આ 7 એક્ટ્રેસ થઇ ચુકી છે ઘરેલું હિંસાની શિકાર, એકે તો 20 વર્ષ પહેલા જીત્યો હતો મિસ વર્લ્ડનો પુરસ્કાર, તમે પણ જાણો એ કઈ એક્ટ્રેસ છે ?…

16

બોલીવુડ અને ઘણા એક્ટ્રેસ ઘરેલું હિંસાની શિકાર થઇ ચુકી છે. હાલમાં જે મામલો સામે આવ્યો છે તે બિલકુલ અલગ છે. 80 ના દશકની મશહુર અદાકારા રંજીતા કૌરે પતિ રામ મસંદે તેના પર મારપીટ અને ચોથા માળ પરથી ધક્કો મારવાનો આરોપ લગાવ્યો છે. મામલો વધતો જોઇને એક્ટ્રેસનું બયાન પણ આવી ગયું છે. પોતાના આ બયાનમાં રંજીતાએ જણાવ્યું કે દરેક ઘરમાં આ પ્રકારના ઝઘડા થાય છે. જાણો એવી કઈ એક્ટ્રેસ છે જે ઘરેલું હિંસાની શિકાર થઈ ચુકી છે.

ટીવી ક્વીન રહી ચુકેલી શ્વેતા તિવારી પર તેના પૂર્વ પતિ રાજા ચૌધરીએ ખુબ જ જુલ્મ કર્યા હતા. રાજાએ શ્વેતાને નશાની હાલતમાં ઘણી વાર નુકશાન પહોચાડ્ય. બંનેના લગ્ન વર્ષ 1998માં થયા હતા અને વર્ષ 2012માં રાજાની વધતા જુલ્મના કારણે તે અલગ થઇ ગઈ. ત્યાર બાદ શ્વેતાએ અભિનવ કોહલી સાથે લગ્ન કરી લીધા. રાજાએ શ્વેતાના બીજા પતિ સાથે પણ ઘણી વાર મારપીટ કરી છે.

ટીવી સીરીયલ ‘ડાયન’ની એક્ત્રેસની પ્રિય બઠીજાની પર્સનલ લાઈફ સારી ચાલી રહી નથી. તેઓએ વર્ષ 2017માં ડીજે કવલજીત સજુલા સાથે લગ્ન કાર્ય હતા. હવે તે કવલજીત સાથે તલાક લેવા ઈચ્છે છે. અચાનક આ ખબરે લોકોને ચોકાવી દીધા હતા. તે પ્રિયાના બીજા લગ્ન હતા. પ્રિયાએ ઇન્ટરવ્યૂમાં ખુદ જણાવ્યું હતું કે તે ઘરેલું હિંસાના કારણે તલાક લેવા ઈચ્છે છે.

જુના જમાનાની એક્ટ્રેસ જીનત અમાન પણ મારપીટની શિકાર થઇ ચુકી છે. સંજય ખાન જીનતના પહેલા પતિ હતા પણ બંનેમાં ખાસ કઈ જામ્યું નહિ. જયારે, જીનતના બીજા પતિ રહે મઝહર ખાને તો તેનું જીવવાનું મુશ્કેલ કરી દીધું હતું.

પૂર્વ મોડલ અને વર્ષ 1999માં મિસ વર્લ્ડનો પુરસ્કાર જીતનારી એક્ટ્રેસ યુક્તા મુખીએ બીઝનેસમેન પ્રિંસ તુલી સાથે વર્ષ 2008માં લગ્ન કર્યા હતા. વર્ષ 2013 માં યુક્તાએ પ્રિંસ વિરુદ્ધ દહેજ ઉત્પીડીનનો મામલો નોંધાવ્યો છે. પ્રિન્સે યુક્તા પર ફિઝીકલી અને મેન્ટલી અત્યાચાર પણ કર્યા હતા. વર્ષ 2014માં બંનેનો તલાક થઇ ગયો હતો.

વર્ષ 2009માં રિયલિટી શો ‘રાહુલ દુલ્હનિયા ળે જાયેગે’ માં ડિમ્પી ગાંગુલીએ રાહુલ મહાજન સાથે લગ્ન કર્યા હતા. પણ ચાર મહિનાની અંદર જ સબંધમાં તિરાડ પડી ગઈ. ડિમ્પીએ રાહુલ પર ગાળો આપવા ઉપરાંત ઘરેલું હિંસાના સંગીન આરોપ લગાવ્યા હતા. વર્ષ 2010માં ડિમ્પીએ તલાકની અરજી દાખલ કરી અને વર્ષ 2015માં બંનેના તલાક થઇ ગયા. હાલમાં ડિમ્પીએ બીજા લગ્ન પણ કરી લીધા છે.

હવે વાત કરીએ ફિલ્મોમાં સ્પોર્ટીંગ રોલમાં નજર આવનારી એક્ટ્રેસ દીપશિલા નાગપાળે કરી. દીપશીલાએ પતિ પર મારપીટ કરવાના આરોપ લગાવ્યા હતા. નાગપાલે વર્ષ 2012માં કેશવ અરોડા સાથે લગ્ન કર્યા હતા. પણ લગ્નના થોડા દિવસો બાદ જ બનેમાં અણબનાવ બનવાના શરુ થઇ ગયા. વર્ષ 2016માં બંનેના તલાક થઇ ગયા.

ફિલ્મોમાં વધારે પડતા માંનું પાત્રમાં નજર આવનારી એક્ટ્રેસ રતિ અગ્નિહોત્રી પણ આ સમસ્યામાંથી પસાર થઇ ચુકી છે. રતિએ વિરવાની સાથે વર્ષ 1985 માં લગ્ન કર્યા હતા. રતિએ અનિલ વિરુદ્ધ ઘરેલું હિંસાનો મામલો નોંધાવ્યો હતો. રતિએ જણાવ્યું હતું કે તેનો પતિ તેને ટોર્ચર કરીને ખુબ જ હેરાન કરતો હતો. વર્ષ 2015માં બંનેના તલાક થઇ ગયા હતા.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment