15000 કીલોમીટર સુધી અજગરે મહિલા સાથે કરી મુસાફરી, અહિયાં છુપાયેલો હતો અને કરી રહ્યો હતો આ કામ…

20

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેની મુસાફરી યાદગાર રહે પરંતુ જો તે દરમિયાન તમારી સાથે કઈક એવું બની જાય તે કદાચ તમે વિચાર્યું પણ ના હોય તો તમે ચોક્કસ હેરાન થઇ જાવ. પરંતુ કેવું થઇ જો કોઈ વસ્તુ તમારી સાથે પોતાની જાતે તમારી સાથે આવી જાય. અહિયાં અમે કોઈ ભયંકર વસ્તુની વાત કરી રહ્યા છીએ.

હકીકતમાં, સ્કોટલેંડમાં રહેનારી મોએરા નામની એક મહિલા માટે તેની ઓસ્ટેલિયા ટ્રીપ બહુજ યાદગાર બની ગઈ છે. જણાવી દઈએ કે, જયારે મોએરાએ પાછા આવીને પોતાનો માલ સામાન અનપેક કરવાનું ચાલુ કર્યું તો તેમને પોતાના ચંપલની અંદર એક અજગર જોવા મળ્યો જે ઓસ્ટેલિયાથી તેમની સાથે આવ્યો હતો.

મોએરાના સામાનની સાથે આ અજગરે મૈકેથી ગ્લાસગો સુધીનો 15000 કીલોમીટરની મુસાફરી કરી. જયારે મોએરાએ તેને જોયો ત્યારે તે ચંપલની અંદર પોતાની ચામડી કાઢી રહ્યો હતો. પરંતુ પછી ખબર પડી કે તે એક જેર વગરની પ્રજાતિનો અજગર છે, જેને મોટાભાગે લોકો પાળે છે.

મોએરાના જમાઈ પોલે જણાવ્યું કે સૌથી પહેલા જયારે આ અજગર જોવા મળ્યો ત્યારે લાગ્યું કે કોઈએ રબરનો અજગર ચંપલમાં નાખીને મજાક કરી છે પરંતુ પ્સ્છી જયારે હકીકત ખબર પડી તો બધાના હાલ બેહાલ થઇ ગયા. તેમણે સાવચેતી પૂર્વક ચંપલને ગાર્ડનમાં રાખ્યું અને સ્કોટીશ સોસયટી ફોર પ્રિવેન્શન ઓફ ક્રઅલીટી ટુ એનીમલને બોલાવ્યા.

વીતેલા થોડાક દિવસોથી ઓસ્ટેલિયાના લોકોને સતત સાપો અને ખાસ કરીને અજગરનો સામનો પોતાના બાથરૂમમાં કરવો પડે છે. છેલ્લા ઘણા દિવસોથી આવી ઘણી બાબત સામે આવી છે. ઓસ્ટેલિયામાં ઘણીવાર લોકોને પોતાના ઘરની પાછળ અજગર જોવા મળે છે પરંતુ વાતાવરણ ગરમ થવા પર તે ઠંડી જગ્યાઓ ગોતે છે. એવામાં તે મોટાભાગે એયરકંડીશન અથવા રેફ્રીજરેટર આજુબાજુમાં જોવા મળે છે. પરંતુ ગરમી વધારે વધવા લાગે તો તે ભેજવાળી જગ્યાઓ ગોતવા લાગે છે. આજ કારણ છે કે તેઓ ઘણીવાર ઘરના કમાડ પર જોવા મળે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment