આ છે દુનિયાનું સૌથી રહસ્યમયી ઝરણું, જેનું પાણી પી લીધા પછી જીવતો કોઈ પણ બચ્યો નથી…

107

દુનિયામાં ઘણા એવા ભયાનક ઝરણાઓ છે, જેના રહસ્યોને આજ સુધી જાણી શકાયું નથી આવું જ એક ખતરનાક ઝરણું દક્ષીણ આફ્રિકાના લીંપોપો પ્રાંતમાં છે, જેને કુન્દુજી ઝરણાના નામે ઓળખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ ઝરણાનું પાણી જે પણ પી લે છે તે જીવતો બચ્યો નથી. જલ્દી જ તેનું મૃત્યુ થઇ જાય છે.

સ્થાનીય લોકોના જણાવ્યા અનુસાર અહિયાથી નીકળી રહેલા એક  કોઢીને અહિયાં રહેવાવાળાને ખાવાનું ખવડાવવાની ના પાડી દીધી, જેના બાદ તે એ લોકોને શ્રાપ દઈને તે ઝરણામાં ઘુસી ગયો અને ગાયબ થઇ ગયો.

જણાવવામાં આવે છે કે ઝરણાની અંદર સવારે સવારે ડ્રમ વગાડવાનો અવાજ, પ્રાણીઓ અને માણસોની ચીખ સંભળાય છે. સ્થાનીય લોકો એ પણ જણાવે છે કે ઝરણાની રક્ષા પહાડો પર રહેવાવાળો એક વિશાળ અજગર કરે છે, જેણે પ્રસન્ન કરવા માટે દર વર્ષે વેંદા આદિવાસી એક નૃત્ય કરે છે, જેમાં કુવારી છોકરીઓ નાચે છે.

જણાવવામાં આવ છે કે આ ઝરણાનું નિર્માણ પ્રાચીન સમયમાં ભૂસખલનના કારણે મુટાળી નદી થોભી જવાના કારણે થયું હતું. હવે આ રહસ્ય બનેલું છે કે આ નદીનું પાણી તો ખુબ જ ચોખ્ખું છે, તો પછી તેમાં એવું શું છે કે જેણે પિતા જ લોકો મૃત્યુના મુખમાં પહોચી જાય છે.

પાણીના રહસ્યને જાણવા માટે ઘણી વાર પ્રયત્ન કરવામાં આવ્યો, પણ દરેક વખતે નિષ્ફળતા લાગી. કહેવામાં આવે છે કે વર્ષ 1946 માં આ ઝરણાના પાણીની હકીકત જાણવા માટે એક એંડી લેવિન નામનો એક વ્યક્તિ આવ્યો હતો. ત્યાંથી તેને થોડુક પાણી અને છોડ લીધા અને ચાલ્યો ગયો. પણ ત્યાં અચાનક તે રસ્તો ભટકી ગયો. આવું તેની સાથે ઘણીવાર થયું. ત્યાર બાદ પાણી અને છોડને ફેકી દીધું. ત્યારે જઈને તેને સાચો રસ્તો દેખાડ્યો. હા પરંતુ એક અઠવાડિયા બાદ તેનું મૃત્યુ થઇ ગયું.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment