આ 5 શ્રાપિત લોકોની નથી પૂરી થતી સંતાનની ઈચ્છા, જાણો શું છે શ્રાપનુ રહસ્ય…

28

પ્રાચીનકાળમાં ઋષિ મુનિઓ જયારે ગુસ્સે થઇ જતા તો શ્રાપ આપી દેતા હતા. તેના પછી જયારે વ્યકિતને પોતાની ભૂલોનો અહેસાસ થતો તો ત્યારે તે શ્રાપથી મુક્તિ મેળવવા તે ઋષિ અથવા અન્ય દેવતાના શરણોમાં જઈને તેનું સમાધાન માટે નમન કરતા હતા. શ્રાપ અને આશીર્વાદનો પહેલા પણ અને આજે પણ અસર થાય છે. આ શ્રાપની અસર થાય છે કે થોડાક લોકો જ્યાં એક સ્વસ્થ સુંદર સંતાન માટે તરસી જાય છે તો થોડાક લોકો સંતાન હોવા છતાં પણ તેનું સુખ પ્રાપ્ત નથી કરી શકતા.

જો તમારા લગ્નના ઘણા વર્ષો વિતિ ગયા પછી પણ તમે એક સુંદર સ્વસ્થ સંતાનનું સપનું પૂરું નથી કરી શકતા તો તમને પોતાના અથવા પૂર્વ જન્મમાં કરેલી કોઈ ભૂલના કારણે લાગેલા શ્રાપનું નિદાન જરૂર કરવું જોઈએ. ધાર્મિક અને જયોતિષ ગ્રંથોમાં થોડાક યોગો અને શ્રાપ વિશે ચર્ચા કરવામાં આવેલી છે, જેના કારણે તમામ પ્રયત્નો પછી પણ પૂરું નથી થતું કુલદીપકનું સપનું. આવો જાણીએ તે પાંચ શ્રાપ વિશે અને તેની મુક્તિના ઉપાય

માતૃશ્રાપથી સંતાન ક્ષય

પૂર્વ જન્મમાં અથવા આ જન્મમાં તમે માતૃશ્રાપથી પીડાતા હોય તો નિશ્ચિત છે કે તમારે સંતાન સાથે જોડાયેલી મુશ્કેલીઓ ભોગવવી પડશે. શ્રાપથી મુક્તિ માટે દરેક વ્યક્તિએ રામેશ્વર તીર્થમાં જઈને સ્નાન કરવું જોઈએ. તેમજ પોતાની ક્ષમતા મુજબ ચાંદીનું પાત્ર દાન કરવું જોઈએ. ભક્તિભાવથી આ ઉપાય કરવાથી વ્યક્તિને માતૃશ્રાપથી મુક્તિ મળે છે અને સ્વસ્થ, સુંદર અને ચરિત્રવાન પુત્ર પ્રાપ્તિનું સપનું પૂરું થાય છે.

ભાતૃશ્રાપથી સંતાન ક્ષય

પૂર્વ અથવા આ જન્મમાં ભાઈથી મળેલ શ્રાપ તમને સંતાન સુખથી વંચિત કરી શકે છે. આ શ્રાપથી મુક્તિ માટે પૂરી ભક્તિભાવથી ભગવાન વિષ્ણુની પૂજા કરો. શ્રી લક્ષ્મી નારાયણની કથા સાંભળો. યમુના અથવા કૃષ્ણા નદીમાં ખાસ કરીને સ્નાન કરો. તેમજ પીપળાનું વૃક્ષ વાવો અને તે મોટું થાય ત્યાં સુધી તેની સેવા કરો. શ્રદ્ધાપૂર્વક એવું કરવાથી નિશ્ચિત રૂપથી તમને ભાતૃશ્રાપથી મુક્તિ મળશે અને કુલદીપકનું સપનું સાકાર થશે.

બ્રાહ્મણ શ્રાપથી સંતાન હીનતા

જો તમારા પૂર્વજન્મ અથવા આ જન્મમાં કોઈ બ્રાહ્મણ શ્રાપથી પીડિત છો તો તમારે આ શ્રાપથી મુક્તિ મેળવવા માટે ચાંદ્રાયણ વ્રત કરવું જોઈએ. તેમજ જો શક્ય હોય તો કોઈ યોગ્ય બ્રાહ્મણને ગાયનું દાન કરવું જોઈએ. આ શ્રાપની મુક્તિથી નિશ્ચિત રૂપથી યોગ્ય પુત્રની પ્રાપ્તિ થાય છે.

પત્નીના શ્રાપથી સંતાન ક્ષય

જો તમે પૂર્વ અથવા આ જન્મમાં પત્ની દ્વારા આપવામાં આવેલા શ્રાપથી પીડિત છો તો નિશ્ચિત રૂપથી તમારે સંતાન સુખમાં બધીજ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. આ શ્રાપથી મુક્તિ મેળવવા વ્યક્તિએ શ્રી લક્ષ્મીનારાયણની મૂર્તિનું વિધિવત પૂજા કરવી જોઈએ. કન્યાદાનથી પણ આ શ્રાપથી મુક્તિ મેળવી શકાય છે.

પ્રેતજનિત શ્રાપથી સંતાનહીનતા

ઘણીવાર સાતન સુખમાં પ્રેત બાધાની વાત પણ સામે આવે છે. જો એવા લક્ષણ સામે આવે તો અથવા દેખાઈ તો તેનાથી મુક્તિ મેળવવા માટે ગયા તીર્થ (બિહાર) માં વિધિવત શ્રાદ્ધ કરવું જોઈએ. બ્રાહ્મણને ભોજન કરાવવું જોઈએ તેનાથી પુત્રપ્રાપ્તિની મનોકામના પૂરી થાય છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment