આ છે 4000 વર્ષ જૂની ઘડિયાળ, સમયની સાથે જણાવી દે છે ભવિષ્યમાં શું થવાનું છે…

14

દુનિયાભરમાં સીઝન એટલે કે બદલતી ઋતુઓનું ઘણું મહત્વ હોય છે. ભારતમાં જ નહિ પરંતુ આખી દુનિયામાં ખેતીનો આધાર ઋતુ ચક્ર પર જ નીર્ભર કરે છે. આજે અમાંરી પાસે એડવાન્સ ટેકનીક છે, જેના દ્વારા આપણે કુદરતનો મિઝાઝ સમય પહેલા જ તપાસી લઈએ છીએ. પણ જરા વિચારો જયારે આ ટેકનીક ન હતી , ત્યારે લોકો ક્યાં પ્રકારની ઋતુચક્રની જાણકારી મેળવતા હતા.

હાલમાં જ અમેરિકાના એરિજોનાના મશહુર વેર્ડે ઘટી સ્થિત કોકોનીનો નેશનલ ફોરેસ્ટમાં કેટલીક પહાડીઓ મળી હતી, જેના પર અજીબ પ્રકારની ચિત્રકારી છે. જાણકાર આ ચટ્ટાનોને ઋતુચક્રનું કેલેન્ડર માની રહ્યા છે. સ્થાનીય ફોટોગ્રાફર સુજી રીડનું જણાવવાનું કે જયારે સુરજ ભૂ મધ્ય રેખા પાસેથી નીકળે છે, ત્યારે આ પહાડો પર સુરજની રોશનીના કિરણોની સ્થિતિ જોવાલાયક હોય છે.

સુરજની રોશની

વર્ષ 2005 પહેલા સુધી પહાડો પર બનેલા પ્રાચીન કેલેન્ડરો વિશે કોઈને પણ ખબર ન હતી. વર્ષ 2005 માં કેનેથ જાલ નામના રિસર્ચરે ‘વી બાર વી’ નામના એતિહાસિક રેન્ચ પર પહાડો પર પળવાવાળી સુરજની રોશનીને ધ્યાનથી જોયું. આ પહાડો પર અંદાજે એક હજાર નિશાન કોતરેલા હતા. આ નીશાનોમાં હરણ, સાપ અને ઉતરી અમેરિકામાં મળી આવતા શિયાળના ફોટાઓ હતા.

તેઓએ આ જાણકારી ફોરેસ્ટ સર્વિસના પુરાત્વવિદ સાથે રજુ કરી, પણ કોઈએ તેમાં દિલચસ્પી લીધી નહિ. હકીકતમાં આ મામલો પ્રાચીન કાળમાં ઋતુ ચક્ર માપવાનો હતો. સુરજની સાથે ચાંદો, તારાઓનું એક સાથે એક જ દિશામાં હોય તો તેનો મતલબ છે કે કઈ કહેવું મુશ્કેલ છે. પણ જુના સમયમાં કેટલાક લોકોનો મત રહ્યો છે કે આ પ્રાથમિકતાના ધોરણે એલીયન્સે અ ચિત્રકારી કરી હશે.

અવકાશીય ઘટનાઓનું અધ્યયન

પણ પાછળના એક દશકમાં એ વાત સાફ થઇ ગઈ છે કે આદિમ સમાજના લોકોની વચ્ચે અવકાશીય ઘટનાઓનો અધ્યયન કરવાની પરંપરા રહી છે અને એવી તો ઘણી જગ્યાઓ છે, જ્યાં આ વાતના પુરાવાઓ પણ મળ્યા છે. એટલા માટે યુનેસ્કોએ અમેરિકાના ન્યુ મેક્સિકોના શકો કલ્ચરલ નેશનલ હિસ્ટોરિકલ પાર્ક અને ઈંગ્લેન્ડના સ્ટોનહેન્ઝ જેવી જગ્યાઓ પર ખગોળીય વિરાસતી મહત્વને સમજ્યું અને તેના પર રીસર્ચનું કામ શરુ કરવામાં આવ્યું. કેનેથ જોલને લાગતું હતું કે તે બારમી રેન્ચમાં સ્થિત પહાડો પર અંકિત નિશાન સામાન્ય નથી. તેમાં જરૂર ઘણા રાઝ છુપાયેલા છે.

આ નીશાનોનું ગણિત સમજવા માટે તેઓએ 20 મી અને 11 મી સદીની હાઈ ટેક ટેકનીકનો સહારો લીધો. પરિણામ ચોકાવનારા હતા. દર મહીને જયારે સુરજના કિરણો પહાડો પર પડતા હતા, તો લાગતું હતું માનો સુરજની રોશની આ ચિત્રો સાથે વાત કરી રહી છે.

હાઈ ટેક ટેકનીકનો સહારોગરમીના સુથી લાંબા દિવસો એટલે કે 21 જુને સુરજની રોશની અંદાજે અડધો ડઝનથી વધારે ચિત્રો પર પડી રહી હતી. જયારે કે વર્ષના સૌથી નાના દિવસ રોશનીની કિરણો પહાડીઓની વચ્ચે જ એક નિશાનભાર જ બનાવી રહી હતી. તેનાથી એ વાતનો સંકેત હતો કે મોસમ બદલી રહ્યો છે. રિસર્ચરોના અનુસાર સ્થાનીય અમેરિકી આદિવાસી સીનાગુઆ અહિયાં સાતમાંથી પંદરમી સદીની વચ્ચે આબાદ હતા. તેનો મુખ્ય વ્યસાય ખેતી હતો.

તે મકાઈ, કપાસ અને ફડોનીં ખેતી કરતા હતા. માનવામાં આવી રહ્યું છે કે ખેતીની દ્રષ્ટીએ આ કેલેન્ડરને બનાવ્યું હશે. સીનાગુઆ જાતિના વંશજ ‘હોપી’ અત્યારે અહિયાથી અંદાજે 150 માઈલ દુર છે. રિસર્ચર જોલે આ સબંધમાં હોપી આદિવસીઓ પાસેથી પણ જાણકારી ભેગી કરી. લોકોએ કહેવું હતું કે આ પહાડો પર બનેલી પટ્ટિકાઓનો સબંધ ખેડૂતના ખેતીના નજરીયાથી ખુબ જ ખાસ છે.

પાક ઉગાડવાનો સમય

સાથે જ ધાર્મિક તહેવાર પણ આ પટ્ટીકાઓ પર પડવાવાળી રોશનીના હિશાબ્થી જ માનવામાં આવે છે. મિશાલ માટે 21 એપ્રિલનો દિવસ જમીનમાં બીજ વાવવા સાથે જોડાયેલો છે. આ દિવસે સુરજની રોશની મકાઈના દાણા જેવી આકૃતિ પર પડે છે. તેનાથી લોકોને ખબર પડે છે કે હવે પાક ઉગાડવાનો સમય થઇ ચુક્યો છે. સૌથી મહત્વનો દિવસ તો 8 જુલાઈ હોય છે જયારે હોપી લોકોનો 16 દિવસ સુધી ચાલવાવાળા ધ્યાન સાધના અને દુવાઓ નો સમય પૂરો થાય છે. આ દિવસે સુરજની રોશની પહાડ પર બનેલી એક આકૃતિ પર પડે છે જે ખુશીથી નાચતી નજરે આવે છે. લોકોને પહેલાથી જ અંદાજો થઇ જાય છે કે 16 દિવસ પછી સુરજની રોશની કઈ આકૃતિ પર પડશે અને તેનું શું મહત્વ છે.

પારંપરિક વિરાસત

હોપી લોકોને ગર્વ છે કે તેના પૂર્વજો તેના માટે ખુબ જ કીમતી વિરાસત છોડીને ગયા છે. દર મહીને અહીયાના લોકો કઇકને કઈક જશ્ન મનાવે છે. દરરોજ સુરજની રોશનીના કારણે અહિયાં કામ માટે જાય છે. હોપી આદિવાસીના લોકો તેને પોતાનું કેલેન્ડર માને છે. તે લોકોનુ જણાવવાનું કે આ પહાડી પર બનેલા નીશાનોના સબંધ જનજાતીય ગુટોથી પણ છે. આ વર્ષે વસંતમાં હોપી લોકો પોતાના પારંપરિક વિરાસતના લોકોને રૂબરૂ કરાવવા માટે નોજવાનોના એક ગ્રુપને અહી સાથે લાવો અને તેને આ આકૃતિઓની બારીકાઇ સમજાવી. રિસર્ચર જોલ જણાવે છે કે તે અમેરિકાના ફિનિક્સ શહેરની આસપાસ અંદાજે ૩૦ એવી જગ્યાઓની ઓળખાણ કરી ચુક્યા છે. આ જગ્યાઓ પર પહાડીઓ પર બનેલી ચિત્રકારીનો ઉપયોગ કેલેન્ડરના રૂપમાં થતો હતો.

કેલેન્ડર બનાવવાની રીત

તે ઉપરાંત કેન્દ્રીય એરીજોનાના વેર્ડે ઘાટીમાં અ પ્રકારની ઘણી બીજી જગ્યાઓ મળી ચુકી છે. પહાડો પર બનેલી ચિત્રકારીની ખાસિયત એ છે કે તેમાં મોટાભાગના સંકેન્દ્રિત વ્રુતિ બનેલા છે જે વર્ષ દરમિયાન સુરજની રોશની અનુસાર પોતાને લાઈનમાં બાંધી લે છે. પહાડો પર આ પ્રકારનું કેલેન્ડર બનાવ્વવાની પાછળ એક થીયોરી કામ કરે છે. કેટલાક લોકોનું કહેવું છે કે અહિયાં લોકો કેલેન્ડર બનાવવાની રીત બહારથી આવવાવાળા પ્રવાસીઓ માટે રાખ્યું છે. હકીકતમાં, ઉતરી એરીજોનામાં એક વ્યક્તિની કબર મળી છે જો કે આ વિસ્તારનો નથી લાગતો. તેની કબર તેની જેમ જ કુંડાળામાં મુખ નજરે આવે છે જે પ્રકારના ગોળાઓ પહાડીઓ પર ઉકેરવામાં આવ્યા હતા.

પૂર્વજોની નિશાની

આ વિસ્તારમાં રીસર્ચ દરમિયાન એવી ઘણી બધી જગ્યાઓની ખબર પડી છે, કે જેનો ઉપયોગ સુરજની દિશા સમજવા માટે કરવામાં આવે છે. કબાયલી જાતિના ઘણા લોકોને સુરજ ઉગવા અને આથમવાના સમયની જાણકારી મેળવવા માટે અહિયાં મુકવામાં આવ્યા હતા. હોપી જનજાતિના લોકોમાં આ ચલન આજે પણ રહેલું છે. કાચબા તેના પૂર્વજોની નિશાની છે એટલા માટે તે પહાડી પર કાચબા પણ ઉલ્લેખાયેલા છે. અહિયાં બપોર પછી સુરજની કિરણો જલ્દીથી આગળની તરફ વધવા લાગે છે અને ધીરે ધીરે ખત્મ થઇ જાય છે. ફોરેસ્ટ રેંજર ટેરેલીન ગ્રીનનું જણાવવાનું કે તેને ખુશી છે કે પહાડી પર બનેલા કેલેન્ડરને સમજવા માટે શોખ વધી રહ્યો છે પણ અહિયાં સમય માપવા માટે ઘણી રીત છે.

વસંત ઋતુ શરુ થવાની ખબર

દર વર્ષે માર્ચ મહિનામાં આખરે અહિયાં કાળા બાઝ એરિજોનાની વેર્ડે ઘાટીમાં પાછા આવે છે. હકીકતમાં, આ બાઝોનો અવાજ વસંત ઋતુ શરુ થવાની ખબર હોય છે. વિજ્ઞાનનઈ પ્રગતિમાં આપણે ઘની મુશ્કેલીઓ જોઈ હતી. પણ વેર્ડે ઘાટીમાં સ્થિત એવી વિરાસતો પણ આપણને જણાવે છે કે માણસની અકલે તે સમયે પણ સફળતાની સીડીઓ ચડી હતી.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment