આ 7 એકસરસાઈઝ બહુ જ ઓછા સમયમાં તમારું વજન ઘટાડી દેશે, જાણો વધુ માહિતી…

34

 

વજન ઓછો કરવા અને ફિટ રહેવાની ચાહત રાખનારા લોકોને ઘણી વખત તમે કહેતા સાંભળ્યા હશે કે સ્માર્ટ રીતે ખાઓ. પરંતુ વજન ઓછો કરવા માટે જેટલું જરૂરી સ્માર્ટ રીતે જમવાનું છે, એટલું જ જરૂરી સ્માર્ટ રીતે એકસરસાઈઝ કરવું પણ છે. તમે પણ જો પોતાના વધતા વજનથી પરેશાન છો તો ડરો નહિ. અમે તમને અમુક બેસ્ટ એકસરસાઈઝ જણાવી રહ્યા છીએ, જેની મદદથી તમે ઝડપથી વજન ઓછો કરી શકશો.

બર્પી એકસરસાઈઝ

મોટાપો ઓછો કરવામાં બર્પી એકસરસાઈઝ ખુબજ મદદરૂપ સાબિત થાય છે. અમેરિકન કોલેજ ઓફ સ્પોર્ટ્સ મેડિસિનએ મેળવ્યું કે બર્પી એકસરસાઈઝ દ્વારા ૮૧ કિલોનું માણસ એક વખતમાં લગભગ ૧.૫ કેલેરી ખર્ચ કરી શકે છે. તેમજ, ૬૦ સેકન્ડમાં ૧૦ વખત બર્પી કરવાથી વજન ઝડપથી ઓછો થાય છે.

સ્વિમિંગ

ગોઠણની કોઈ ચોટના કારણથી જો તમે એકસરસાઈઝ કરવામાં સક્ષમ નથી, તો સ્વિમિંગ કરવું એક શ્રેષ્ઠ વિકલ્પ છે. અડધો કલાક સ્વિમિંગ કરીને તમે એક વખતમાં ૨૫૫ કેલેરી બર્ન કરી શકો છો. જો કે, બટરફ્લાઈ સ્ટ્રોક કરીને તમે અડધો કલાકમાં ૪૦૦ કેલેરી બર્ન કરી શકો છો. હકીકતમાં, જ્યારે તમે સ્વિમિંગ કરો છો તો આખું શરીર કામ કરે છે. સ્વિમિંગ કરવામાં માંસપેશીઓનું ઘણું યોગદાન હોય છે, જેના કારણે આ મોટાપો ઓછો કરવાની સૌથી સારી કાર્ડિયો એકસરસાઈઝમાંથી એક માનવામાં આવે છે.

જુમ્બા ડાન્સ

જો તમને જિમમાં જઈને પરસેવો પાડવો પસંદ નથી, તો તમે જુમ્બા ડાન્સ કરીને એન્જોય કરતાં કરતાં પણ વજન ઓછો કરી શકો છો. જુમ્બા ડાન્સ સ્વાસ્થ્યને સારું બનાવવા અને વજન ઓછો કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. આની સાથે જ આનાથી તનાવ પણ ઓછો થાય છે અને શરીરમાં એનર્જી વધે છે. હકીકતમાં, આ ડાન્સમાં હાઈ ઈન્ટેસિટી મૂવમેન્ટની જરૂરિયાત પડે છે, જેના કારણે વજન જલ્દી ઓછું થાય છે.

સ્ક્વાટ

તમામ પ્રયત્નો પછી પણ જો તમારો વજન ઓછું નહિ થઇ રહ્યું, તો સાચી રીતે સ્ક્વાટ કરવું લાભદાયક થશે. શરીરના નીચલા ભાગથી વજન ઓછો કરવા માટે સ્ક્વાટ સૌથી શ્રેષ્ઠ એકસરસાઈઝમાંથી એક માનવામાં આવે છે. આની મદદથી તમે ઓછા સમયમાં શરીરના નીચલા ભાગને શેપમાં લાવી શકો છો. સ્ક્વાટ બોડીબિલ્ડર અને ઈથલીટના વચ્ચે ઘણું પોપ્યુલર છે.

હાઈ ઇન્ટેસિટી ઇન્ટરવલ ટ્રેનિંગ

ઓછા સમયમાં વધારે વજન ઓછો કરવામાં હાઈ ઇન્ટેસિટી ઇન્ટરવલ ટ્રેનિંગ ખુબજ અસરકારક હોય છે. આ એકસરસાઈઝમાં ઓછા સમયમાં વધારે ઇન્ટેસિટી સાથે એકસરસાઈઝ કરવામાં આવે છે, જેનાથી શરીરની ફેટ બર્ન કરવાથી ક્ષમતા વધી જાય છે. તમને જણાવી દઈએ કે, ૨૦ મિનિટ હાઈ ઇન્ટેસિટી એકસરસાઈઝ કરીને કેટલાય કલાકો સુધી જિમમાં પરસેવો પાડીને વધારે વજન ઓછો કરી શકાય છે.

પાવર યોગા

ટ્રેડીશનલ યોગા કરતા પાવર યોગાથી વધારે ઝડપથી વજન ઓછો થાય છે. હકીકતમાં, પાવર યોગામાં વધારે મુશ્કેલ યોગાસન હોય છે, જે જલ્દી જલ્દી કરવામાં આવે છે.

સાઈકલિંગ

સાઈકલિંગ પણ વજન ઓછો કરવાનો ખુબજ સારો વિકલ્પ છે. ખાલી સાઈકલિંગ કરીને પણ તમે કેલેરી બર્ન કરી શકો છો. તમે ઈચ્છો તો વોક પણ કરી શકો છો, પરંતુ સાઈકલિંગ કરતાં વોક કરવાથી ઓછી કેલેરી બર્ન થાય છે. તમને જાણવી દઈએ કે, જ્યારે તમે વજન ઓછો કરવાના લક્ષ્યથી ટ્રેડમિલ પર ચાલો છો અથવા સાઈકલિંગ કરો છો, તો સામાન્યથી વધુ ઝડપથી ચાલો અથવા સાઈકલિંગ કરો.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment