આ આયુર્વેદીક રીતથી તમારા લોહીને કરો એકદમ શુદ્ધ, અને રહો એકદમ ચુસ્ત…

53

દુષિત વાયુ આપના શ્વાસ દ્વારા ફેફડા સુધી પહોચે છે. ધીમે ધીમે કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ વધવા લાગે છે જેનાથી હિમોગ્લોબીન લોહીને ઓક્સીજન ઉપલબ્ધ નથી કરાવી શકતો, આ સ્થિતિને કાર્બો ઓક્સીહિમોગ્લોબીન કહે છે.

ઘણીવાર માનવામાં આવે છે કે વાયુ પ્રદુષણથી લોહી દુષિત થવા લાગે છે જો કે એ ખોટી ધારણા છે. દુષિત વાયુ આપણી શ્વાસ દ્વારા ફેફડા સુધી પહોચે છે જે ઓક્સીજનની જગ્યા લેવા લાગે છે. ધીમે ધીમે કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ વધવા લાગે છે જેનાથી હિમોગ્લોબીન લોહીને પૂરતા પ્રમાણમાં ઓક્સીજન ઉપલબ્ધ નથી કરાવી શકતો, આ સ્થિતિને કાર્બો ઓક્સીહિમોગ્લોબીન કહે છે

આવી રીતે વધે છે ખતરો

શરીરને 90-100 % ઓક્સીજનની આવશ્યકતા હોય છે પરંતુ પ્રદુષણના કારણે જયારે આ સ્તર 90 % ઓછું થઈ જાય છે તો હાઈપોઓક્સીયા(ઓક્સિજનની ઉણપ) થવા લાગે છે જેનાથી થાક, આળસ, શરદી, ઉધરસ, આંખોમાં બળતરા અને ચામડીને લગતી બીમારીઓ થવા લાગે છે.

તુલસીનો છોડ આંગણે વાવો

તુલસી વાતાવરણમાં હાજર પ્રદુષણને 30 % સુધી ઓછું કરે છે. તેના માટે 7-11 તુલસીના પત્તા, આદુ, ગોળ અને બે કાળા મરચાના દાણાને એક ગ્લાસ પાણી સાથે ઉકાળી લો. ચોથા ભાગનું પાણી વધે ત્યારે આ પાણીને નવસેકું પીઓ. અઠવાડિયામાં એક વાર કાવો બનાવીને પીવાથી દુષિત વાયુની અસર ઓછી થાય છે.

આ પણ જાણો

નેચ્રોપૈથી ઉપચારમાં આતરડાઓની શુદ્ધિ માટે એ નીમા દેવામાં આવે છે જેનાથી લોહી પણ શુદ્ધ થાય છે. દીવસભરમાં પુરતું પાણી પીવાથી લોહી સાફ થાય છે. કોબીનો જ્યુસ પણ લઈ શકો છો.

આને અજમાવો

તુલસીના પત્તાના એક ચમચી રસને બે ચમચી મધની સાથે લો. પરંતુ ડાયાબીટીસના દર્દી ના લે. અડધી ચમચી તુલસીના કોરા પત્તાનો ચૂર્ણ, ચોથા ભાગની ચમચી સુંઠ પાવડર અથવા એક ચમચી મધને ભેળવીને ચટણી બનાવી લો. દિવસમાં બે વાર ચાટો. આમળા અથવા એલોવેરા નો રસ 2-2 ચમચી લો. મરીમસાલા વાળા ખોરાકની જગ્યાએ સલાડ, ઉકાળેલુ અથવા કાચું ખાનપાન લાભકારી થશે. અનુલોમવિલોમ અથવા ભસ્ત્રીકા પ્રાણાયમ લોહીને શુદ્ધ કરે છે. તેને સૂર્યોદય પછી અથવા સુર્યાસ્ત પહેલા 15-15 મિનીટ સુધી કરો

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment