આ છે ધરતીના તે 8 સૌથી અજીબોગરીબ જીવ જેને જોઇને ચોકી જશો તમે…

33

આ દુનિયા અલગ અલગ પ્રકારના જીવ જંતુઓથી ભરેલી છે. તેમાં કેટલાકને તો આપણે જાણીએ છીએ, પણ ઘણા બધા એવા છે, જેણે અજ સુધી આપણને જોયા પણ નથી અને ન તો તેના વિશે જાણીએ છીએ. આજે અમે તમને કેટલાક એવા જ જીવ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેણે જોઇને તમે પણ કહી ઉઠસો કે ‘ભગવાને શું શું બનાવ્યું છે’.

થોર્ની ડેવિલ નામનું આ જીવ ઓસ્ટ્રેલીયાના રેગીસ્તાનમાં મળી આવે છે. સરક્નારા આ કીડાઓ કીડીઓને બિલની બહાર નજર નાખે છે અને પોતાની લાંબી જીભથી ખેંચીને તેને બહાર કાઢી દે છે અને ખાઈ જાય છે.

આ છે ચાલવાવાળી માછલી, જે મેક્સિકોમાં મળી આવે છે, પણ તેના ચાર પગ હોય છે અને આ તરવાના કારણે પાણીની નીચે જમીન પર ચાલે છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, આ માછલી નથી પણ દેડકાનીની એક પ્રજાતિ છે.

આ જીવને જોયા બાદ તમે અંદાજો લગાવી શકતા નથી કે આ માકડી છે કે કરચલો. હકીકતમાં, આ બનેનું હળેલુ મળેલું રૂપ છે, જેને જાપાની કરચલો પણ કહેવામાં આવે છે. તેનું કદ 16 ઇંચ સુધી થઇ જાય છે. તેમાં કેટલીક જમીન પર રહે છે. તેમાંથી કેટલાક જમીન પર રહે છે તો કેટલાક 150 ફૂટ ઊંડા પાણીમાં પણ રહી શકે છે.

આ છે ગોલબીન શાર્ક. ઓસ્ટ્રેલીયાના સમુદ્રમાં રહેવાવાળી આ માછલી દુનિયાની સૌથી જૂની જીવતી પ્રજાતિઓમાંથી એક માનવામાં આવે છે. તે માણસ માટે ભયાનક નથી કારણ કે તે ફક્ત નાની માછલીઓને જ ખાય છે.

આ પ્રાણીનું નામ છે આયે આયે. તે વાંદરાની એક પ્રજાતિ છે, જેની આંગળીઓ લાંબી લાંબી હોય છે. તે હંમેશા ઝાડ પર જ રહે છે, તે ખુબ જ મુશ્કેલથી નીચે ઉતરે છે. તે ઉપરાંત તે રાત્રે જ બહાર નીકળે છે. આયે આયે આફ્રિકી દેશ મોડાગાસ્કરમાં મળી આવે છે. ત્યાંના લોકો આ પ્રાણીને અપશુકન માને છે.

તેનું નામ છે ગેકો, જે ગરોળી એક પ્રજાતિ છે. તેની લાંબી એવી પુંછડી હોય છે તે ગરોળીની જેમ રંગ પણ બદલે છે. આ જ કારણ છે કે ખુબ જ સહેલાઈથી પોતાના શિકારી સાથે બચી જાય છે. ક્યાંક ક્યાંક લોકો નાના નાના કાંચીડાને પણ પાડે છે.

આને કહેવાય છે જાઈંટ ઓક્સોપોડ. તે મહાસાગરના ઉંડા પાણીમાં રહે છે અને વધારે એક ફૂટ સુધીના હોય છે. તે ફક્ત માંસ જ ખાય છે. તેની આંખો બિલાડી જેવી હોય છે, જે તેને રાતમાં પણ જોવાલાયક બનાવે છે.

આ છે ધબ્બા માછલી, જેણે દુનિયાની સૌથી ખરાબ દેખાવવાવાળું જીવ માનવામાં આવે છે. આ માછલી ઓસ્ટ્રેલીયાના સમુદ્રમાં મળી આવે છે. તે જોવામાં પણ અજીબ લાગતી હોય, પણ આ કોઈ નુકશાન પહોચાડતી નથી.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment