97 વર્ષના વૃદ્ધે રીન્યુ કરાવ્યું પોતાનું ડ્રાઈવિંગ લાઈસેન્સ, છેલ્લી વાર 2004 માં ચલાવી હતી કાર, જાણો એમની રસપ્રદ વાત…

23

ભારતીય મૂળના કેન્યાઈ, મેહતા એકલા રહે છે અને તેમને ગાડી ચલાવવાની કોઈ જરૂર નથી.

સંયુક્ત અરબ અમીરાતમાં ભારતીય મૂળના ૯૭ વર્ષના વૃદ્ધ એ ચાર વર્ષ માટે પોતાનું ડ્રાઈવિંગ લાઈસેન્સનું નવીકરણ કરાવ્યું છે. ટીએચડી મેહતાનો જન્મ ૧૯૨૨ માં થયો હતો. તે દુબઈના રસ્તા પર ગાડી ચલાવનારા ૯૦ વર્ષથી વધુ ઉમ્રના પહેલા વ્યક્તિ છે. ગલ્ફ ન્યુજએ શનિવારે જાણકારી આપી કે તેમનું લાઈસેન્સ ઓક્ટોમ્બર ૨૦૨૩ સુધી માન્ય છે. આ દિલચસ્પ છે કે બ્રિટેનની મહારાણી એલિજાબેથ દ્વિતીયના ૯૭ વર્ષીય પટી પ્રિન્સ ફિલિપએ સ્વેચ્છાએ પોતાનું ડ્રાઈવિંગ લાઈસેન્સ પાછું આપી દીધું છે. તેનાથી અઠવાડિયા પહેલા, તે દુર્ઘટનામાં માંડ માંડ બચ્યા હતા. આ દુર્ઘટનામાં બે મહિલાઓ ઘાયલ થઇ હતી.

મેહતાને પેદલ ચાલવું ગમે છે

ભારતીય મૂળના કેન્યાઈ, મેહતા એકલા રહેતા હતા અને તેમને ગાડી ચલાવવાની કોઈ ઉતાવળ નથી. તેમનું માનવું છે કે કાર લોકોને આળસુ બનાવે છે. તેમને પેદલ ચાલવું ગમે છે અને ઘણીવાર તો તે ચાર કલાક સુધી પેદલ ચાલે છે લાંબા સમયથી દુબઈમાં રહેતા મેહતા અપરણિત છે અને તેમણે છેલ્લી વાર ૨૦૦૪ માં ગાડી ચલાવી હતી. તે હવે સફર કરવા માટે સાર્વજનિક પરિવહનનો ઉપયોગ કરે છે અથવા પેદલ જ ચાલી નીકળે છે.

૨૦૦૨ સુધી એક હોટલમાં કરતા હતા જોબ

મેહતાએ હસતા હસતા કહ્યું, “કોઈને પણ ન કહેતા આ મારી તંદુરસ્તી અને લાંબી જિંદગીનું રહસ્ય છે. હું ન તો સિગરેટ પીવ છું અને ન તો શરાબને હાથ લગાડું છું.” તે ૧૯૮૦માં દુબઈ આવ્યા હતા અને એક પાંચ સિતારા હોટલમાં લેખાકારની નોકરી કરવા લાગ્યા હતા. અ હોટલમાં ૨૦૦૨ સુધી કામ કર્યું. તે વર્ષે નિયમિત રીતે કર્મચારીઓની પુષ્ઠભૂમિની તપાસ દરમિયાન તેમની ઉંમરનો ખુલાસો થયો અને તેમને રાજીનામુ દેવાનું કહેવામાં આવ્યું હતું.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment