ફળોને ચોક્કસ ખાઈ શકાય છે.

૨.) તમે એક વખતના જમવામાં સરેરાશ 300 થી 400 કેલેરી મેળવો છો. ફળોમાં ફ્રકટોજ હોય છે. જે કેલેરીની સંખ્યા ખૂબ જ વધારે છે. આ કારણથી જ જમ્યા પછી ફળોને ખાવાની મનાઈ ફરમાવવામાં આવે છે. જમવાની સાથે ફળને ખાવાથી ફળનું પાચન મુશ્કેલ થઈ જાય છે.

૩.) જમ્યા પહેલાં કે જમ્યા પછી થોડો ને ખાવાથી ગેસ, કબજિયાત કે પેટનો દુખાવો થવાની શક્યતા રહે છે. જો તમે જમવાની સાથે ફળોને ખાવામાં ઉપયોગ કરો તો પેટમાં ફળોનુંપાચન અટકી જાય છે. કારણ કે ત્યારે જ કે પાચનતંત્ર ખાધેલા ખોરાકને પચાવવાનું કાર્ય કરતું હોય છે.

૪.) ઘણીવાર એવું પણ બને છે કે ખાધેલા ફળો પેટમાં જમા થતા ઝેર ઉત્પન્ન થાય છે.અને ડાયેટ ટ્યુબમાં તે જમા થવા લાગે છે. જે પેટની અમ્લીયતાને પ્રભાવિત કરે છે. જેથી કબજીયાતની સમસ્યા ઉભી થાય છે. ક્યારેક પેટમાં જલન પણ મહેસુસ થઇ શકતી હોય છે.

૫.) ફળોને ખાવાની સાથે ક્યારેય પણ દહીં કે દૂધ નો ઉપયોગ કરવો જોઈએ નહીં.

૬.) ફળ ખાધા પછી અડધી કલાક સુધી બીજું કંઈ પણ ખાવું જોઈએ નહીં જેથી ફળને નો પચવાનો સમય મળી રહે.

૭.) ફળોને ખાવાનો સૌથી સાચો અને સારો સમય સવારનો માનવામાં આવે છે. સવારે ખાલી પેટ હોવાથી ફળ ખાવાથી તમારા સ્વાસ્થ્ય માટે લાભદાયી થઈ શકે છે.

૮.) એક વાત ખાસ યાદ રાખો કે ક્યારેય પણ ખાલી પેટે એટલે કે ભૂખ્યા પેટે ખાટા ફળો ખાવા જોઈએ નહીં. કારણ કે તેમ કરવાથી એસિડિટીના પ્રોબ્લેમ ક્રિએટ થઈ શકે છે.

૯.) સવારના સમયે નાસ્તામાં સફરજન, કેરી અને કેળા જેવા ફળ ખાઈ શકાય છે.

૧૦.) જો તમે તરબુચ ખાતા હો તો તેની સાથે કંઈ પણ ખાવું જોઈએ નહીં. તરબૂચમાં પાણીનું પ્રમાણ ખૂબ જ વધારે હોવાથી તેનું પાચન થોડું મુશ્કેલ રહે છે.

11.) એક વાત ખાસ યાદ રાખો કે દરેક ઋતુનાં ફળ તે ઋતુમાં અવશ્ય ખાવા જોઈએ. જે શરીર સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. એટલા માટે જ ઉનાળાની ગરમીમાં કાચા અને મીઠા ફળ ખાવાની સલાહ આપવામાં આવે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment