આ ૮ વસ્તુ તમને બીમાર પડવાથી જરૂર બચાવશે, એક વાર જરૂર વાંચો….

23

પાણી

આ પ્રાકૃતિક ઔષધી છે. પૂરતા પ્રમાણમાં શુદ્ધ પાણીના પીવાથી શરીરમાં જમા થયેલો ઘણા પ્રકારના વિશેલા તત્વ બહાર નીકળી જાય છે અને પ્રતિકારક ક્ષમતા વધે છે પાણી કાતો સામાન્ય તાપમાન પર અથવા નવશેકું. ફ્રિજના પાણી પીવાથી બચો.

રસદાર ફળ

સંતરા, મોસંબી વગેરે રસદાર ફળોમાં ભરપુર પ્રમાણમાં ખનીજ મીઠું તથા વિટામીન સી હોય છે. પ્રતિકારક ક્ષમતા વધારવામાં આ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તમે ચાહો તો આખું ફળ ખાઓ અને ચાહો તો તેનો રસ કાઢીને પીવો, રસમાં ખાંડ અથવા મીઠું ન ભેળવો.

ગીરીદાર ફળ

શિયાળાની ઋતુમાં ગીરીદાર ફળનું સેવન કરવું બહુજ લાભકારી થાય છે. તેને આખી રાત પલાળીને સવારે ચા અથવા દૂધ સાથે, ખાવાના અડધા કલાક પેલા લેવાથી બહુજ લાભ થાય છે.

ફણગાવેલા અનાજ

ફણગાવેલા અનાજ ( જેવા કે મગ, મઠ, ચણા, વગેરે) તથા પલાયેલી દાળનું ભરપુર પ્રમાણમાં સેવન કરો. અનાજને ફણગાવવાથી  તેમાં હાજર પોષક તત્વની ક્ષમતા વધી જાય છે. તે પચવામાં સહેલું, પૌષ્ટિક અને સ્વાદીસ્ટ હોય છે.

સલાડ

ભોજનની સાથે સલાડનો ઉપયોગ વધુમાં વધુ કરો. ભોજનનું પાચન પૂર્ણ રીતે થાય, તેના માટે સલાડનું સેવન જરૂરી હોય છે. કાકડી, ટામેટા, મૂળા, ગાજર, કોબીજ, ડુંગળી, બીટ વગેરેને સલાડમાં સામેલ કરો. તેમાં પ્રાકૃતિક રૂપથી હાજર મીઠું આપણી માટે પર્યાપ્ત હોય છે. ઉપરથી મીઠું ન નાખો.

અનાજ

ઘઉં, જવાર, બાજરી, મકાઈ જેવા અનાજનું સેવન કરો. તેનાથી કબ્જ નહિ થાય તથા પ્રતિકારક ક્ષમતા સારી રહેશે.

તુલસી

તુલસીનું ધાર્મિક મહત્વ પોતાની જગ્યાએ છે પરંતુ તેની સાથે જ આ એંટીબાયોટીક, પીડા મટાડનાર અને રોગ પ્રતિકારક ક્ષમતા વધારવામાં પણ લાભદાયક છે. રોજ સવારે તુલસીના ૩-૫ પત્તાનું સેવન કરો.

યોગ

યોગ અથવા પ્રાણાયામ શરીરને સ્વસ્થ અને રોગમુક્ત રાખવામાં બહુજ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કોઈ જાણકારથી તેને સીખીને પ્રતિદિન ઘર પર તેનો અભ્યાસ કરવો જોઈએ.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment