આ 5 શુભ સંકેત મળતા જ તમારા પર લક્ષ્મી માતાજીની કૃપા થશે, જાણો શું છે સંકેત…

34

આપણા પૌરાણિક ધાર્મિક શાસ્ત્રોમાં શુભ અને અશુભ સંકેતો વિશે વિસ્તારથી કહેવામાં સમજાવવામાં આવ્યું છે. જે વ્યક્તિને અશુભ સંકેત મળે તે વ્યક્તિ પર મુશ્કેલીના તકલીફના ચિંતાના વાદળો ઘેરી વળવાની શક્યતા ઉભી થાય છે. આજે આપણે શુભ સંકેત વિશે જોઈએ. કોઇપણ વ્યક્તિને શુભ સંકેત મળતા તે વ્યક્તિ પર શ્રી લક્ષ્મી માતાની કૃપા પ્રાપ્ત થાય છે. આવા શુભ સંકેતો મળ્યા પછી તે વ્યક્તિના જીવનની મુશ્કેલીઓ ધીરે ધીરે ખત્મ થવા લાગે છે. અને સુખ સંપન્નતા આવવા લાગે છે.તો ચાલો આજે અમે તમને એવા શુભ સંકેત વિશે જણાવીએ કે આવા શુભ સંકેતથી તમારા જીવનમાં લક્ષ્મીજીની કૃપા કઈ રીતે થાય છે.

૧.) જયારે પણ તમારી આસપાસ કે આજુબાજુ અચાનક લીલો તરીકે લીલી છમ્મ ચીજ વસ્તુઓ જોવામાં આવે તો સમજી લેવું કે તમને લક્ષ્મી માતાજીની કૃપા અને આશીર્વાદ પ્રાપ્ત થવાના છે.

૨.) અચાનક સાવરણી કે સાવરણાના દર્શન થાય તો તેને પણ શુભ સંકેત માનવામાં આવે છે. જોસવાર સવારમાં તમને અચાનક કોઈ સાવરણી કે સાવરણાથી સફાઈ કરતા જોવા મળે તો સમજી લેવું કે તમે જલ્દી પૈસાદાર બનવાના છો. તમારા પર લક્ષ્મી માતાજીની અસીમ કૃપા વરસવાની છે. કારણ કે સાવરણી કે સાવરણાને લક્ષ્મીજી સાથે ઊંડો સંબંધ છે.

૩.) સવાર સવારમાં જો તમને અચાનક શંખનો અવાજ સંભળાય તો તેને પણ શુભ સંકેત માનવામાં આવે છે.(ઘરની નજીક દેવાધિદેવ મહાદેવનું મંદિર હોય અને દરરોજ આરતી સમયે શંખ નાદ થતો હોય તો તે સામાન્ય બાબત ગણાય છે. કારણ કે અહિયાં આકસ્મિક કે અચાનકની વાતને મુખ્ય બાબત ગણવામાં આવી છે.) જો અચાનક શંખનો અવાજ સંભળાય તો તેને તમારા ઘરમાં લક્ષ્મીજીના આગમનનો શુભ સંકેત માનવામાં આવે છે. જો તમારી સાથે આવું થાય તો સમજી લેવું કે લક્ષ્મીજીની કૃપાથી તમારું ભાગ્ય ખુલી રહ્યું છે.

૪.) જો તમને સવાર સવારમાં શેરડી જોવામાં આવે તો તેને પણ શુભ માનવામાં આવે છે. સવારમાં અચાનક તમારી આસપાસ શેરડી જોવા મળે તો ચોખ્ખો શુભ સંકેત છે કે લક્ષ્મીજીની કૃપાથી તમારા ભાગ્યનો ઉદય થઇ રહ્યો છે.

૫.) ખાસ કરીને લક્ષ્મી માતાનું વાહન ઘુવડ છે. એવામાં જો તમને તમારી આસપાસ અચાનક ઘુવડ જોવામાં આવે તો સમજી લેવું કે લક્ષ્મી માતા તમારાથી ખુબજ પ્રસન્ન અને પ્રભાવિત છે. જેથી જલ્દી તમારા પર શ્રી લક્ષ્મી માતા કૃપા કરવાના છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment