આ છે દુનિયાના સૌથી વધારે હૈક થતા પાસવર્ડ, જો તમારો પણ સિક્રેટ પાસવર્ડ આવો છે તો તેને બદલો…

15

ડીઝીટલ લાઈફની એક મોટી મુશ્કેલી પાસવર્ડ મેનેજમેન્ટ છે. ઘણા પ્રકારના એકાઉન્ટસ હોય છે અને મોટાભાગે લોકો સરળ રસ્તો પસંદ કરે છે. પાસવર્ડ ભૂલવાના ડરથી સરળ રાખે છે જેનાથી કોઈપણ ગેસ કરી શકે છે. આખી દુનિયાના સૌથી ખરાબ અને નબળા પાસવર્ડમાં 123456 જેવા પાસવર્ડ છે.

બ્રિટનની નેશનલ સાઈબર સિક્યોરીટી સેન્ટરએ એક સર્વે કર્યું છે. આ તાજા સર્વે અનુસાર લાખો કરોડો યુઝર્સ હજી પણ પોતાના એકાઉન્ટના પાસવર્ડ સામાન્ય રીતે 123456 ઉપયોગ કરે છે. આ એજન્સીએ ફાઈડિંગ્સ અનુસાર એકાઉન્ટ બ્રીચમાં આ રીતે વધારે એકાઉન્ટસ શામેલ છે.

લગભગ ૨૩.૨ મિલિયન યુઝર્સના પાસવર્ડ 123456 છે, જ્યારે ૭.૭ મિલિયન યુઝર્સ 123456789 રાખે છે. આ આંકડા આ એજન્સી દ્વારા બહાર પાડવામાં આવ્યા છે. એના સિવાય પણ ઇન્ટરનેટ યુઝર્સની સંખ્યા ઓછી નથી જે qwerty, password અને 11111 પાસવર્ડ રાખે છે.

એના સિવાય યુઝર્સ એવા પણ છે જે પોતાના ફેવરીટ સુપરસ્ટારના નામનો પાસવર્ડ રાખે છે. એમાં નંબર ૧ પર સુપરમેન છે જેના પછી naruto, trigger, pokemon અને બેટમેન શામેલ છે. અમુક લોકો પાસવર્ડ તરીકે પોતાની ફેવરીટ ટીમનું નામ રાખે છે એમાં લિવરપૂલ, ચેલસી, આર્સેનલ જેવી ટીમ શામેલ છે. NCSC ટેકનીકલ ડાયરેક્ટર ડૉ. ઇયાન લેવીએ કહ્યું છે કે પાસવર્ડ એવા રાખવા જોઈએ જે કોઈ ધારી ન શકે. ત્રણ રેન્ડમ પાસવર્ડ રાખો જે તમને સરળતાથી યાદ રહે અને કોઈ ધારણા ન કરી શકે.

આ રીપોર્ટ સાથે જ બ્રિટન નેશનલ સાઈબર સિક્યોરીટી એજન્સીએ એ પણ કહ્યું છે કે ૨૩ મિલિયન વખત અલગ અલગ ડેટા બ્રીચમાં એવા એકાઉન્ટસ લીક થયા છે જેના પાસવર્ડ 123456 હતા.

આ એજન્સીએ ટોપ ૧૦૦૦૦૦ પાસવર્ડની લિસ્ટ બહાર પાડી છે જે ટ્રોય હંટ દ્વારા બનાવામાં આવેલ Have I Been Pawned ડેટાબેઝથી લેવામાં આવી છે. ટ્રોય હંટ વિશે તમને ખબર ન હોય તો તમને જણાવી દઈએ કે હાલમાં જ તેઓ કદાચ દુનિયાના સૌથી મોટા ઇમેઈલ આઈડી બ્રીચનો ખુલ્લાસો કર્યો હતો.

લિસ્ટમાં અમુક પાસવર્ડસ છે જે સૌથી નબળા પાસવર્ડની લિસ્ટમાં ટોપ પર છે. જો તમે એમાંથી કોઈ પાસવર્ડ ઉપયોગ કરો છો તો તાત્કાલિક બદલી લો.

123456, 123456789, Qwerty, Password, 111111, 12345678, Password1, 12345, 1234567890, 123123, 00000, Iloveyou, 1234, 1q2w3e4r5t, Qwertyuiop, 123, Monkey, Dragon

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment