આ 3 ચેતવણીનું હંમેશા રાખો ધ્યાન, જયારે પણ ચેતવણી મળે તો સમજી લેવું કે પેટ્રોલ અને ડીજલ થશે મોંઘુ…

10

આ પેન્ડુલ્મની જેમ ચાલી રહ્યું છે પરંતુ અન્ય અપ્સ અને ડાઉન્સ થતા જ થોડાક કલાકોમાં જ કોઈ પણ ઈકોનોમીના અરબો ડોલરો ડુબાડી શકે છે. ગયા વર્ષેની તુલનામાં તેલની કીમત ૫૦ ટકા સુધી વધી ગઈ છે. પરંતુ આ મે માં જયારે તેલ ૮૦ ડોલર પ્રતિ બેરલની કીમતને પાર કરી ગયું તો આ નવેમ્બર, ૨૦૧૪ પછી સૌથી ઉચી કીમત હતી. આ જોખમની ચેતવણી જેવું છે.

તેલની કીમત પર નજર રાખવાવાળા જાણકાર હવે એવું કહેવા લાગ્યા કે સસ્તા તેલના દિવસોનું લોડીંગ હવે શરુ થઇ ગયું છે. ઈરાન પર અમેરિકી પ્રતિબંધોના સંભવિત અસરને કિમતોમાં આવેલા ઉછાળાના એક મોટા કારણ તરીકે જોવામાં આવે છે. ગોલ્ડમેન સૈક્સ બેંકે હાલમાં જ કહ્યું હતું કે તેલની માંગ આવનારા સમયમાં વધશે.

તેલની બજાર

અમેરિકી બૈંક મોર્ગન સ્ટેનલી જેવા વિત્તીય સંસ્થાઓ પહેલા જ કીમત વધવાની ભવિષ્યવાણી કરી ચુક્યા છે. હવે બંને વાતો સામે આવી રહી છે. તેમ છતાં હંમેશાથી થતું આયુ છે કે તેલની બજાર અનિશ્ચિતતાઓથી ભરેલી છે અને તેમાં કિમતો વિશે કઈ નિશ્ચિત કહી નથી શકતા.

સાઉદી અરબ અને રૂસ જેવા તેલ વેચવાવાળા દેશ મિશ્ર હાવભાવ આપી રહ્યા છે. સેટ પીટ્સબર્ગ ઈંન્ટરનેશનલ ઇકોનોમિક ફોરમની બેઠકમાં આ વર્ષે તેલના ઉત્પાદનમાં કટોતી પર સહમતી બની હતી. છતાં પણ જાણીને લોકોએ આ જાહેરાતને વધુ મહત્વ ન આપ્યું. બીબીસીએ તે ત્રણ કારણોની તપાસ કરી છે જે એ જણાવે છે કે સસ્તું તેલ હવે વીતેલા જમાનાની વાત છે.

પહેલું કારણ – તેલની આપૂર્તિમાં કટોતી

દુનિયાને તેલ વેચવાવાળો દેશ આપૂર્તિમાં કટોતીની એક યોજના પર સખ્તીથી અમલ કરી રહ્યા છે. તેના માટે ૧૭ મહિનાની મીયાદ નક્કી કરવામાં આવી છે. તેમનું ધ્યેય તેલના ઉત્પાદનને ૧.૮ મિલિયન બેરલ રોજ એટલી માત્રા સુધી લઇ જવાનો છે. હકીકતમાં, તે ઈચ્છે છે કે દુનિયામાં તેલની માંગ વધે અને સાથે કીમત પણ વધે.

સાઉદી અરબની અગુવાઈમાં થઇ રહેલી આ ડ્રીલની ટ્રંપ પ્રશાસને આલોચના કરી છે. અમેરિકાનું કહેવું છે કે તેનાથી કીમતોમાં બનાવતી ઈજાફો કરવામાં આવી રહ્યો છે. છતાં પણ સાઉદી અરબ આ આરોપોને ખારીજ કરે છે. બજારના જાણકારોનું કહેવું છે કે તેલ બચાવીને રાખવાવાળા દેશોનો ભંડાર પણ ખાલી થવાનો છે.

કોલંબીયા યુનીવર્સીટીના ગ્લોબલ એનર્જી પોલીસી સેન્ટરના રીસર્ચ એંટની હાલ્ફ કહે છે, “મોટા તેલ ભંડારો જેના કારણે તેલની કીમત કાબુમાં હતી, હવે તે પૂરી થવા આવી છે.” સાઉદી અરબ-રૂસની વચ્ચે જે યોજના પર આપૂર્તિ બની છે, તે આ વર્ષેના અંત સુધી રહેશે તેવી સંભાવના છે. આશા છે કે તેનું પરિણામ આગળના વર્ષે સુધી આવા જ રહેશે.

બીજું કારણ – ઈરાન પર અમેરિકી પ્રતિબંધી

એલન આર વાલ્ડ રાજનીતિક અને ઉર્જા બાબતોના વિશેષજ્ઞ છે. તે ‘સાઉદી ઈંક’ નામની બુક પણ લખી ચુક્યા છે. તેમનું કહેવું છે કે ઈરાનનો મુદ્દો તેલની કીમતોમાં હાલમાં થયેલો ઇજાફાનું મોટું કારણ છે. એલન આર વાલ્ડ રાજનીતિક યમન અને સીરીયામાં ચાલી રહેલી લડાઈને તેલની કીમતોમાં વૃદ્ધિ સાથે જોડાયલી દલીલને ખારીજ કરે છે. તે કહે છે કે બંને દેશો તેલના અહમ ઉત્પાદક નથી.

તેમણે કહ્યું, “હકીકતમાં ઈરાન પર પ્રતિબંધોની આશંકા પછીથી તેલની કીમત વધવા લાગી છે અને જયારે આ પ્રતિબંધોની જાહેરાત થઇ તો કીમત એક વાર પાછી વધી.” “હાલમાં તે સ્પસ્ટ નથી કે તેલ બજારમાંથી કેટલું ઈરાની તેલ ઓછું થશે અને એક અંદાજો છે કે દરરોજ બે લાખ બેરલથી લઈને દસ લાખ બેરલની કમી આવશે. જે પ્રકારની અનીશ્ચીતાનું વાતાવરણ છે, તેને ધ્યાનમાં રાખીને ટ્રંપના ફેસલાની સંભવિત અસર પર પ્રશ્ન કરવાવાળમાં વાલ્ડ એકલો વ્યક્તિ નથી.

એંટની હાલ્ફની મુજબ, “તેમાં કોઈ શંકા નથી કે ઈરાન પર ફરીથી પ્રતિબંધ લગાવવાના ટ્રંપ પ્રશાશનના ફેસલાથી તેલની કીમત વધી છે” , “પરંતુ તેલનો વેપારથી ઈરાનને થનારી કમાણી પર કેટલી અસર થશે, તે જોવાનું અજી બાકી છે.”

ત્રીજું કારણ – વેનેજુએલામાં તેલના ઉત્પાદનમાં અછત

વેનેજુએલાના રાજનીતિક સંકટનું પરિણામથી તેલ ઉદ્યોગને ઘણું ભોગવવું પડ્યું છે. ગયા બે વર્ષમાં તેના ઉત્પાદનમાં ત્રીજા ભાગની કટોતી થઇ છે. ફ્રેન્સીકો મોનાલ્ડી હ્યુસ્ટનની રાઈસ યુનીવર્સીટીમાં લાતિન અમેરિકાના ઉર્જા નીતિના જાણકાર છે.

તે જણાવે છે સરકાર અને બજારને તેલ ઉત્પાદનમાં જેટલી કટોતીની આશા હતી, એનાથી છ ગણી વધુ અછત થઇ છે. આ ગિરાવટ જેટલી આશા હતી તેનાથી વધુ તેજ હતી.

ઉર્જા મામલાની જાણકાર અમૃતા સેન જણાવે છે કે વેનેજુએલા અજી પણ ૧૪ લાખ બેરલ તેલનું પ્રતિદિન ઉત્પાદન કરે છે, તેમાં થોડું પણ ઓછું થયું તો કીમત ચઢશે. તેમણે જણાવ્યું કે ગયા વર્ષે વેનેજુએલામાં દસ લાખ બેરલ પ્રતિદિન તેલ ઉત્પાદન ઓછું થયું હતું અને આ સંદર્ભમાં કીમત વધવામાં તેનું પણ યોગદાન છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment