આ હિરોઈનને તેના પતિએ કરી નાખી હતી કંગાળ, દારૂની લતથી પ્રોસ્ટીટ્યૂટ બનવા પર કરી હતી મજબૂર…

40

૬૦ અને ૭૦ના દશકમાં બોલીવૂડમાં એક એવી હિરોઈનની એન્ટ્રી થઇ જેની સુંદરતા અને અદાઓનું દરેક દીવાના થઇ ગયા. આ હિરોઈન હતી વિમ્મી જે બીઆર ચોપડાની શોધ હતી. વિમ્મી બહુ સુંદર હતી પરંતુ એમની જિંદગી ઘણી દર્દ ભરી રહી.

ફિલ્મોમાં આવવાથી પહેલા જ વિમ્મીના લગ્ન થઇ ગયા હતા અને એમની પહેલી ફિલ્મ ‘હમરાજ’ જે ૧૯૬૭માં આવી હતી. આ ફિલ્મમાં એમની સાથે સુનીલ દત્ત હતા. ફિલ્મ તો હીટ રહી અને એમાં એમની એક્ટિંગને ઘણું પ્રોત્સાહન પણ આપ્યું. એના પછી વિમ્મી એ સમયે સ્ટાર બની ગઈ અને પ્રોડ્યુસરો, નિર્દેશકો એમના ઘરના ચક્કર કાપવા લાગ્યા. પરંતુ એમનું કરિયર એમના પતિના કારણે ચાલ્યું નહિ.

એક વેબસાઈટ અનુસાર, વિમ્મીના પતિ તેમને ઘણી હેરાન કરતાં હતા.ત્યાં સુધી કે વિમ્મીને કઈ ફિલ્મ કરવી જોઈએ કે નહિ, આ બધું વિમ્મીના પતિ નક્કી કરતાં. પતિના કારણે એમનો સ્ટાડમ ઓછો થવા લાગ્યો. એનાથી કંટાળીને વિમ્મી પોતાના પતિથી અલગ થઇ ગઈ પરંતુ પતિના કારણે એમની જે છવી ખરાબ થઇ એનાથી એમના કરિયર પર ઘણી અસર પડી.

ફિલ્મમેકર એનાથી કતરાવા લાગ્યા અને વિમ્મીને ફિલ્મ મળવાનું બંધ થઇ ગયું, જેનાથી વિમ્મી પાસે ન તો કોઈ ઈમોશનલ સપોર્ટ બચ્યો અને ન તો પ્રોફેશનલ. કામ ન મળવાથી વિમ્મીને આર્થિક અછત થઇ. પરંતુ એનાથી ખરાબ ત્યારે થયું જ્યારે વિમ્મીએ ઘણા પ્રોડયૂસરો પાસે આર્થિક મદદ માંગી અને બધાએ ના પાડી. એના પછી તો વિમ્મીની આર્થિક સ્થિતિ વધારે ખરાબ થઇ ગઈ.

એક સમયે જે હિરોઈનના ફિલ્મમાં હોવાથી જ ફિલ્મ હીટ થઇ જતી હતી, પછી એ હિરોઈનને જ ફિલ્મોના લાલા પડી ગયા અને જે વધેલી ફિલ્મો રિલીજ થઇ એ પણ ફ્લોપ થઇ ગઈ. વિમ્મીની પર્સનલ લાઈફ પણ ઘણી ખરાબ સમયમાંથી નીકળી રહી હતી. આર્થિક અછતના કારણે વિમ્મીને પોતાનો બંગલો પણ છોડવો પડ્યો જેમાં એ રહેતી હતી.

એક સમયે જ્યારે મોંઘા કપડા પહેનારી, મોંઘી ગાડીઓમાં ફરનારી અને લાખો રૂપિયા ક્માવનારી હિરોઈન પછી એવા મુકામે પહોંચી ગઈ હતી કે દરેક આશ્ચર્યમાં હતા. વિમ્મી એટલી ગુમનામીમાં ચાલી ગઈ હતી કે કોઈ એમની શોધ સમાચાર પૂછવાવાળું પણ નહતું. ડિપ્રેશન, કરિયર પૂરું થવા અને આર્થિક સ્થિતિ ખરાબ હોવાના કારણે વિમ્મીએ ખુદને શરાબના હવાલે કરી દીધી.

કહેવામાં આવે છે કે આર્થિક અછતના કારણે વિમ્મીએ ખુદને વેશ્યાવૃતિના હવાલે કરી દીધી હતી એનાથી એમનું વધેલું કરિયર પણ બરબાદ થઇ ગયું. છેલ્લે એક દિવસ આ હિરોઈન આ દુનિયાને છોડીને ચાલી ગઈ. કહેવામાં આવે છે કે છેલ્લા દિવસોમાં એમની પાસે એટલા પૈસા પણ નહતા કે એમની અંતિમયાત્રા કાઢવામાં આવે અને એમની લાશને એક થેલામાં નાખીને લઇ જવી પડી હતી. એમની અંતિમયાત્રામાં માત્ર ચાર પાંચ લોકો જ હતા.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment