આ 8 લોકોને માનવામાં આવે છે અમર આમાંના એક છે કૌરવો અને પાંડવોના “કુલગુરુ કૃપાચાર્ય”

74

મહાભારતના કથન મુજબ રુદ્ર એટલે કે શંકરના એક ગણે કૃપાચાર્યના સ્વરૂપે અવતાર લીધો હતો. તેઓ કૌરવો અને પાંડવોના કુલગુરુ કૃપાચાર્ય હતા. મહાભારતના યુધ્ધમાં કૃપાચાર્યે કૌરવોને સાથ આપ્યો હતો. એટલે તેઓ સત્ય જાણતા હોવા છતાં અમુક કારણોસર કૌરવોના પક્ષે હતા. યુધ્ધના અંતે કૌરવોની સેનામાં છેલ્લે જે ત્રણ લોકો બચ્યા હતા તેમના એક કૃપાચાર્ય હતા. ધર્મ ગ્રંથો અનુસાર કૃપાચાર્ય આજે પણ જીવિત છે. કારણ કે તેઓ અજર અમર છે.

આશ્લોકથી તે વાતને પુષ્ટિ મળે છે

अश्वत्थामाबलिव्यासो हनुमांश्च विभीषण:l कृप: परशुरामश्च सप्तएतै चिरंजीवित:ll

सप्ततैतान संस्मरे नित्यम मार्कंडेयमथाष्टमम:l  जीवेदवर्षशतंसोअपिसर्वव्याधिविवर्जित: ll

ભાવાર્થ :

અસ્વત્થામા, બલિરાજા, મહર્ષિ વેદવ્યાસ, હનુમાનજી, વિભીષણ, કૃપાચાર્ય, પરશુરામ, અને માર્કેન્ડેય ઋષિ આ આઠ વ્યક્તિઓને અજર અમર માનવામાં આવે છે.

આવી રીતે થયો હતો કૃપાચાર્યનો જન્મ :

કૃપાચાર્યના પિતાનું નામ શરદ્વાન હતું. શરદ્વાન મહર્ષિ ગૌતમ ઋષિના પુત્ર હતા. મહર્ષિ ગૌતમ ઋષિના પુત્ર મહર્ષિ શરદ્વાને ઘોર તપસ્યા કરી દિવ્ય અસ્ત્ર શસ્ત્ર પ્રાપ્ત કર્યું હતું.અને ધનુર્વિદ્યામાં પણ નિપુણતા પ્રાપ્ત કરી લીધી હતી. આ બાબતની જાણ ઇન્દ્રને થતા દેવરાજ ઇન્દ્ર પણ ગભરાઈ ગયા.અને ઇન્દ્રએ શરદ્વાનની તપસ્યાનો ભંગ કરવા માટે જાનપદી નામની અપ્સરાને શરદ્વાન પાસે મોકલી. આ જાનપદી નામની અપ્સરાએ મહર્ષિ શરદ્વાનો ઘોર તપસ્યા માંથી ભંગ કરવા માટે મોહક નૃત્ય કર્યું. જેથી આ અપ્સરાને અને તેના મોહક નૃત્ય જોઇને મહર્ષિ શરદ્વાનનું સ્ખલન થઇ ગયું. મહર્ષિ શરદ્વાનનું આ સ્ખલન જમીન પર પડ્યું. જેથી તે સ્ખલનના બે ભાગ થઇ ગયા. એક ભાગમાંથી બાળક અને બીજા ભાગમાંથી કન્યા ઉત્પન્ન થઈ. તે બાળક કૃપાચાર્ય બન્યા અને કન્યા કૃપીના નામથી પ્રસિદ્ધ થયા.

કૃપાચાર્ય અને તેની બહેન કૃપીનું બાળ અવસ્થામાં પાલન પોષણ ભીષ્મપિતાના પિતાશ્રી શાન્તનુંએ કર્યું હતું :

મહાભારતનું દિવસનું યુદ્ધ સમાપ્ત થયા બાદ નિયમની વિરુદ્ધ જ્યારે કૌરવોના પક્ષે રહેલા ગુરુ દ્રોણના પુત્ર અશ્વત્થામા એ વિશ્વાસઘાત કરી રાત્રીના દગાથી દ્રૌપદીના પુત્રોનો વધ કર્યો હતો. તે સમયે દુર્યોધનના પક્ષે રહેલા કૃતવર્માની સાથે કૃપાચાર્ય પણ બહાર પહેરો દઈ રહ્યા હતા. રાત્રીના દગાથી દ્રૌપદીના પુત્રોનો વધ કર્યા પછી અશ્વત્થામા, કૃપાચાર્ય અને કૃતવર્માએ, આ ત્રણેયે જઈને દુર્યોધનને આ બાબતની જાણ કરી હતી.આ ત્રણેયના મુખેથી આ વાત સાંભળી દુર્યોધન હર્ષથી આનંદિત અને રોમાંચિત થઇ ગ્યો. અંતે આ મહાભારતના યુધ્ધમાં દુર્યોધનના મૃત્યુ પછી અશ્વત્થામા, કૃપાચાર્ય અને કૃતવર્મા, આ ત્રણેય અલગ થઇ ગયા હતા.

લેખન અને સંકલન : પ્રદીપ પટેલ & Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment