આ ભારતીયે શોધી ઈન્સ્ટાગ્રામમાં ખામી, તો મળ્યું 20 લાખ રૂપિયાનું ઇનામ, તમે પણ જાણો શું ભૂલ શોધી…

5

ચેન્નઈના સિક્યોરીટી રિસર્ચર લક્ષ્મણ મુથૈયાએ એવો કમાલ કર્યો છે કે જેની ચર્ચા ચારે બાજુ થઇ રહી છે. તેઓએ ઈન્સ્ટાગ્રામમાં મોટી ખામી શોધી. જેના કારણે તેને ૩૦ હજાર ડોલર (2૦ લાખ રૂપિયા) નું ઇનામ મળ્યું છે. બાઉંટી પ્રોગ્રામ દ્વારા તેને આ ઇનામ આપવામાં આવ્યું. મુથૈયાએ જણાવ્યું કે આ ખામીના કારણે કોઈનું પણ એકાઉન્ટ હેક કરી શકાય છે. ત્યાં સુધિ કે તેનો પાસવર્ડ પણ રીસેટ કરવામાં આવી શકે છે.

તેઓએ જણાવ્યું કે કોઈના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પાસવર્ડ રીસેટ કરવો, રીકવરી કોડની રીક્વેસ્ટ મોક્લવી અને રિકવરી કોડ દ્વારા એકાઉન્ટ હેક કરવું ખુબ જ સંભવ છે. બ્લોગમ તેઓએ લખ્યું છે કે ‘મેં ફેસબુક સિક્યોરીટી ટીમને તેની જણકારી આપી હતી. મેં એક રીપોર્ટ સોપી હતી, પણ કેટલીક ખામીઓના કારણે તે તે ભૂલને માનવા તૈયાર ન હતા.’

તેઓએ લખ્યું કે ‘જે બાદ મેં કોન્સેપ્ટ વિડીયો બનાવો અને તેની સામે રજુ કર્યા. વિડીયોને જોયા બાદ તેને આ ગડબડીની ખબર ચાલી અને તેને ઠીક કર્યું. મને કાઉંટી પ્રોગ્રામ દ્વારા ૩૦ હજાર ડોલરનું ઇનામ મળ્યું.’ સાઈબર સિક્યોરીટી મેઝર સોફોઝના સિનીયર ટેક્નોલોજીસ્ટ પોલ ડલકીનએ જણાવ્યું કે જે ‘જે ભૂલને સુધારી લેવામાં આવી છે. યુઝર્સને સતર્ક રહેવાની જરૂર છે. બધા યુઝર્સને સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર અવેયર રહેવું જોઈએ.’

જણાવી દઈએ કે, તેના પહેલા રિસર્ચર લક્ષ્મણ મુથૈયા ફેસબુકની ડાડા ડીલીશન અને ડાટા ડીલીશન અને ડાટા ડીસક્લોઝર બગને પણ પકડી ચુક્યા છે. ડાટા ડીલીશન બગ વગર યુઝરના પાસવર્ડના ફોટાઓ ડીલીટ કરી દેતા હતા. જયારે ડાટા ડીસક્લોઝર બીજા એપ્સને ડાઉનલોડ કરવા માટે જણાવતા હતા. બીજી એપ્સ ડાઉનલોડ કરવા મતે કરાવતા હતા. બીજી એપ્સ ડાઉનલોડ થતા જ એકાઉન્ટમાં જઈને બધા જ ફોટાઓનો એક્સીસ લઇ લેતા હતા.

સાઈબર સિક્યોરીટી મેજર સોફેઝના સિનીયર ટેક્નોલોજીસ્ટ પોલ ડકલિને જણાવ્યું કે ‘ચોખ્ખે ચોખ્ખી રીતે મુથૈયાએ ફેસબુકની એક એવી ગડબડી પકડી જે કોઈના પણ નજરમાં ન હતી. પરિણામસ્વરૂપ, બગના સાર્વજનિક થતા પહેલા ફેસબુક સમસ્યાઓને ઠીક કરવામાં સક્ષમ હતો, અને (જ્યાં સુધી કોઈને પણ ખબર નથી) આ બગોને કોઈ અન્ય વ્યક્તિ પાસે મળતા પહેલા પૈચ કરી દીધા હતા.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment