9 માર્ચ 2019 આજનું દૈનિક રાશી ભવિષ્ય અને જન્મ રાશી

34

આજના બાળકની જન્મ રાશી રાત્રીના 1 કલાક 19 મિનીટ સુધી મીન (નામાક્ષર: દ, ચ, ઝ, થ) ત્યારબાદ મેષ રાશી (નામાક્ષર: અ,લ,ઈ)

મેષ

મેષ રાશિના જાતકોએ આજના દિવસે ખીસ્સાકાત્રુઓથી સાવચેત રહેવું તમારા લાભમાં રહેશે. ભૌતિક સુખ સુવિધામાં ઘટાડો થતો જોવા મળે. શરીર અને મનની અસ્થિરતા તમને બેચેન બનાવી શકે છે.

વૃષભ

પતિ ઘર પરિવાર સમાજથી વિરુદ્ધ જઈ તમારા પક્ષમાં રહેવાથી તમારી માનસિક બેચેની ચિંતા દુર થતી જોવા મળે. રચનાત્મક પ્રવૃતિમાં ભાગ લેવાનું શક્ય બને. આર્થીક લાભ સાથે ખર્ચમાં પણ વધારો જોવા મળે.

મિથુન

નવા ધંધા અંગે ઘર પરિવાર સાથે વિચાર વિમર્શ થાય. કોઈ શુભ માંગલિક પ્રસંગે આકસ્મિક મુલાકાતથી વર્ષો પહેલાના સંસ્મરણો તાજા થાય. ભૂલથી કોઈ અવિચારી પગલું ભરી લેવાથી કાનૂની કાર્યવાહીમાં આવી જાવ તેવી બની શકે.

કર્ક

સાળાઓને તેના જીજુએ ધંધામાં તમામ પ્રકારની મદદ કરવાની થાય તેવી શક્યતા જણાય. માતા પિતા તેમજ વડીલોના સ્વાસ્થ્ય બાબતે ચિંતા રહે. કાનૂની સરકારી કાયદાકીય પ્રવૃતિમાં અટવાયેલા રહો તેવું બની શકે.

સિંહ

માતા પિતાને તેમજ વડીલોને પુત્રી બાબતે ચિંતા જણાય. વાહન શાંતિથી, ધીમેથી અને એકાગ્રતાથી ચલાવવું. સામાજિક પ્રવૃતિમાં જવાનું થાય. દરેક કાર્ય ક્ષેત્રમાં પ્રતિકુળ વાતાવરણ જોવા મળે.

કન્યા

ઋતુ ચેન્જને ધ્યાનમાં રાખી બહારની ચીઝ વસ્તુઓ ન ખાવી આપના હિતમાં સાબિત થાય. અન્યથા આરોગ્ય બાબતે હેરાન થવું પડે. આપે વાદ વિવાદ ઝગડાથી દુર રહેવું આપણા હિતમાં સાબિત થાય.

તુલા

અટકેલા કામનું નિરાકરણ આવવામાં હજુ વિલંબ થાય તેવું જોવા મળે. વાણી અને વ્યવહારમાં મીઠાસ અને વિનમ્રતા રાખવી આપના લાભમાં રહે. છુપા કે જાહેર શત્રુઓથી સાવચેતી રાખવી.

વૃશ્ચિક

માનસિક ચિંતા બેચેની દુર થતી જોવા મળે. નાણાકીય વ્યવહાર સમજી વિચારીને કરવા. ભાગ્યોદયની નવી તકો ખુલતી જોવા મળે. માનસિક આધાત લાગે તેવી ઘટના બનવાની શક્યતાને નકારી શકાય નહિ.

ધન

બીજાના કામ માટે બહારગામ જવાનું શક્ય બને. માનસિક ચિંતા બેચેની હળવી થતી જોવા મળે. चिड़िया चुग गई खेत फिर रोने से क्या फायदा ! જેવું ન થાય અને પાછળથી પસ્તાવું ન પડે તેનું ધ્યાન રાખવું.

મકર

શારીરિક સ્વાસ્થ્ય બાબતે ચિંતા જોવા મળે. બીજાના સાથ સહકાર અને મદદથી વિલંબમાં પડેલ કામનો ઉકેલ આવતો જોવા મળે. દામ્પત્ય જીવનમાં સ્થિરતા અને પ્રેમ લાવવાના પ્રયત્નો કરવા જરૂરી જણાય.

કુંભ

ટૂંકા સમય માટે આપેલા અને રોકાયેલા નાણાં પાછા મળતા આર્થિક નાણાકીય મુશ્કેલી દુર થાય.વડીલોના આશીર્વાદ અને માર્ગદર્શન તમારા કાર્યક્ષેત્રમાં લાભ અપાવે. ભાઈ બહેનોના સંબંધની કડવાશમાં મીઠાશ આવતી જોબા મળે.

મીન

મનની ધારણા મુજબનું કામ ન થવાથી આજના દિવસે માનસિક ચિંતા બેચેની વ્યગ્રતા જોવા મળે. કોઈ નવું ધંધાકીય સાહસ કવામાં વિલંબ આવતો જોવા મળે. કામના ભારણનો થાક વર્તાય તેવું બનું શકે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment