આ છે દુનિયાનું સૌથી ભયાનક જંગલ, અહિયાં રહસ્યમયી રીતે ગાયબ થઇ જાય છે લોકો, જાણો રહસ્ય…

29

દુનિયામાં એવી ઘણી જગ્યાઓ છે, જ્યાં જતાં લોકો ડરે છે. એવી જ એક જગ્યા રોમાનિયાના ટ્રાન્સલ્વેનિયા પ્રાંતમાં પણ છે, જ્યાં એવી એવી રહસ્યમયી ઘટનાઓ બને છે કે લોકો ત્યાં જતાં પણ ડરે છે. ચાલો જાણીએ આ સ્થળો પર બનેલ એ રહસ્યમયી ઘટનાઓ વિશે

આ છે હોયા બસ્યૂ, જેને દુનિયાનું સૌથી ડરાવનાર જંગલોમાંથી એક માનવામાં આવે છે. આ ઘટનાવળી રહસ્યમયી ઘટનાઓના કારણે જ આ સ્થળોને ‘રોમાનિયા અથવા ટ્રાન્સલ્વેનિયાનું બરમૂડા ટ્રાયએન્ગલ’ કહે છે.

આ જંગલમાં વૃક્ષ વળેલા અને આડાચુકા દેખાય છે, જે દિવસના અજવાળામાં પણ ખુબજ ડરાવનારા લાગે છે. આ સ્થળના લોકો યૂએફઓ અને ભૂત પ્રેતો સાથે પણ જોડીને જુએ છે. એના સિવાય કહેવામાં આવે છે કે અહિયાં ઘણા લોકો રહસ્યમયી રીતે ગાયબ પણ થઇ ચુક્યા છે.

આ કુખ્યાત જંગલ ક્લુજ કાઉટીમાં આવેલ છે, જે ક્લુજ નેપોકા શહેરના પશ્ચિમમાં છે. આ લગભગ ૭૦૦ એકડમાં ફેલાયલ છે અને માનવામાં આવે છે કે અહિયાં ઘણા લોકો ગુમ થઇ ગયા છે.

હોયા બસ્યૂ જંગલને લઈને પહેલી વખત લોકોને રસ ત્યારે જાગ્યો હતો, જયારે આ ક્ષેત્રમાં એક ગોવાળિયો ગુમ થઇ ગયો હતો. સદીઓ જૂની કિવદંતી અનુસાર, એ માણસ જંગલમાં જતાં જ રહસ્યમયી રીતે ગાયબ થઇ ગયો હતો. આશ્ચર્યની વાત એ હતી કે એ સમયે એની સાથે ૨૦૦ ઘેટાં પણ હતા.

થોડા વર્ષો પહેલા એક સૈન્ય ટેકનીશીયનએ આ જંગલમાં એક ફ્લાયસ્ટરને જોવાનો દાવો કર્યો હતો. એના સિવાય વર્ષ ૧૯૬૮માં પણ એમિલ નામના માણસે અહિયાં આકાશમાં એક અલૌકિક શરીરને જોવાનો દાવો કર્યો હતો. અહિયાં ફરવા આવનાર અમુક પ્રવાસીઓ પણ અમુક આ પ્રકારની ઘટનાઓનો ઉલ્લેખ કર્યો છે.

કહેવામાં આવે છે કે અમુક લોકો અહિયાં ફરવાના ઉદેશ્યથી આવ્યા હતા, પરંતુ એ થોડી જ વારમાં ગાયબ થઇ ગયા અને પછી ફરીથી ફરી આવી ગયા. લોકોનું કહેવું છે કે આ જંગલમાં રહસ્યમયી શક્તિઓનો વાસ છે. અહિયાં પર લોકોને અજીબ અવાજો પણ સંભળાય છે. એ જ કારણ છે કે લોકો આ જંગલમાં પગ પણ રાખવા ઈચ્છતા નથી.

કીવંદતી અનુસાર, વર્ષ ૧૮૭૦માં અહિયાં પાસે જ ગામમાં રહેનાર એક ખેડૂતની દીકરી ભૂલથી આ જંગલમાં ઘુસી ગઈ અને એના પછી ગાયબ થઇ ગઈ. લોકોને આશ્ચર્ય ત્યારે થયો, જયારે એ છોકરી પાંચ વર્ષ પછી જંગલમાંથી ફરી આવી ગઈ, પરંતુ તેણી પોતાની યાદશક્તિ સંપૂર્ણ રીતે ખોય ચુકી હતી. જો કે થોડા સમય પછી જ એનું મૃત્યુ પણ થઇ ગયું.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment