આ 10 પક્ષી દિવ્ય શક્તિ ધરાવે છે, જાણો તેના ચમત્કાર અને પવિત્ર હોવાનું રહસ્ય….

6

સનાતન ધર્મમાં10 એવાચમત્કારી પક્ષીઓ છે કે જેને અત્યંત પવિત્ર માનવામાં આવે છે. તો ચાલો આજે અમે તમને એવા10 ચમત્કારી પક્ષીઓ વિશે જણાવીએ કે જેદિવ્ય અને પવિત્ર છે. અને તેનું હિંદુ ધર્મમાં ખુબજ મહત્વ માનવામાં આવ્યુંછે. જેનો આદર અને સન્માન કરવું દરેક હિન્દુઓનું કર્તવ્ય અને ફરજ છે. ચાલો વિગતવાર જોઈએ.

1) હંસ

જ્યારે કોઈ વ્યક્તિ સિદ્ધ થઇ જાય છે ત્યારે એમ કહેવામાં આવે છે કે તેમણે હંસ પદને પ્રાપ્ત કરી લીધું છે. અને જો કોઈ સમાધિમાં જતા રહે તો એમ કહેવામાં આવે છે કે તે પરમહંસથઇ ગયા છે. સનાતન ધર્મમાં પરમહંસને સૌથી મોટું પદ માનવામાં આવે છે. હંસને પ્રેમ અને પવિત્રતાનું પ્રતિક માનવામાં આવે છે. હંસને સમસ્ત પક્ષી જાતિમાં સૌથી વિવેકી પક્ષી માનવામાં આવે છે. હંસ વિવેકી હોવાના કારણે જ તેને જ્ઞાન અને કળાના દેવી માં સરસ્વતીનું વાહન માનવામાં આવે છે. હિંદુધર્મમાં હંસને મારવો તે પિતા અને ગુરુની હત્યા સમાન માનવામાં આવે છે. એવી માન્યતા છે કે હંસને મારનાર વ્યક્તિ ત્રણ જન્મ સુધી નરકમાં રહે છે.

2) નીલકંઠ

એમ કહેવાય છે કે નીલકંઠ પક્ષીને જોવા માત્રથી ભાગ્યના દરવાજા ખુલી જાય છે. દશેરાના તહેવાર પર આ પક્ષીના દર્શનને શુભ અને ભાગ્યને બદલનાર માનવામાં આવે છે. આ કારણથી દશેરાના દિવસે દરેક વ્યક્તિ એવી અપેક્ષા અને આશા સાથે અગાસીએ જઈને આકાશ તરફ જુએ છે કે જેથી તેને લક બાય ચાન્સ નીલકંઠ પક્ષી જોવા મળી જાય.

એવી માન્યતા છે કે વિજયા દશમીના દિવસે નીલકંઠ પક્ષીના દર્શન કરનાર વ્યક્તિના ઘરમાં આખું વર્ષ શુભ કાર્ય થતા જ રહે છે. વધુમાંએમ કહેવાય છે કે શ્રી રામે આ નીલકંઠ પક્ષીના દર્શનકર્યા પછી રાક્ષસરાજ રાવણ પર ચઢાઈ કરી હતી, અને વિજય પ્રાપ્ત કર્યો હતો.

3) મોર

જેમ ફળોનો રાજા કેરી છે તેમ પક્ષીઓની રાજા મોર છે. મોર શિવપુત્ર કાર્તિકેયનું વાહન છે. તદ પરાંત ભગવાન શ્રીકૃષ્ણના મુગટમાં રહેલ મોરપીછ આ પક્ષીનું મહત્વ દર્શાવે છે. મોર ભારતનું રાષ્ટ્રીય પક્ષી છે. દરેક પુરાણો અને ઉપનિષદોમાં મોરનું સ્થાન ખુબ જ ઊંચું માનવામાં આવે છે. હિંદુ ધર્મમાં મોરની હત્યાને મહાપાપ માનવામાં આવે છે. અને હત્યા કરનાર વ્યક્તિ જન્મો જન્મન રકમાં પડ્યો રહે છે.

4) કબુતર

કબૂતરને પારેવું અથવા કપોત પણ કહેવામાં આવે છે. તેને શાંતિનું પ્રતિક માનવામાં આવે છે. ભગવાન શિવજીએ જ્યારે અમરનાથમાં માં પાર્વતીને અજર અમર થવાનું જ્ઞાન વચન સંભળાવ્યું હતું. ત્યારે ત્યાં કબૂતરના એક જોડાએ અનાયાસે શિવજીના મુખેથી આ જ્ઞાન વચન સાંભળી લીધું હતું. ત્યારથી તે અજર અમર થઇ ગયું છે. આજે પણ અમરનાથની ગુફા પાસે કબુતરનું આકપલ જોવા મળે છે.

5) ગરુડ

પક્ષીઓમાં ગરુડને સર્વ શ્રેષ્ઠ માનવામાં આવે છે. તે સમજદાર અને બુદ્ધિમાન હોવાની સાથે તે તેઝ ગતિથી ઉડવાની ક્ષમતા પણ ધરાવે છે. ગરુડના નામ પર એક પુરાણ પણ છે જેને ગરુડ પુરાણના નામથી ઓળખવામાં આવે છે. ગરુડ ભારતનું ધાર્મિક અને અમેરિકાનું રાષ્ટ્રીય પક્ષી છે.ગરુડ વિશે પુરાણોમાં કેટલાય પ્રકારની કથાઓ જોવા વાંચવા મળે છે. ગરુડને ભગવાન વિષ્ણુનું વાહન માનવામાં આવે છે. ગરુડે જ ભગવાન શ્રી રામ અને લક્ષ્મણને રાવણ પુત્ર મેઘનાથના નાગપાશ માંથી મુકત કર્યા હતા. ગરુડની એક ખાસિયત એ છે કે અ પક્ષી 100 વર્ષ સુધી જીવવાની ક્ષમતા આયુષ્ય ધરાવે છે.

6) કાગડો

કાગડાને અતિથી એટલે કે મહેમાનના આગમનનો સૂચક માનવામાં આવે છે. તે સાથે તેને પિતૃનું સ્થાન આપવામાં આવ્યું છે. શ્રાધ પક્ષમાં કાગડાને ભોજન કરાવવું એટલે આપણા પિતૃઓને ભોજન કરાવ્યા બરાબર માનવામાં આવે છે.આ ઉપરાંત કાગડાને ભવિષ્યની ઘટનાઓનો સૂચક માનવામાં આવે છે. જેને કાગ વાણી પણ કહેવામાં આવે છે.

7) ચકલી

ચકલી આપણા ઘર આંગણાનું નાનુંએવું પક્ષી છે. ચકલી હલકી ભૂરા રંગની અથવા સફેદ રંગની હોય છે. તેના શરીર પર નાની નાની પાંખો અને પીળા રંગની ચાંચ અને પગ હોય છે. ચકલી મનુષ્યના ઘરની આસપાસ રહેવાનું પસંદ કરે છે. પૌરાણિક માન્યતા અનુસાર આ નાનું એવું પક્ષી જે કોઈના ઘરમાં કે આંગણામાં રહે છે ત્યાં સુખ શાંતિ ખુશી અને સમૃધી સદાય રહે છે. અને તે ઘર દિન પ્રતિદિન પ્રગતી કરે છે.

8) બગલો

ધાર્મિક ગ્રંથોમાં બગલા સાથે જોડાયેલ અનેક કથાઓનો ઉલ્લેખ જોવા મળે છે. બગલાના નામ સાથે એક દેવીનું નામ પણ જોડાયેલ છે. જેને બગલામુખી કહેવામાં આવે છે. એક પ્રકારનું ધ્યાન બગલા ધ્યાન પણ છે. તેમાં વ્યક્તિને બગલાની માફક એકચિત્તે ધ્યાન લગાવવાનું હોય છે. બગલાની બાબતમાં એમ કહેવામાં આવે છે કે તે કોઇપણ વ્યક્તિના ઘરની આસપાસ નજીકના ઝાડ કે કોઇપણ જગ્યા પર રહે છે તો ત્યાં શાંતિ રહે છે. અને ત્યાં કોઈપણ પ્રકારની અકળકે આકસ્મિક મૃત્યુથતું નથી.

9) ઘુવડ

ઘુવડ એક એવું પક્ષી છે જેને સમાજમાં માન સન્માનની દ્રષ્ટિથી જોવામાં આવતું નથી. સામાન્ય રીતે લોકો તેનાથી ડરતા હોય છે. જોકે ઘુવડને લક્ષ્મી માતાનું વાહન માનવામાં આવે છે. વેદમાં એમ કહેવામાં આવ્યું છે કે ઘુવડનું અપમાન એટલે સ્વયમ લક્ષ્મી માતાનું અપમાન ગણવામાં આવે છે. હિંદુ સંસ્કૃતિમાં ધુવડ ધન અને સમૃધીનું પ્રતિક ગણાય છે. ઘુવડ એક એવું પક્ષી છે જેને ભુતકાળમાં બનેલી, વર્તમાનકાળમાં બનતી અને ભવિષ્યકાળમાં ઘટનાર બનાવની જાણ હોય છે. જ્ઞાન હોય છે. રામ ચરિતમા નસમાં ઘુવડને એક ચતુર પક્ષી માનવામાં આવે છે.

10) પોપટ

પોપટના લીલા રંગને બુધ ગ્રહની સાથે સરખાવીને તેને જોવામાં આવે છે.એવું માનવામાં આવે છે કે પોપટને પાળવાથી બુધ ગ્રહની કુદ્રષ્ટિનો પ્રભાવ દુર થાય છે. પોપટને જોવા માત્રથી વ્યક્તિનું મન શાંત થઇ જાય છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment