9 રૂપિયાના ચક્કરમાં બસ કંડકટરને થયું 15 લાખનું નુકશાન, પૂરી વાત સાંભળીને હેરાન થઇ જશો…

454

સામાન્ય રીતે બસોમાં સફર કરનારા લોકો ક્યારેક ક્યારેક કંડકટરને પૈસા આપી દે છે, પણ તેની પાસેથી ટીકીટ લેતા નથી અથવા બસ કંડકટર પોતે તેને ટીકીટ આપતો નથી. એવામાં ટીકીટ ચેકિંગ દરમિયાન યાત્રી જયારે પકડાઈ જાય છે ત્યારે તેના પર જુર્માનો લગાવી દેવામાં આવે છે, પણ ગુજરાતમાં તેનાથી ઉલટું થઇ રહ્યું છે. અહિયાં એક બસ કંડકટરને યાત્રીને અંદાજે નવ રૂપિયાના ટીકીટ ન આપવાના ચક્કરમાં 15 લખ રૂપિયાનું નુકશાન થઇ ગયું છે.

આ મામલો 16 વર્ષ પહેલાનો છે. હકીકતમાં, પાંચ જુલાઈ, 2003 એ ગુજરાત રાજ્ય સડક પરિવહન નિગમની એક બસમાં અચાનક નિરીક્ષણ દરમિયાન એક યાત્રી વગર ટીકીટે મળી આવ્યો. આ બસના કંડકટર ચંદ્રકાંત પટેલ હતા. પુછપરછ દરમિયાન યાત્રીએ નિગમના ઓફિસરોને જણાવ્યું કે તેને ટીકીટના પૈસા આપી દીધા છે, પણ કંડકટરે તેને ટીકીટ આપી નથી.;

ત્યાર બાદ ગુજરાત રાજ્ય સડક પરિવહન નિગમે કંડકટર ચંદ્રકાંત પટેલ વિરુદ્ધ વિભાગીય તપાસ શરુ કરી દીધી. અ તપાસમાં ચંદ્રકાંત દોષી આવ્યા, જેના બાદ પરિવહન નિગમે સજામાં હયાતના વેતનના બે સ્ટેજ ઓછા કરી નાખ્યા. હવે તેને પોતના વેતનમાં 15 લાખ રૂપિયાનું નુકસાન ઉઠાવવું પડશે.

પરિવહન નિગમના જણાવ્યા અનુસાર, હવે ચંદ્રકાંત પટેલને તેની બાકી બચેલી નોકરી તે જ વેતનમાં કરવી પડશે, જે નિગમના નિર્ધારણમાં છે. નિગમના અધિકારીઓના જણાવ્યા અનુસાર ચંદ્રકાંત પહેલા પણ ઘણા યાત્રીઓ સાથે આવુ કરી ચુક્યા છે, પણ તેને ચેતવણી આપીને છોડી દીધા હતા.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર

Leave a comment